________________
ખંડ - ૪ : ઢાળ - ૧
૨૨૩
આનંદપૂર્વક ઉલ્લાસપૂર્વક સાંભળી બોધ પામતી હોય તેવી દક્ષ પંડિત સભા મળી જાય, તો વક્તાના હૈયામાંથી સભાને ઉદેશીને વાણી વરસવા લાગે છે. //પા. શાસ્ત્રોમાં કહ્યું છે કે શ્રોતા કેવા હોય? (૧) ગુરુભક્તિ (૨) શ્રવણ-સાંભળવાની રુચિવાળો (૩) અહંકાર રહિત (૪) ચંચળહીન - અર્થાત્ સ્થિરમનવાળા (૫) જુદા જુદા પ્રશ્નોના જાણકાર (૬) બહુશ્રુત (૭) બુદ્ધિશાળી (૮) કૃતજ્ઞ (૯) દાન આપવામાં અદીન (ઉદાર દિલવાળો) ||દી
(૧૦) આળસ વિનાનો - અપ્રમાદી (૧૧) વિષયાંતર વિનાનો, (૧૨) નિંદ વિનાનો, (૧૩) અંતરંગ પ્રીતિ ધરનારો, (૧૪) ગુણાનુરાગીઆવા ચૌદ ગુણને ધારણ કરનાર શ્રોતાજનો હોય છે. હે સુજ્ઞજનો ! તમે પણ આ ચૌદ ગુણો ધારણ કરી આગળ જે કહેવાશે તે વાત હેત ધરીને સાંભળજો . મેઘવૃષ્ટિ તો હંમેશા ફળને આપનારી છે. પણ જ્યાં જેવું ખેતર, જેવી જમીન હોય તેવું ફળ મળે. ઉખરભૂમિમાં વરસાદ ઘણો પડે તો તે નકામો છે. સાગરમાં પડે તો તે પાણી ખારું થઈ જાય. ફળદ્રુપ જમીનમાં વરસે તો ઘણો લાભ થાય. તેવી રીતે જેવા પ્રકારની શ્રોતાની યોગ્યતા હોય તેઓને તેવા પ્રકારનો બોધ થાય છે. I૭ + ૮. વળી વીરવિજયજી મ.સા. કહે છે કે નિશાન ચૂક ન થાય તેવી આ બ્રાહ્મણ વક્તાની વાણી બાણ જેવી છે. રસિક અને સુજ્ઞજન (બુદ્ધિશાળી) હશે, તેને રીઝવીશ માટે હે બુદ્ધિશાળી ! સ્થિર કાન કરીને સાંભળજો . llો.
ઢાળ પહેલી (નહી ચારું રે નવ લખે ધેનુ, ના રે મા નહી ચારું..એ દેશી) પરભાતે સહુ જાગીયાં તવ, મા કહે બેટી બોલાવ્યો રે; નહી બોલું એહશું કહે સા, તું મુઝ બહુ સમઝાય.. નારે મા નહી બોલું, નહી બોલું રે એહની સાથ,...ના રે મા.
એ નિર્ગુણ નબલો નાથ. નારે...મા. નવિ ઝાલું નિધન હાથ... ના રે મા...એ આકણી../ કમલા કહે સત શેઠનો, તપ મહિમા દેવ હજૂર રે, નિશિ એ વાત સવિ સુણી કહે વિમલા તજીએ દૂર...ના.....રા ભોજન કરી રથ જોડીને, બેસાડી બહુ જણી માંહી રે, ગામધણીને મલી કરી, ધમ્મિલ નીકલીયો ત્યાંહી...ના.....Hall ગામધણી સહુ સાજને, ઉપગારે પ્રીતિ ભરાવ રે વોલાવી પાછો વળ્યો, વસ્ત્રાદિક દેઈ સિરપાવ...ના.....જા. પંથ ચલંતાં અનુક્રમે, ભવજલ નિધિ સમ ભયકાર રે, ચોર ચરડ વૂક ભય જિંહા, એહવી પામી કતાર ના.....પા ગુરુદત્ત મંત્ર હૃદયે જપે, ષોડશ અક્ષર મહાભાગ રે; રણમાં પંથ વચ્ચે પડ્યો, એક દીધી ફણિધર નાગ...ના.....દી