________________
૪૧૪
ધમ્મિલકુમાર રાસ
તે પણ પામ્યું દુલ્લહો, બહુશ્રુત ગુરૂનો સંજોગ ગામ નગર પુર જોવતાં, નહિ સઘળે મુનિનો જોગ રે...નહિ..કરો..થી ભાગ્ય ઉદયથી ગુરૂ મળ્યા, ચઅંગે એ ધુર અંગ રે, સાંભળવું સિદ્ધાંતનું, તે દુર્લભ ગુરૂને સંગ રે........કરો..॥૮॥ આળસ મોહ પ્રમાદને, તજી ધર્મ સુણે એક ચિત્ત
શ્રદ્ધા ભાસન રમણતા, ધરે સમકિત લક્ષણ નિત્ય રે...ધ..કરો..॥ા સમસંવેગાદિક ગુણે, વસીયો રસીયો શ્રુત ધર્મ
તત્ત્વ રૂચિ થઈ સાંભળે, દોય ભેદે ધર્મનો મર્મ રે...દોય..કરો..૧૦ના સર્વ દેશ વિરતિ થકી, તિહાં સર્વ વિરતિ અણગાર
ચરણ કરણ ગુણ ઉત્તરે, મૂલભેદ મહાવ્રત ધાર રે...મૂલ..કરો..॥૧૧॥ ભૂજલ જલણ અનિલ તરૂ, આ થાવર પંચ પ્રકાર
દુતિ ચઉં પણિદિ મળી, ત્રસ ભેદ કહ્યા એ ચાર રે...ત્રસ..કરો..૧૨૫ નવવિધ જીવનિકાયની, તજે હિંસા મન વચ કાય
કૃત કારિત અનુમોદના, એમ ભેદ એકાશી થાય રે...એ..કરો..ll૧૩|| કાલગિકે તસ વર્જીતા, અરિહંતાદિક કરી સાખ
બીજુ મૃષાવાદ ઠંડતા, ભવભ્રમણાદિક ભય દાખ્ય રે...ભવ..કરો..॥૧૪॥ સત્ય અસત્ય મિશ્રતા, એ દશવિધ તિગુણા ત્રીશ
બાર ભેદ વ્યવહારના, મળી સર્વ એ બેંતાલીશ રે...મળી..કરો..॥૧૫॥ દ્રવ્યથી ખ ્ દ્રવ્ય આસરી, વળી ક્ષેત્રથી લોગાલોગ
દિન રાત્રિ કહી કાળથી, ભાવથી રાગ રોષ સંજોગ રે...ભા..કરો..॥૧૬॥ સ્વામી જીવ ગુરૂ જિન થકી, અદત્ત ચતુર્વિધ હોય રે, દ્રવ્યાદિકથી ચોગુણા, સોલ ભેદ એણી પરે જોય રે...સો..કરો..ll૧૭ll કાત્રિક મન વચ તણું, એકસો ચુંમાલીશ ભેદ
અબ્રહ્મ વર્ષે મુનિવરા, જે ટાળે ભવભય ખેદ રે...જે..કરો..૧૮/ દેહ ઔદારિક વૈક્રિએ, નવવાડે ભેદ અઢાર દ્રવ્યાદિકથી ચોગુણા, ચિત્ત ધરતા તે અણગાર રે...ચિ..કરો..૧૯ નવવિધ પરિગ્રહ છંડતા, પદ મંડતાં જયણા ધરત
કાલ બહુ છઠ્ઠ ગુણે, સાતમે થોવ કાલ વસંત રે...સા...કરો..ારવા -
સર્પ જલણ ગિરિ સાગરૂ, વ્યોમ તરૂગણ અલિ મૃગસૂર
પદમ પવન ધરણી સમા, મુનિ ભાંખે અનુજોગ દ્વાર રે...મુ...કરો..॥૨૧॥