________________
૩૯૨
ધમિલકુમાર રાસ વિમળાની વાત સાંભળી બધી સ્ત્રીઓ અને કુમાર પણ ખડખડાટ હસી પડ્યા. હાસ્યનું મોજું ફરી વળ્યું. ધમિલ હવે કહે છે હે પ્રિયાઓ ! સાંભળો. કુશાર્તપુર નામે મગધ દેશમાં આવેલું મોટું નગર છે. ત્યાં જિતશત્રુ નામે રાજા છે. તે રાજાના નગરમાં એક વૈશ્યા રહેતી હતી. II૧પી તે ગણિકાનું નામ વસંતસેના છે. તેને રૂપ-કલાની નિધાન ગુણવાન એવી વસંતતિલકા નામે પુત્રી છે. /૧૬ની
તે વેશ્યાકન્યા મને અતિપ્રિય હતી. હું તેને તેટલો જ પ્રિય હતો. કામભોગ અને રતિકળામાં તે ઘણી નિષ્ણાત હતી. હું બાર વર્ષ તેના ઘરમાં રહ્યો. હું તેના રૂપસમુદ્રમાં એવો ડૂબી ગયો હતો કે ઘર-બાર-માતપિતા આદિ કુટુંબ પરિવાર ભૂલી ગયો. ૧૭ા તે સાંભળી વિદ્યુત્પતિ બોલી. “હે વાલેસર ! હેવાલમ! જો આપની આજ્ઞા હોય તો હું ત્યાં જઈને તપાસ કરી આવું. જેને જોઈને આનંદ પામું - ને તરત પાછી આવું. /૧૮
ધમ્મિલ કહે, “હે પ્રિયા ! આ તારી સખીઓની અનુમતિ તો પહેલાં લેવી જોઈએ ને !” આટલું બોલતો ધમ્મિલ વિમળા તરફ જોઈને હસ્યો. ને કહે છે કે “તમે બધી હા પાડો તો મારી અનુમતિ છે.” વિમળા બોલી, “બેન ! સ્વામીને સુખ ઊપજે તેમ કરો. તું જલ્દી જા, ” સૌની અનુમતિ લઈને વિદ્યુમ્નતિ તરત જ આકાશમાર્ગે કુશાગ્રનગર જવા ઉપડી. છઠ્ઠા ખંડને વિશે શ્રી શુભવીરવિજયે વિનોદના વર્ણન કરતી આ ત્રીજી ઢાળ કહી. ||૧૯ો.
ખંડ - ૬ ની ઢાળઃ ૩ સમાપ્ત
-- દોહા :વિયત ઝગતિ વીજળી, વિન્મતિ મતિ સાસ; કુસગપુરે જઈ જો વતાં, દીઠું મંદિર તાસ. ||૧|| વેષ જુવાન પુરુષ તણો, ગણિકા યોગ્ય કરંત, દ્રવ્ય સહિત ઘરમાં ગઈ, અદશ્યરૂપ મહંત. રા’ દીઠી વસંતતિલકા પતિ-વિરહ કૃત કૃશ કાય, તજી શણગાર જીરણ અતિ, ચીવર મલિન ધરાય. ૩. બાંધી વેણી ધ્યાતિ, ધમ્મિલને એક ધ્યાન, , નરપી નારી પરે, ન જુવે તેહ જુવાન. IIકા તવ નરવેશ તજી કરી, થઈ નિજરૂપે ત્યાંહી, કહે તુજ પાસે મોકલી, ધમ્મિલ કુંવરે આંહી. પા હું છું દાસી તેહની, ખબર કરવા તઝ, પ્રેમે પાઠવી તેણે તમે, કે શું કહો છો મુઝ. દી. એમ સુણી સહસા ઉઠીને, ગાઢ આલિંગન દેત,
રોમ રોમ હરખિત થઈ, સાદર સ્નેહ વહેત. છા આકાશમાર્ગે ઝગારા મારતી વીજળીની જેમ વિદ્યુત્પતિ થોડીક વારમાં કુશાગ્રપુર નગરે પહોંચી ગઈ. નગરજનને પૂછતાં તરત જ વસંતસેના વેશ્યાનું મંદિર મળી ગયું. બહાર ઊભી ઊભી વિદ્યુત્પતિ વિચારતી હતી. //// ખેચરીએ તરત જ વેશ પરિવર્તન કર્યું. ધનવાન પુરુષનો વેશ લીધો. કોઈ ધનવાન
ય,
.