________________
૩૦૨
ધર્મિલકુમાર રાસ
-: દોહા :
મંત્રીશ્વર સમક્તિ લહી, પાલતાં વ્રત બાર, ભક્તિ કરે નવનવ પરે, તેડી ઘર અણગાર. ॥૧॥ લક્ષ્મીવતીની સાન્નિધે, શાસય બિંબ અનેક, જાત્રા કરતાં તીર્થની, ધરતા ધર્મની ટેક. ॥૨॥ નિરતિચાર વ્રત પાળીને, પૂર્ણ કરી નિજ આય, દેવ મહર્ષિક પાંચમે. સરગે સુખભર જાય. III શોક ધરે બહુ ભૂપતિ, કેતે દિવસે તેહ, તસ સુત સેહસ્સમતી કરવો, મંત્રીપદે ગુણગેહ. ॥૪॥
સમહ્ત્વ પ્રાપ્ત કર્યું છે જેણે એવા સુમતિ મંત્રીશ્વર નિરતિચાર બાવ્રતને પાળે છે. શાસન શણગાર . . મુનિરાજને જુએ છે ત્યારે અહોભાવ થકી પોતાને ઘેર લઈ જાય છે અવનવી વાનગી વહોરાવી – જુદી જુદી રીતે ભક્તિ કરતાં રહે છે. IIII વળી પ્રિયા લક્ષ્મીવતીનું સાનિધ્ય મળ્યું છે જેનાં માત-પિતા યક્ષ-યક્ષિણી હતાં. લક્ષ્મીવતીને પિતાની સહાય હોવાથી મંત્રીશ્વર પત્ની સાથે શાશ્વત મંદિરમાં જાય છે. શાશ્વત ચૈત્યોને રૂડા ભાવથી જુહારે છે. જુદાં જુદાં તીર્થોની યાત્રા પણ કરે છે ધર્મમાં વધારે દઢતાને ધારણ કરે છે. રા
મંત્રી દંપતી નિરતિચા૨પણે વ્રતપાલન કરીને આયુષ ક્ષય થયે છતે પાંચમા દેવલોકમાં મહર્ષિક દેવ થયા. બંને દેવો દૈવલોકના સુખને ભોગવે છે. IIII મંત્રીશ્વરના જવાથી રાજા કેટલાયે દિન સુધી શોકને ધારણ કરતો, મંત્રીના ગુણોને સંભારતો ઉદાસભાવે રહ્યો. ધીમે ધીમે રાજ્યનાં કામો સંભાળવા લાગ્યો. વળી મંત્રીશ્વરના પુત્ર ગુણીયલ એવા સેહસ્સમતિને રાજાએ મંત્રી-મુદ્રા આપીને મંત્રીપદ આપ્યું. ॥૪॥ · ઢાળ અગિયારમી
(વીર જિણંદ જગત ઉપગારી એ દેશી)
એક દિન પોષહ કરીને બેઠાં, રત્નશેખર ઘ૨માંહીજી, સામંત સર્વ પટાવત બેઠા, પોષહ લેઈ ઉચ્છાંહીજી,
ધન્ય નરા જે દૃઢ વ્રત પાલે...એ આંકણી. ॥૧॥ એણે અવસર અરિસૈન્ય મળીને, લૂટતા પુર ગામજી; બંબ પડી વળી નગરને બાહેર, હુઓ કોલાહલ તામજી...ધન્ય.II૨॥ સામંતાદિક પોષહ છંડી, પોહોતા લેઈ હથિયારજી; રાયને સર્વ કહે હઠીરાજા, હયગય અરિ અપહારજી...ધન્ય. ॥૩॥ પણ રાજા નવિ ધ્યાનથી ચલિયો, તવ અરિ સૈન્ય પલાયજી; પારણા વેળા સામંત ભેળા, સઘળી વાત સુણાયજી...ધન્ય.II૪॥ એક દિન અરિ જીતણે નૃપ ચલીયો, રત્નવતી રહી ગેહજી; પોસહ અહોરત્તો લેઈ બેઠી, નિશિ કાઉસ્સગ્ગ ધરેહજી...ધન્ય. IIII