________________
ખંડ - ૩ : ઢાળ - ૧૪
પણ સખીવત્ ધાવમાતાને કહ્યું. “તમે તેની સાથે જે વાત કરવી હોય તે કરો. હું તો તેની સાથે બોલવાની નથી. ત્યારે તે સખીએ ધમ્મિલની સાથે વાત કરવી શરૂ કરી. “તમે કોણ છો ? તમારો દેશ કયો ? તમારું કુળ કયું ? અમારી સાથે આવવાનું તમારે પ્રયોજન શું ? અમારી સાથે કેમ આવી રહ્યા છો ? IIII આગળ કયા દેશમાં જવાની તમારી ઇચ્છા છે ? શાસ્રકળા વગેરે શું શું ભણ્યા છો ? તમારો ઉદ્દેશ શું છે ? વગેરે અમને જણાવો. ॥૪॥
ઢાળ ચૌદમી
(રાગ પરજીયો – ધિગ પિગ ઢુંઢક ધર્મને...એ દેશી) કુંવર કપટસે બોલીયો રે, મેરા કામરૂ દેશ. ફરતે ફિરે અમ એકિલે, કરી નવ નવ વેશ. કરણી ફકીરી કયા દિલગીરી........ હાલીમેં હરિપુર શેહેરકા રે, નહી માય ને બાપ, જોરૂ જુલમ મેંને ના કીયા, બડા હુવે સંતાપ...કરણી...॥૨॥ સગે સણીજે ઘર ક્યા કરે રે, હમ જુલમી લોક;
ખાનાં પીનાં કરું હાથસે, ફેર દેવેલી લોક...કરણી...જ્ઞા સ્નાન માસ ખટ અંતરે રે, વ૨સે દોય વાર;
કપડે બી યા રીત ધોવણાં, નહીં ફૂરસદ લગાર...કરણી... II૪II ભૂત સેતાનકે દેવલે રે, હમ રેહતે રાત;
દિનમેં દિવાના હો રહે, કહુ ક્યા બુનિયાત...કરણી...પા ઔર કલા ન પિછાનિયે હૈ, મતિ વિકલ ગમાર;
મોર કલા વનમેં ધરે, એક દેખીએ સાર...કરણી...॥૬॥ શાસ્ત્ર પઢે બકવા કરે રે, જેસા લવરીખોર,
ગોવાલ હમ ઊસે ક્યા કરે, નિત્ય ચારંત ઢોર...કરણી...IIII ઉનમેસી ઢોર કેતે બેચીકે રે, લીએ પૈસે હજાર,
॥૧॥
ઓ બી જુગટ ખેલમેં ગએ, નહી ખાયે લગાર...કરણી...॥૮॥ ખાવનને ફે૨ મુઝે ના દીયા રે, પશુ ચારણ ઘાસ;
કોઈ રખે નહી નોકરી, નહિ કવડી બી પાસ...કરણી... III ખ્યાલ તમાસા દેખતે રે, રહે ફિરતે હી ગામ; ઠામ ઠેકાણાં નહી કિશ્યાં, મેરા કાબેલ નામ...કરણી...૧૦ જંગમ જંગલ જોગટે રે, જેસે ખાખી હી લોક;
કરતે મોજ મસ્તાઈમેં, નાહી કિસિકા શોક...કરણી...॥૧૧॥
૨૧૧