________________
ખંડ - ૪ : ઢાળ - ૧
૨૨૫
“ધીરજ દેઈ બેહુ નારીને, રથમાંથી લેઈ હથિયાર રે, પરમેષ્ટી સમરણ કરી રણ ચઢિયો તેહ કુમાર...ના.....રરા શક્તિ ફલક એક ભિલ્લનું, હણી કીધું કુમારે હાથ રે; યુદ્ધ કરત ભાગા સવે, તવ ઉઠ્યો અર્જુન નાથ...ના.....૨૩ ગર્જતા બહુ ઝુંઝતા, છલે શક્તિ ફલે હણ્યો તાસ રે, ભાગા ભિલ્લ અનાથથી, જેમ પવને ઉડ્યું ઘાસ...ના.....રજા આવી રથ બેસી ચલે, તવ કમલા કહે સુણ વચ્છ રે, રાંક નથી રાજા થશે, જેમ જલધિ રોહિત મચ્છ...ના....રપ હાલીને ગોવાલની જે, કહી વાત તો તે જૂઠ રે; શ્રેષ્ઠીપુત્ર ક્ષત્રી જીસો, પ્રત્યક્ષ કલાએ દીઠ...ના.....//ર૬l તવ વળતું વિમળા વદે, તું બોલી પામી લાગ રે, મ કરીશ વિરુદ્ધ એ વાતડી, હું હંસલીએ છે કાગ...ના......રા. એમ કરતાં પંથે જતાં, ગઈ વિપ્ન રૂપ એ રાત રે; સરોવર કાંઠે ઊતર્યા, રવિ ઉદય થયો પરભાત...ના.....l૨૮ મુખતન શુદ્ધિ સહુ કરે, ગંગોદક સમ લહી નીર રે, ચોથે ખંડે પહેલી એમ, ઢાળ કહે શુભવીર...ના..../૨ા.
સવાર થતાં સૌ જાગ્યાં. ત્યારે ધાવમાતા કહે છે કે બેટી ! આપણી સાથે આવેલ આ ધમિલને તું પ્રેમથી બોલાવ. ત્યારે તેણી બોલી – “મા” તેની સાથે હું નહીં બોલું, ના નહીં જ બોલું. તું મને
ગમે તેટલું સમજાવીશ તોયે હું બોલવા તૈયાર નથી. નિર્ગુણ નબળા નિધન એવા નાથનો હાથ હું પકડવા . . તૈયાર નથી. ના ધાવમાતા કમળા, તે સાંભળી બોલી – બેટા ! એ શેઠનો પુત્ર છે. જેવો તેવો નથી.
તેણે મોટો તપ કર્યો છે તપના પ્રભાવથી તેને તો દેવ પ્રત્યક્ષ છે. તપથી તેનું શરીર ક્લિષ્ટ છે. આ સઘળી વાત મને તેણે રાત્રિએ કહી છે. તું તો ત્યાં સૂતેલી હતી. બોલ વિમળા બેટી ! હવે તેને છોડી દેવો છે ખરો ? |રા
કમળાની વાત સાંભળી...પણ જવાબ ન આપ્યો. મૌન રહી. સમય વીતવા લાગ્યો. મધ્યાહ્ન થવા આવ્યો. ધાવમાતાએ રસોઈ કરી. સૌ બપોરે જમીને પરવર્યા. આદેશ મળતાં ધમિલે રથ તૈયાર કર્યો. બંને સ્ત્રીઓ સામાન સમેટીને રથમાં બેઠી. ગામના મુખીને મળીને ધમ્મિલ ત્યાંથી રથ પાસે આવ્યો. અનુમતિ લઈને રથ હંકાર્યો. ૩. તે સમયે ગામના મુખી દોડી આવ્યા. સાથે પરિવાર પણ ઘણો છે. ધમ્મિલને વિદાય આપવા, હૈયામાં ઉપકારને ધારણ કરીને પ્રીતિપૂર્વક...વોળાવવા આવ્યા છે. વસ્ત્રઆભૂષણ આપીને કુમારને સત્કારી પછી વિદાય આપી મુખી પાછો વળ્યો. //૪
ધમિલે હવે રથ વેગે ચલાવ્યો. ગામ બહાર જંગલની વાટે રથ આગળ વધી રહ્યો છે. ભયંકર | ગાઢ અટવીમાં રથે પ્રવેશ કર્યો. સંસારસમુદ્ર સરખી ભય પમાડે તેવી અટવીમાં જઈ ચડ્યા. જે અટવીમાં