________________
ખંડ - ૬: ઢાળ - ૪
૩૯૩
ધન લઈને ગરિકા ઘરે જાય, તે રીતે ઘરમાં તો ગઈ, પણ ત્યાં જઈને અદશ્યપણે થઈ ગઈ. ક્ષણમાં જોતી જોતી કમરા વટાવતી આગળ જઈ રહી છે. તેરા
વસંતસેના ગણિકાના મંદિરના પાછલા ઓરડે બેઠેલી વસંતતિલકાને વિદ્યુત્પતિએ પુરુષવેશે અદશ્યરૂપે જોઈ. તેણે પતિવિરહે સઘળાયે શણગાર તજી દીધા છે. પહેરેલાં વસ્ત્રો પણ મલિન થઈ ગયાં છે. વિયો ોગના દુ:ખે એની કાયા દર્બળ દેખાય છે. ૩ વસંતતિલકા પોતાના કેશકલાપમાં (ધમ્પિલે ગૂંથેલી) વેણીને હૃદય ઉપર રાખીને, ધમિલનું ધ્યાન ધરતી હોય તે રીતે નીચે જમીન પર બેઠી છે. હવે પ્રગટ થઈને પુરુષવેશે તે ખેચરી વસંતની સામે જઈને ઊભી. પણ નરષિણી નારીની જેમ વસંતતિલકા તે પુરુષ સામે નજર પણ કરતી નથી. વિદ્યુતુ ખેચરી તો મનમાં વિચાર્યા જ કરે છે. ll૪ll
તે તરત જ પુરુષવેશ ત્યજીને સ્ત્રીવેશે વધારે નજીક આવીને ઊભી. વસંતે તેની સામે જોયું. વિદ્યુત્પતિ કહેવા લાગી. “બેન ! હું તમને વધામણી આપવા આવી છું. ધમિલે જ મને અહીં મોકલી છે. //પા હું ધમ્મિલની દાસી છું. તમારી ખબર લેવા આવી છું. અને તમારી પાસેથી પ્રેમસંદેશો લેવા આવી છું. તેણે પ્રેમે કુશળતાનો સંદેશ પાઠવ્યો છે. તમે બોલો. ત્યાં જઈને શું સંદેશો હું આપું?” ||૬||
ધમ્મિલનું નામ સાંભળતાં દિમૂઢ થતી વસંતતલિકા સહસા ઊભી થઈ ગઈ અને વિદ્યુત્પતિને ગાઢ આલિંગન દીધું. ધમ્મિલની વાત સાંભળી તેના રોમરોમ વિકસિત અને આનંદિત થયાં. ઘણા આનંદથી આદર સહિત પોતાની પાસે બેસાડીને પૂછે છે. //શા
ઢાળ - ચોથી | (સાબરમતીએ આવ્યાં છે ભરપૂર જો, ચારે ને કાંઠે માતા રમી વાયાં રે એ દેશી) આસન ઢાળી વિદ્યુત્પતીને બેસારી રે, પૂછે રે પ્રાણવલ્લભ માહરો કિહાં વસે, મુઝને વિછોડી પિયુ પરદેશની વેશે રે,
- ભોજન કેમ ભાવે રે કરતાં હશે, સંદેશો પામી રે દિલ દુઃખ ઉલ્લસે III ' મહિલા મનમેલા રે, મનના મન રમે, કૂપની છાયા રે કૂપે ઉપશમે. એ. આંકણી. વિદ્યુમ્નતિ કહે દુઃખની વેલા વીતી રે, હાલ્હિમ વિશરામી રે, ચંપાએ વસે, થોડા દિનમાં કરશું તુમ પિયુ મેલા રે, પણ આવી વેલા રે કેમ થઈ હશે,
વાતો મને પ્રકાશો રે તો ચિત્ત ઉલ્લસે...મહિલા /રા વસંતતિલકા બોલે નગરે વડેશ રે, સુરેન્દ્રધ્વજ કોટિધ્વજ વ્યવહારીયો, માત સુભદ્રા જાઓ પ્રાણ પિયારો રે, મુજ ઘર ઘટ માંહી રે, ધમ્મિલ ધારીયો,
મોહે મુઝ મારી રે ચિત્ત ધન હારીયો...મ...૩ માતા પિતા તસ જબ સુરલોક સિધાવ્યાં રે, નાવ્યાં રે ધનનાં ભરણાં તે પછે, તવ મુઝ માતા કહે એકાંતે તેડી રે, છોડી કંત કાઢો રે, એ નિરધન અછે,
પંખી પણ તજે રે, તરૂ સૂક્યા પછે...મ...llઝા