________________
૪૧૬
ધર્મિલકુમાર રાસ
નાહી ધોઈ નિર્મલ થઈ, જેમ દેખે આરીસે રૂપ રે, ભાવ શૌચ ગુરૂદર્શને, પ્રગટે નિજ આતમ રૂપ રે...........કરો..૩ણા જ્ઞાનદશા ગુરથી હુએ, જ્ઞાનથી સ્થિતિ કર્મની નાશ કેવલી પણ અંતે લહે, જ્ઞાન ઉપયોગે શિવ વાસ રે..શા...કરો..૩૮. રવિ શશી મણિ દિપક સમો, જ્ઞાન તે વિણ કિરિયા અંધ ઉગ્રવિહારી તપ તપે, તે જાણો જૂઠો બંધ રે....તે...કરો...૩લા પ્રભુકર દીક્ષિત છે ઘણા, પણ જ્ઞાની ગણ્યો પરિવાર સૂત્ર પયન્ના જેણે રચ્યાં, તે ગણતી ચઉદ હજાર રે.તે...કરો..l૪ના જગનાટક જ્ઞાની જુએ, જેણે ચાખ્યો શિવ આસ્વાદ જ્ઞાન લેહેરમાં જે રમે, શિવરમણી કરે તસ યાદ રે....શિ...કરો...૪૧ છ ખંડે આઠમી ઢાળ, પૂરણ થઈ એ ખાસ
શ્રી શુભવીર વચન સુણી, લાહો જયકમલા ઘરવાસ રે...લ...કરો...૪રા ગુરુદેવની દેશના :- તે ચેતન ! તમારી ચેતનાને ચૈતન્યવંતી બનાવો. જાગૃત કરો. ચિત્તમાં સમજીને તમે ચેતો. મોહ રૂપી મદિરાના ઘેનમાં રહેવા જેવું નથી. હે ભવ્યજીવો ! ખરેખર ! લોકોત્તર એવા જિનશાસન વિના ક્યાંયે સુખનો સાર નથી. જો તમારે લોકોત્તર સુખને મેળવવું હોય તો તત્ત્વમાં રુચિને ધારણ કરો. હે ગુણવંતો ! પ્રશાંત મુદ્રા જેવી છે તેવા શ્રી જિનેશ્વર ભગવંતો અને આગમોને જાણનારા જ્ઞાની ભગવંતો, આપણી ઉપર અપાર કૃપા વરસાવીને કહી રહ્યા છે. //લા “ગિરિસરી દુપલ ન્યાય” - પર્વત ઉપરથી જોરદાર વરસાદના મારથી છૂટો પડેલો પત્થર, ઝરણામાં તણાતો નદીના વહેણમાં આવી અથડાતો કુટાતો જેમ ગોળ થાય છે. તેવી રીતે અર્થાત્ “કાકતાલી દષ્ટાંત” થી એટલે કાગડો વૃક્ષની ડાલીએ બેસે, તે જ ક્ષણે ડાળ પડે. તેમ કોઈક પુણ્ય જાગૃત થયું ને મનુષ્યભવ મળી ગયો છે. પણ આ દુર્લભ મનુષ્યભવ ફરી ફરી મળતો નથી. જેમ કે રત્નદ્વીપમાં ભૂલે ગયેલ નાવની જેમ આ માનવભવની દુર્લભતા છે. માટે હે ભવ્યો ! તેને સાર્થક કરો. રા
આ જગતમાં અનાર્ય દેશો ઘણા છે. આર્ય દેશ માત્ર સાડીપચીશ જ છે. અનાર્ય દેશોમાં “ધર્મ” એવા બે અક્ષરપણ સાંભળવા ન મળે. જો મનુષ્યભવ મળે પણ અનાર્યદેશમાં મળે તો શા કામનો !
જ્યાં ધર્મ શબ્દ જ સાંભળવા ન મળે. મનુષ્યભવ મળ્યો તોયે શું? ન મળ્યા બરાબર છે. માનવભવ નિરર્થક થાય છે. llall કદાચ અનાર્યને બદલે આદેશમાં જન્મ મળી ગયો. છતાં તેનો આચાર-કુળ-જાતિ અનાર્ય હોય એટલે કે નીચકુલમાં જન્મ થાય તો આ શા કામનો ? તેની વાણી – વ્યવહાર - વર્તન-વેપારક્રિયા આ બધું તેની કુળ-જાતિ પ્રમાણે તેને મળે છે. તેને ધર્મની પ્રાપ્તિ તે કુળમાં નથી. વા ધર્મ મળતો નથી. જો
જો વળી કોઈ પુન્યબળે કરીને મનુષ્યભવ, આર્યદેશ ઉત્તમ કુળ મળી જાય તો પણ દીર્ઘ આયુષ્ય મળવું દુર્લભ છે. ઉત્તમ સામગ્રી ભોગવવા લાંબા આયુષ્યની પણ એટલી જરૂર છે. પાપના ઉદયે . રોગગ્રસ્ત થતાં અલ્પ આયુષ્યમાં ચાલ્યો જાય તો મળેલી ઉત્તમ સામગ્રી શા કામની ? //પી કોઈ પૂર્વભવનાં પૂર્ણ પુણ્યથી કુળ, દીર્ઘ આયુષ્ય, નિરામય દેહ મળી જાય તો પણ આ જીવ પાંચે ઈન્દ્રિયોને