________________
૨૨૪
ધમ્મિલકુમાર રાસ
વિષધર ફૂંફાડે કરી, બહુ ઊડે ગગને ખેહ રે; મેઘઘટા કાજલ જિસી, કાંઈ દીપે કાલી દેહ...ના.....|| ગુંજાર્વરાગ રત્તનયનાં, ડક ડક ગુંજા વાય રે, જીભ જુગલ લલકારતો, રથ દેખી સાહમો ધાય...ના..... તે દેખી માતા સુતા થઈ, ચિત્તમાંહી ભયભ્રાંત રે; રજ્જુ પરે પુચ્છે ગ્રહી, નાંખે ધમ્મિલ એકાંત...ના.....Ill નરમૃગ મંસ રૂધિર ભર્યા, જીભાવરણ મેદાન રે, વિજળી જ્યું નયણાં ઝગે, તનુ પીલે ચિત્રકવાન...ના.....॥૧૦॥ કેશર વરણી કેસરા, ઝલકતી અગ્નિની ઝાલ રે, કુંડલિયાલે લાંગલે, ઉચ્છલતો દેવે ફાલ..ના..|૧૧|| વદન ફાડ ગિરિ કંદરા, ઘુઘુઆટા ભીષણ જાસ રે; વિમળા વળગી ધાવ્યને, હરિ દેખી પામી ત્રાસ...ના.....૧૨॥ મ્મિલ રથથી ઉતરી કહે, મ ધરો ભય તિલમાત રે, હું નરસિંહની આગલે, એ સિંહ પશુ કોણ માત,..ll૧૩॥ પંચ પરમેષ્ટિ પ્રભાવથી, થયો અષ્ટાપદ સમરૂપ રે, નાઠો સિંહ વનાંત, જેમ તસ્કર દેખી ભૂપ.ના...ll૧૪ વનહસ્તી પર્વત જીસ્યો, રણમાં દીઠો વિકરાલ રે; દુર્દિન સમ ગુલ ગુલાય શબ્દે, મદઝર દંત વિશાલ...ના.....૧૫/ કુંવર કહે કમળા જુઓ, ગજ ખેલાવું ઘડી દોય રે, રથ ઉતરી સન્મુખ ગયો, વિમલા ચિત્ત રંજન સોય...ના.....॥૧૬॥ વસ બિછાઈ હકા૨ીયો, પૂછે વળગીને ભમાય રે, ફૂદડીયે થાકો કરી, થઈ ગલીયો ભુમિ પડાય...ના.....૧૭ણી દંતોશલ પગ દેઈને, ચઢી દીયે ઉપર ઘન ઘાય રે, આરડતો ગજ ઊઠીને, ગિરિ વનમાં ભાગો જાય ...ના.....૧૮ બેઉં નારી વિસ્મય લહી, રથ હાંકી કુંવર તે જાય રે; અરણ મહિષ મોહોટો ભયકારી, અશ્વ ઉપર તે ધાય...ના.....।।૧૯ રથ લેઈ જાલાંતરે, જઈ કુંવર કરે સિંહનાદ રે; મહિષ જીવ લઈ નાશીયો, જેમ મુનિ જ્ઞાને પરમાદ...ના.....।।૨વા પાછલી રાત્રે ચાલતાં, અર્જુન સેનાપતિ દીઠ રે; ભિલ્લ વૃંદ લઈ લૂંટવા, આવ્યો કિકિઆટે ધીઠ...ના.....૨૧/