________________
૨૫૮
ધમ્મિલકુમાર રાસ
કરતો હોય છે. તેથી તો તેનું શરીર ઘણું જ શ્યામ છે. અર્થાત્ બીજા ગ્રહો કરતાં રાહુગ્રહની ચાલ અવળી હોય છે અને તેને મસ્તક હોતું નથી. વર્ણ પણ શ્યામ છે. ૨
આ બાજુ કોસંબી નગરીથી ધનદેવ સાર્થવાહ વેપાર અર્થે ઉજ્જૈણી નગરીમાં આવ્યો છે. વેપારી ધનદેવ વસુમિત્રને ત્યાં રહ્યો છે. સરખે સરખી વયના ધનદેવ-વસુદત્તા. બંને વચ્ચે સ્નેહની ગાંઠ બંધાઈ. પરિણામે પ્રેમમાં પડ્યાં. ઘણા આગળ વધી ગયાં. માતાપિતાએ પણ બંનેની યોગ્યતા જોઈ બરાબર છે તેમ સમજીને વિવાહ અને પછી લગ્ન પણ કરી દીધાં. ધનદેવ પણ વેપારનું કાર્ય પતાવી નવોઢા (નવી પરણેતર) વસુદત્તાને લઈને કોસંબી નગરીયે પોતાને ઘેર આવ્યો. માતાપિતા પણ નવી પરણેતર વસુદત્તાને જોઈને ઘણો આનંદ પામ્યાં. III પગે લાગતી વસુદત્તાને માતાપિતાએ આશીર્વાદ આપ્યા. સુખે સંસાર ચાલે છે. વૈભવ ઘણો...વિલાસમાં કચાશ ન હોય. સંસારનાં સુખ ભોગવતાં દંપતીને બે પુત્રની પ્રાપ્તિ થઈ અને ત્રીજો ગર્ભ પણ રહ્યો. ગર્ભનું પોષણ સુખરૂપ કરતાં વસુદત્તા સમય પસાર કરે છે. વેપારને કારણે ધનદેવને તે અરસામાં પરદેશ જવાનું થયું. વિરહી વસુદત્તાને માતપિતા યાદ આવ્યાં. મળવા જવાનું મન થયું. કેમ જવું ? કેવી રીતે જવું ? વિચારતી વસુદત્તા વિલખી થઈ ગઈ છે. ૪
હવે આ સમય દરમ્યાન નગરની બહાર કોઈ સાર્થવાહ પોતાના સાથે સાથે ઊતર્યો છે અને તે સાથે ઉજ્જૈણી નગરીયે જાય છે. આ વાત વસુદત્તાના સાંભળવામાં આવી. માતપિતાને મળવાની ઉત્કંઠાથી વસુદત્તા પિયર જવા તૈયાર થઈ. સાથેની સાથે ઉજ્જૈણી જવા માટે ઉત્સુક વસુદત્તાને, તે વખતે સાસુ-સસરાએ રોકી. વહુબેટા ! આપણે અજાણ્યા સાથે સાથે જવું યોગ્ય નથી. પુત્રી ! તારા ઘરવાળા પરદેશ ને તું આમ એકલી ક્યાં જઈશ ? માર્ગમાં એકલી પડીશ તો તું ભય પામીશ. અમારો દીકરો ઘેર આવે. પછી તેને લઈને તું ઉજ્જૈણી જાય, તે તારા માટે હિતાવહ છે. પણ હમણાં તો અહીં રહેવું એ જ યોગ્ય છે. IIII વળતું વસુદત્તા કહે છે “સસરાજી ! મારો પતિ ક્યારે આવશે ? આવીને શું ક૨શે ! અત્યારે મને તો મારા માતાપિતાને મળવાની ઘણી ભાવના થઈ છે. વળી સાર્થ પણ ઉજેણી જાય છે.” આમ કહીને બંને પુત્રને સાથે લઈને આપમતિલી વસુદત્તા સાર્થમાં જવા માટે નીકળી ગઈ. સાસુ સસરાએ ઘણી સમજાવી, ન માની તે ન જ માની. નગર બહાર આવી. જોયું તો સાર્થ નીકળી ગયો હતો. પૂછતાં ખબર પડી કે ચાર કોશ દૂર સાર્થ પહોંચી ગયો છે.
સારાસારનો વિચાર પણ કરતી નથી. માની લીધું કે ઉતાવળી ચાલીને સાથે સાથે ભેગી થઈ જઈશ. એ વિચારે તેણે ચાલવા માંડ્યું. આગળ જતાં બે માર્ગ આવ્યા. ઉજ્જૈણીનો માર્ગ મૂકીને બીજા માર્ગે ઉજ્જડ માર્ગે ચાલી નીકળી અને ભૂલી પડી. ॥૬॥ ભૂલી પડેલી વસુદત્તા મુખ્ય માર્ગને મૂકીને અવળા માર્ગે ચાલવા લાગી. પરદેશ ગયેલ તેનો પતિ ધનદેવ તે જ દિવસે ઘેર આવ્યો. પોતાની પત્ની તથા બંને પુત્રને ન જોતાં માતાપિતાને પૂછવા લાગ્યો. “સ્ત્રી અને પુત્રો ક્યાં ગયાં ?” માતાએ કહ્યું “બેટા !” તારી વહુ બંને પુત્રોને લઈને આજે સવારે પિયર જવા નીકળી. અમે ઘણું સમજાવી. સર્વ વાતે સમજાવી. રાતે ન જવા દીધી. સાથે અજાણ્યો. બેટા વહુ અજાણ્યા સાથે ન જવાય. મારો દીકરો આવે ત્યારે તમે બધા સાથે જજો. હઠીલીએ હઠ લીધી. મને મારા માતા-પિતા યાદ આવ્યા છે. સાર્થની સાથે જવાની. અમારું ન માનતાં તે આજે સવારે ઉજ્જૈણી જવા બંને પુત્રો સાથે નીકળી ગઈ છે. સાર્થ તો વહેલાં નીકળી ગયો હશે. તે તો સવારે નીકળી. જ્ઞાની જાણે કે સાર્થ ભેગી થઈ હશે કે નહીં. ||૭|| માતાની વાત સાંભળી ધનદેવ તરત જ તેની પાછળ ઉજ્જૈણી નગરીની વાટે જવા નીકળ્યો. મનમાં