________________
ખંડ - ૪ : ઢાળ - ૧૧
૨૯૫
હતો. બાળા કુમારની પાસે આવીને કુમારને પૂછે છે કે હે ઉત્તમ પુરુષ ! હે ભાગ્યશાળી ! તમે કોણ છો ? ક્યાંથી આવો છો ? તે સાંભળી ધમ્મિલ બોલ્યો : હે શુભાંગી ! મગધદેશ કુશાગ્રપુરનો વાસી છું. અને તમારા સ્નેહથી ખેંચાઈને ઘણા દૂર હોવા છતાં અમે અહીં આવ્યા છીએ. /૧૧ ધમિલની મીઠી વાણી સાંભળી, બાળા સ્તબ્ધ બની. નીચું મુખ રાખી લજ્જા પામી. નજર ભૂમિ ઉપર રાખી, ડાબા પગના અંગૂઠા થકી ભૂમિને ખણતી, મૌન ધારણ કરી ઊભી રહી. ૧રો તક ઝડપી ધમ્મિલ બોલ્યો... બાળા ! તું કોણ છે? અહીંયાં કેમ આવી છે ? મીઠાં વચનો સાંભળી, ક્ષોભ પામેલી તે નવયૌવના બોલી. ૧૩
બાળાની ઓળખ :- “આર્ય ! આ નગરમાં વસનારી “નાગદત્તા” નામે કન્યા છું. આ નગરમાં ધનાઢ્ય નાગવસુ નામે શ્રેષ્ઠી સાર્થવાહ રહે છે. નાગસેના તેમની પત્ની છે. આ દંપતી નાગદેવની નિત્ય સેવા કરે છે. ભક્તિ કરતાં તે દંપતીને નાગદત્ત નામે પુત્ર થયો. ૧૪ો પણ મનુષ્યો ઈન્દ્ર મહોત્સવના દિવસે પૂર્ણિમાની ચાંદની ઇચ્છે છે તેમ આ દંપતીને પુત્રીની ઇચ્છા થઈ. ll૧પણા
નાગદેવની નિત્ય ભક્તિ કરતાં ગુણના ધામ સરખી એક પુત્રી થઈ અને મોટા મહોત્સવે તેનું નામ નાગદત્તા રાખ્યું. /૧૬ll તે હું તમારી સામે ઊભી છું. જયારે ભરયૌવનમાં આવી ત્યારે માતાપિતા તેને લાયક વરની ચિંતા કરવા લાગ્યાં. વિચારે છે કે સોનામાં કાચ જડાતો નથી. તેમાં તો હીરો જડાય. હીરો શોભે. ||૧ળા.
વળી વિચારે છે કે ગુણ - લક્ષણ જોયા વિના દીકરીને આપી ન દેવાય. માટે પરીક્ષા કરવી. જો પરીક્ષા વિના આપી દઈએ કે પરણાવીએ અને જો ભોટ-ભરતાર ભટકાઈ જાય તો તેનો જન્મારો કેવો જાય. નૂરી ઝૂરીને અવતાર પૂરો કરે. ૧૮ માતાપિતાની ચિંતા દૂર કરવા હું નિયમિત આ મંદિરે પૂજા કરવા આવું છું અને મારી મનોકામના પૂરી કરો. એ રીતે રોજ આ યક્ષરાજને વિનંતિ કરું છે. ૧લા આજ મારી ઉપર નાગદેવ પ્રસન્ન થયા. પ્રત્યક્ષ પરચો બતાવ્યો. મારી આશા આજે ફળીભૂત થઈ છે. દેવે મને આશીર્વાદ આપ્યા છે. વળી આજે જ મારા ભાગ્યે તમે અહીં આવી ચઢયા છો. તમને જોતાં જ મને ઘણો હર્ષ થાય છે. ગુણોથી ભરપૂર એવા હે ગુણોત્તમ ! તમને જોતાં મારી સાતે ઘાતુ આનંદ પામે છે. ૨ll
હે આર્યપુત્ર! આપ ઘડીક અહીં વિસામો લ્યો. ક્યાંયે ચાલ્યા ન જતાં. અહીં જ બેસો. એમ કહી નવયૌવના નાગદત્તા, સખીઓ સાથે જલ્દી ઘેર ગઈ અને પોતાની માતાને હરખભેર હૈયાની વાત કરી. મનોરથ પૂર્ણ કરવા ઉજમાળ થઈ. ૨૧ી માતા નાગસેના પણ પુત્રીની વાત સાંભળી આનંદ પામી. તે પછી પોતાના સ્વામી નાગવસુને બોલાવી વાત કરી. તરત જ સ્વજનવર્ગને પણ જાણ કરી. તે પછી સૌ નાગદેવના મંદિરે પહોંચ્યા. યોગ્ય વાટાઘાટો કરીને ધમ્મિલને વાજતે ગાજતે પોતાના આવાસે લઈ આવ્યા. તરત જ ઘડીયાં લગન લેવાયાં. તે જ રાત્રિએ ધમ્મિલ-નાગદત્તાનાં લગ્ન થઈ ગયાં. /૨૨ા.
ચોરીમાં ફેરા ફેરવ્યા. કન્યાદાન પણ આપ્યું. જે કન્યાદાનમાં માતાપિતાએ ઘણી રિદ્ધિ સિદ્ધિ અને બીજી પણ ઘણી સામગ્રી આપી. રહેવા માટે તૈયાર કરેલા વાસભુવનમાં દંપતી સુખમાં દિવસો પસાર કરે છે. /ર૩. ચોથા ખંડને વિશે અગિયારમી ઢાળ પૂર્ણ થઈ. શ્રી શુભવીરવિજયજી મહારાજ કહે છે કે પ્રબળ પુણ્યપ્રભાવે ધમિલ અને નાગદત્તા સંસારનાં સુખો ભોગવે છે તો તમે પણ સૌ પુણ્ય ઉપાર્જન કરો. ૨૪ll.
ખંડ - ૪ની ઢાળ : ૧૧ સમાપ્ત