________________
ખંડ - ૬ : ઢાળ - ૮
દેશવિરતિધર થૂલથી, હિંસાના કરે પચ્ચકખાણ
પાંચ મોટકાં જૂઠનાં, પચ્ચખે થૂલથી વ્રત જાણ રે.......કો..૨૨/ ત્રીજે અદત્તાદાનનું એ ચોથે પરદારા નીમ
ઇચ્છા પ્રમાણે થૂલથી, પરિગ્રહ નવવિધની સીમ રે..પ...કરો..રા દિશિ પરિમાણે ગમન કરે, ભોગ ઉપભોગ નિયમ વિચાર કર્માદાન પન્નર તજે, અનર્થ દંડ પરિહાર રે...અ...કરો..૨૪ નવમે સામાયિક નિત્ય કરે, દશમે વ્રત સંખેપ થાય રે,
મંત્ર બળે જેમ વીંછીનું, કાંઈ ઝેર તે ડંકે જાય રે...કાં...કરો..રા ભંગા અસીતી ઓળખી, પોષહ કરતાં શુભ ચિત્ત
બારમે મુનિ ઘર તેડીને, પડિલાભી જમે ગૃહી નિત્ય રે.......કરો..॥૨૬॥ પંચ પંચ સઘળે વ્રતે, જાણી તજવા અતિચાર
૨થ બેસી મારગ કટે, તેમ એ વ્રત મુક્તિ વિચાર રે...તે...કરો..૨૭ણા
એકવીશ દ્રવ્ય ગુણ ઉતરા, વળી પણતીસ ગુણ સાર
ભાવથી સત્તર જે ધરે, તે પામે ભાવનો પાર રે...તે...કરો..૨૮
૪૧૫
•
દાનશીયલ તપ ભાવના, તિહાં દાન ગૃહીને વિશેષ રે,
તે પણ ભાવે ફલ દીએ, અમૃતાનુષ્ઠાન અશેષ રે......કરો..રા દાન દીયંતા સાધુને, વરભક્તિ વિશેષે નાર રે,
પાંચ કોડી સોવન તણી, સુરવૃષ્ટિ કરે તસ દ્વાર રે...સુ...કરો..વા નિશ્રા પ્રાતિવેલ્મિકી, દેખી તેડે મુનિ ગેહ રે,
ખીરખાંડ પડિલાભતી, ક્ષણ ક્ષણ જુએ ઉંચુ તેહ રે.......કરો..॥૩૧॥ પૂછતાં મુનિને કહે, જે દીઠી વાત અશેષ
આહા૨ સરસ તુમને દીયું, કેમ વૃષ્ટિ નહી લવલેશ રે...કેમ...કરો..II૩૨॥ તે કહે આ સરીખા મુનિ, તુઝ સરખી દાતા નાર
વૃષ્ટિ ન થાએ દૃષદ તણી, વિણભક્તિ હૃદયમાં ધાર રે....વિણ...કરો..llણા ભાવે દીયંતા બાકલા, લઘુ કેવલ ચંદનબાલ
જિન ગુરૂ વિનય ને તપ ક્રિયા, ફળ વીર્ય ઉલ્લાસ વિશાલ રે...ફળ...કરો..૫૩૪ા અંતઃકોડાકોડી સાગ૨ે, જબ ગંઠી ભેદ કરત
જ્ઞાનક્રિયા તવ ફલ દીર્ય, પ્રણિધાન દિશા વિકસંત રે....પ્રણિ...કરો..॥૩૫॥ તસ કારણ શ્રુતજ્ઞાન છે, તે તો બહુશ્રુત ગુરુ આયત્ત રે,
વિનયે ગુરુસેવા કરે, વિનયીને ગુણ સંપત્ત રે....વિ...કરો..॥૩૬॥