________________
ધર્મિલકુમાર રાસ
લૂંટારા ધાડપાડુ હિંસક પ્રાણીઓનો ભય રહેલો છે. ।।૫।। ભયંકર અટવી ઓળંગવાની છે. તેથી ધમ્મિલે ગુરુએ આપેલ ૧૬ અક્ષરના મહામંત્રને હૃદયમાં ધારણ કરીને જાપ ચાલુ કરી દીધો. એને શ્રદ્ધા છે કે તેનાથી અમારા સૌનું રક્ષણ થશે. અને એક તરફ રથને ઘણા વેગથી ચલાવ્યો. આગળ જતાં માર્ગમાં ભયંકર અને વિશાળ એવાં નાગને જોયો. ।।૬।।
૨૨૬
માર્ગમાં ફૂંફાડા મારતો અને ફૂંફાડાને કારણે ધૂળના ગોટા - ઘુમટી સાથે આકાશમાં ઊડી રહ્યા હતા. કાળીભમ્મર મેઘઘટા જેવી તેની કાયા હતી IIII તેની બંને આંખો ચણોઠીનાં રંગ જેવી લાલઘુમ હતી. તે બે જીભો વાયુનું ભક્ષણ કરતી ડકડક કરતી ભયંકર અવાજ કરતી હતી. દૂરથી આવતો ૨થ તેનાં જોવામાં આવ્યો અને સડસડાટ તેની સામે ધસ્યો. ।।૮।।
સામા આવતા ભયંકર એવા નાગને જોતાં ૨થમાં રહેલાં મા-દીકરી ભય પામ્યાં. ઘણાં ડરવા લાગ્યાં. તે જોઈને સાહસિક ધમ્મિલ રથમાંથી નીચે ઊતર્યો. દોરડાની જેમ તે નાગને પૂંછડેથી પકડીને મ્મિલે એક બાજુ જઈને ફેંકી દીધો. III નાગનો ડર દૂર કરીને ૨થ આગળ લીધો. ત્યાં તો મારમાર કરતો મહાભંયકર સિંહ સામો ધસ્યો. જેના મુખમાં રહેલી જીભ લબાકા મારતી હતી. તે સળવળતી જીભ રૂપી મેદાનમાં રુધિર અને માંસ ભર્યાં હતાં. તેની આંખો તો વીજળીની જેમ ચકળવકળ ફર્યા કરતી હતી. વળી તેનું શરીર પીળું અને ચટાપટાવાળું છે. ૧૦ના
શરીર ઉપર રહેલી કેશરવર્ણી કેસરા છે તે જાણે અગ્નિની જવાળા સરખી લાગતી હતી. વળી તે સિંહ પૂંછડું કુંડલાકારે વાળીને પછાડતો હતો. અને મોટી મોટી ફાળો ભરતો સામે આવી રહ્યો હતો. ॥૧૧॥ પર્વતની ગુફા સરખું તેનું વિકસ્વર મુખ ફાડીને મોટા ઘુઘવાટા કરી રહ્યો છે. ત્યારે તેના ભીષણ અવાજે જંગલનાં બીજાં પ્રાણીઓ ત્રાસ પામતાં તો વળી ધાવમાતા કમળા ને કુંવરી વિમળાની શી દશા ? તે પણ આ
અવાજને સાંભળીને તથા ભયંકર સિંહને જોઈને ભય પામ્યાં. વિમળા તો ધાવમાતાને ભયથી વળગી જ પડી. ।૧૨।।
તરત જ ધમ્મિલ રથથી નીચે ઊતર્યો અને કહે છે તમે ભય ન પામો. તમે તમારે નિશ્ચિંત રહો. સિંહ કંઈ જ કરવાનો નથી. નરસિંહ (માણસ-સિંહ જેવો હું) જેવો હું હોવા છતાં આ પશુ સિંહનું ગજું શું ? ।।૧૩।। ત્યાર પછી ધમ્મિલે શ્રી પંચ પરમેષ્ટિનું સ્મરણ કર્યું. તેમના પ્રભાવથી’ ધમ્મિલે અષ્ટાપદ પ્રાણીનું રૂપ કરીને ભયંકર અવાજ કર્યો. તે સાંભળતાં જ સિંહ ત્યાંથી ભાગી ગયો. વનની કોતરોમાં ચાલ્યો ગયો. જેમ રાજાને દેખીને ચોર નાસી જાય તેમ અષ્ટાપદ જોઈને સિંહ નાસી ગયો. ।।૧૪।
ભયાનક અટવીમાં રથ સડસડાટ આગળ વધી રહ્યો છે. વચમાં આવતાં સંકટોને ધમ્મિલ દૂર કરતો જાય છે. સિંહને દૂર ભગાડ્યો. તો વળી આગળ જતાં પર્વત જેવો ઊંચો, વિકરાળ વનહસ્તી (હાથી) ‘જોયો. જોતાં જ ડર લાગે. વિશાલ લાંબા દંતશૂલ છે. ‘ગુલ’ ‘ગુલ’ અવાજ કરતો સામે આવી રહ્યો. વળી મદ પણ ઘણો ઝરતો હતો. ॥૧૫॥ પર્વત જેવા વિકરાળ હાથીને જોઈને મા-દીકરી તો હેબતાઈ ગયાં. પણ તે વારે ધમ્મિલકુમાર ધાવમાતા કમળાને કહીને રથ છોડીને નીચે ઊતર્યો અને કહે છે “તમે બંને જુઓ ! ઘડી બે ઘડી હાથીની સાથે કેવો રમું છું ? મા ! હાથીને કેવો રમાડું છું.” વિમળાના દિલને રંજિત કરવા ખુશી કરવા આડી નજરે વિમળાની સામે જોતો જોતો હાથીની સામે ગયો. ।૧૬।।
મદ ઝરતો ડોલતો ડોલતો હાથી આવી રહ્યો છે તે માર્ગે ધમ્મિલે (કપડું) મોટું વસ્ત્ર પાથર્યું અને પછી હાથી સામે હુંકારો કરવા લાગ્યો. બરાબર પાસે આવી ગયો. વસ્ત્ર ઉપર આવતાં હાથી આમતેમ જોવા લાગ્યો.