________________
| અથ ચતુર્થ ખંડ પ્રારંભ
- દુહા :પરમ પુરુષ પરમાત્મા, પ્રણમી પાસ નિણંદ; ઈષ્ટદેવ પદ્માવતી, નામે નિત્ય આણંદ | ત્રીજો ખંડ અખંડ રસ, પૂરણ થયો સુપ્રમાણ, ચોથો ખંડ કહું હવે, સુણજો શ્રોતા જાણ. મેરા જાણ સભા પામી કરી, કવિજન કરતા કેલ; તે આગે ઘન શું કરે છે પત્થર મગશેલ llall અન્ન સુખે સમજાવીયે, પણ અર્ધ બલીક ગમાર; બ્રહ્મા પણ નવિ રીઝવે, જેહને છે મુખ ચાર. Iઝા તન વિલસે મન ઉલ્લસે, રીઝે બૂઝે એક તાન; દક્ષ સાભા પામી કવિ, વરસે અંતર ફસાન. પી ગુરૂભક્તિ શ્રવણે રૂચિ, ગર્વ ચપલતા હીન; પ્રશ્ન જાણ બહુશ્રુત સુધિ, કૃતગુણ દાન અદીન. IIll. અનલસત્યક્ત કથાતરી, નિંદ રહિત જસ નેણ, અંતર પ્રીતિ ધરે સદા, નહી નંદ્યાં જ વેણ ||શા. ચૌદ ગુણ શ્રોતા ધરી, સાંભળજો ધરી હેત; ઘનજલધારા ફળ દીયે, પણ જિહાં જેહવું ખેત . કવિ ભટ્ટવાણી બાણીએ, ભૂલે નહિ નિશાન,
રસિયા જાણને રીઝવું, તેણે સુણજો થિર કાન. પરમ પરમાત્મા પુરુષાદાનીય પાર્શ્વનાથને પ્રણામ કરું છું અને મનવાંછિતને (ઇષ્ટદેવ) આપનાર દેવી શ્રી પદ્માવતી નામથી હંમેશાં આનંદમંગલ વર્તે છે. હે શ્રોતાજનો ! ત્રીજો ખંડ અખંડરસથી સારી યુક્તિથી પૂર્ણ થયો. હવે ચોથો ખંડ કહું છું. હે સુજ્ઞજનો ! તે હવે તમે સૌ સાંભળો. /રી
તત્ત્વને જાણનાર જો શ્રોતાવર્ગ હોય, ધર્મરસિક પણ જો હોય તો વક્તાને તે સભા જોઈને ઘણો આનંદ થાય છે. પંડિત સભા જોઈને વક્તાને પણ જે કંઈ કહેવું હોય તો કહેવાની મઝા હોય. પણ જો મગશેલ પત્થર સરખા શ્રોતા હોય તો પુષ્કરાવર્તનો મેઘ પણ તેને પલાળવા કે ઓગાળવામાં અસમર્થ હોય છે. તે અજ્ઞ સભાજનો આગળ વક્તાનું કહેવું નિષ્ફળ જાય છે. (૩જે કંઈ જ ન જાણતો હોય તેવો અજ્ઞાની હોય તેવાને કંઈ પણ વાત સારી રીતે સમજાવી શકાય. પણ અધકચરી (થોડું જાણે, અને થોડું ન જાણે તેવા અધા-ગધા ગમારને) સમજાવવા માટે ચારમુખવાળા બ્રહ્માજી પણ કામ ન આવે. અર્થાત્ બ્રહ્માજી પણ તેઓને રીઝવી ન શકે. I૪ll
જો સાંભળતાં તન વિકસિત થાય, મન ઉલ્લસિત થાય, વળી એકતાન થઈને વક્તાની વાણી,