________________
ખંડ - ૪ : ઢાળ - ૬
અશરણ દીન અનાથ સા, તરસી ભુખી કંગાલ રે. એહવે ભાગ્ય ઉદય થકી, આવી ઉત૨ીયો વિશાલ રે, સાથ સરોવરપાળ રે જાયે ઉજ્જૈણીયે હાલ રે, જોતાં તૃણ કઠ હાર રે; સા તરૂ બાંધી નિહાલ રે,
૨૫૦
છોડી લાવ્યા દયાલ રે...આપ..।।૧૮। સારથવાહને સોંપતાં, સ્વસ્થ થઈ તેણી વાર રે, પૂછી વાત ધીરજ દીએ, કહે નવિ બીકે લગાર રે; તુઝ બાંધવ ઘરબાર રે, તેહવું મુઝ ઘર ધાર રે; રહે સુણી વસુદત્તા નાર રે, સાર્થવાહ કરે સાર રે...આપ.. ।।૧૯। નામે સુવ્રતા સાધવી, બહુચેલી પરિવાર રે,
જીવિત સ્વામીને વાંદવા, સાથમેં કરત વિહાર રે, થઈ સ સંગતિ સાર રે; સુણી નવ તત્ત્વ વિચાર રે, લહી સંસાર અસાર રે; સાર્થેશ આણા ધાર રે,
લીધો સંજમભાર ..આપ..૫૨૦ા ગુરૂણી સાથે ઉજેણીએ, મળીયાં મા તાત ભાય રે, વિતક વીત્યા તે સવિ કહ્યા, સયણાં સમક્તિ પાય રે, દુગુણો સંવેગ થાય રે, તપ કરતી નિર્માય રે, અંત્યે સ્વર્ગે સધાય રે, શ્રી જિન ધર્મ પસાય રે...આપ..॥૨૧॥
ચોથે ખંડે એ કહી, છઠ્ઠી શ્રી શુભવીરની વાણીયે, ધરજો શીખ ૨સાલ રે, ઠંડી કર્મ જંજાલ રે, લહો
ઢલકતી ઢાળ રે, અમૃતની પરનાલ રે, આપમતિપણું ટાલ રે,
શિવસુખ ઉજમાલ રે...આપ..॥૨૨॥ સ્વચ્છંદી વસુદત્તા કથા ઃ- ઘણાં વર્ષ પહેલાંની આ વાત છે. ઉજ્જૈણી નામની નગરી છે. આ નગરીમાં વસુમિત્ર નામનો ધનાઢ્ય પુરોહિત રહેતો હતો. ધનશ્રી નામે પ્રિય સ્ત્રી હતી. બંનેનો સંસાર સુખમાં હતો. આનંદથી દિવસો જાય છે. સંસાર ભોગવતાં બંને થકી એક પુત્ર-એક પુત્રીની પ્રાપ્તિ થઈ. પુત્રનું નામ ધનવસુ અને પુત્રીનું નામ વસુદત્તા હતું. પુત્રી તો જાણે રંભાનો અવતાર હતી. નાગકન્યા તો વસુદત્તાનું રૂપ જોઈને પોતાનું રૂપ ઝાંખુ લાગતાં પાતાળે પેસી ગઈ. તે હજુ સુધી બહાર નીકળી જ નથી. તેવી તે વસુદત્તા રૂપાળી હતી. ॥૧॥ આપમતિલા પોતાની મતિએ જ ચાલનારા હોય છે. લગભગ વિપરીત ચાલે ચાલનારા હોય છે. ધારો કે અવળા માર્ગે જતો હોય, સજ્જન કોઈ રોકે તો (વારે) પાછાં ફરતા નથી. વળતા નથી. ચંદ્રના પરિવા૨માં ગણાતા ગ્રહોમાં રાહુ ગ્રહ પોતાના માથાનો ભાર મૂકીને અવળો ચાલે છે અને ચંદ્રને આડો આવીને તેની ઉપર અપકાર કરતો જ ફર્યા