________________
ખંડ - ૬ : ઢાળ - ૮
૪૧૦
વશ પડેલો વળી આજીવિકા દ્વારા સુખને શોધતો, સંસારના ભોગવિલાસમાં બધું હારી જાય છે. llll.
પૂર્વના પ્રબળ પુણ્ય ઉત્તમ કુળ - દીર્ધાયુષ્ય - નીરોગી દેહ. પાંચ ઇન્દ્રિયોની પટુતા (સંપૂર્ણ ઇન્દ્રિયો મળી જાય) મળી જાય..પણ...પણ બહુશ્રુત ગીતાર્થ ગુરુનો યોગ (સંગ) મળવો દુર્લભ છે. ગામ-નગરશહેર બધું જ હોય પણ આ બધા સ્થાને મુનિભગવંતો મળતા નથી. તેથી
હે પુણ્યવાનો ! ઘણા પુણ્ય કરીને સંપૂર્ણ સામગ્રી સાથે ગુરુનો યોગ પણ સાંપડે. પણ જ્ઞાની કહે છે તેટલી વાતે કાર્ય પૂરું ન સમજવું. ગુરુ ભગવંત મળ્યા પછી ચાર અંગો મળવા દુર્લભ છે. કયા? (૧) મનુષ્યપણું (૨) શાસ્ત્ર શ્રવણની ઈચ્છા (૩) શ્રદ્ધા (૪) આચરણ. (સંયમવિષે વીર્ય ફોરવવું) આ ચાર અંગ છે તે મળવા દુર્લભ છે. મનુષ્યપણુ દુર્લભ છે. તે પછી ગુરુ મળી જાય પણ શાસ્ત્રશ્રવણની ઈચ્છા દુર્લભ છે. I૮ પુણ્યોદય થકી આ બધા યોગની પ્રાપ્તિ થાય. પણ જો આળસ-પ્રમાદ મોહ આદિ તેર કાઠિયા વળગી જાય, નડે (શ્રીપાળ રાજાનાં રાસમાં વર્ણન આવે છે, તેને છોડીને, કોઈ ઉદ્યમ કેળવીને જો જીવ ધર્મનું શ્રવણ કરે, એક ચિત્તે સાંભળે. ત્યાં સુધી તો આવે..પણ પછી તે તત્વમાં શ્રદ્ધા થવી અતિ દુષ્કર છે. શ્રદ્ધા-ભાસન-રમણતા આ ત્રણમાં અર્થાત્ દર્શન જ્ઞાન-ચારિત્ર ત્રણમાં શ્રદ્ધા થાય, આ જ સમ્યક્ત્વનાં સત્ય લક્ષણો કહેવાય છે. ll
સમ્યકત્વનાં લક્ષણો ધારણ કરતો જીવ ધર્મનો રસિયો થાય છે. શમ સંવેગાદિક ગુણો મેળવે છે. તત્ત્વમાં રુચિ થતાં બંને પ્રકારના ધર્મને સર્વ વિરતિ અને દેશવિરતિના મર્મને સમજે છે. /૧૦ના. સર્વવિરતિ ધર્મ, મૂળથી પાંચ મહાવ્રતને ધારણ કરે છે. ઉત્તર ભેદે ચારિત્રના સિત્તેર, (ચરણસિત્તરી), (કરણસિત્તરી) ક્રિયાના સિત્તેર ગુણોને ધારણ કરે છે તે મુનિભગવંતોને હોય છે. ૧૧
વળી સર્વવિરતિ સાધુ ભગવંતોના આગળ વધી ગુણોને કહે છે. પૃથ્વી-પાણી-અગ્નિ-વાયુવનસ્પતિકાય-એકેન્દ્રિય રૂપ પાંચ સ્થાવર તથા બેઇન્દ્રિય – તે ઇન્દ્રિય ચઉઇન્દ્રિય અને પચિન્દ્રિય – આ ચાર ત્રસના ભેદ છે..I/૧રા પાંચ પ્રકારના સ્થાવર અને ચાર પ્રકારે ત્રણ ૯ પ્રકારે જીવો કહ્યા. આ નવા પ્રકારના જીવોની, મન-વચન-કાયથી હિંસા ન કરવી. એટલે નવને ત્રણથી ગુણતાં ૯ X ૩ = ૨૭ ભેદ થયા. વળી તે હિંસા હું કરીશ નહિ, કરાવીશ નહિ. કરતાં ને સારો (અનુમોદન) કહીશ નહિં. ૨૭ X ૩ = ૮૧ ભેદ થયા. આ ભેદથી જે હિંસા થાય. તે પ્રાણાતિપાત (હિંસાના) નો ત્રણે કાળમાં અરિહંત આદિ (અરિહંત-સિદ્ધ-સાધુ-દેવ અને આત્મા એ પાંચ પ્રકારે) ની સાક્ષીએ હિંસાનો ત્યાગ કરે. વળી તે જ રીતે ભવભ્રમણાદિક ભયને જોઈને બીજા મૃષાવાદનો પણ (અણગાર) સાધુ ત્યાગ કરે. ./૧૩ + ૧૪ |
સત્ય, અસત્ય અને મિશ્ર (સત્યાસત્ય) ભાષાના દશ દશ પ્રકાર હોવાથી એ ત્રણને દસ સાથે ગુણતાં ૩૦ ભેદ થાય. વળી અસત્ય અમૃષારૂપ વ્યવહારભાષાના બાર ભેદ કહ્યા છે. ત્રીસ અને બાર મળીને મૃષાવાદના બેંતાલીશ થયા. (દશવૈકાલિકના સાતમા અધ્યયનમાં આ વાત મૂકી છે) આ રીતે ૪૨ ભેદે મૃષાવાદને સાધુ વર્ષે. અર્થાત્ એક પણ ભેદે સાધુ મૃષાવચન ન બોલે. ૧પો
જગતમાં ૬ દ્રવ્યની પ્રરૂપણા ભગવંતે પ્રકાશી છે. ધર્માસ્તિકાય - અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય અને પુદ્ગલાસ્તિકાય અને છઠ્ઠ દ્રવ્ય-કાળ. આ છ દ્રવ્ય આશ્રયી ક્ષેત્રથી લોક અને અલોક, કાળથી દિવસ અને રાત્રિ અને ભાવથી રાગ અને દ્વેષના સંયોગ વડે કરીને ત્યાગ કરે. ૧૬થી વળી સ્વામી જીવ ગુરુ અને તીર્થકર એમ ચાર પ્રકારે અદત્ત કહ્યા છે. અને તેને દ્રવ્યાદિક (દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ) ચારથી ગુણતાં સોળ ભેદ થાય. તે ૧૬ ભેદ અદત્તના જાણવા. //૧ણા.