________________
૨૫૬
ધમિલકુમાર રાસ
તે પણ તીરે ઠવાય રે, બીજો લેવાને જાય રે;
લેઈ જલ ઉતરાય રે...આપ...૧૧ વિચમાં શીલાતલ ખસી પડી, હાથ વછૂટો તે બાળ રે; જળવેગે દોય વહી ગયાં, પામ્યો નંદન કાળી રે, જળ પડી માત નિહાલ રે, કાંઠે જે ઠવ્યો બાળ રે; નેહે નદીય વિચાલ રે, પડીયો દેઈ તે ફાળ રે;
મરણ લહ્યો તતકાળ રે...આપ...૧૨ જલ વેહેતો તરૂ એક લહી, વળગી જીવિત આશ રે, દોય ઘડીએ તટ ઉતરી, બેઠી થઈ નિરાશ રે; ઉઠી ગઈ વનવાસ રે, ઝાલી તસ્કરે તાસ રે; સિંહગુહપાલ છે પાસ રે, લેઈ ગયા ભર આસ રે, આપ../૧૩ કાલદંડ સેનાપતિ, ભેટ કરી સજી વેષ રે, પટ્ટરાણી કરી થાપતો, દેખી રૂપ વિશેષ રે, બીજી રાણી અશેષ રે, મુખ નવિ જુએ નરેસ રે, કરતી તે ક્લેશ રે, ચિતે છિદ્ર લહેશ રે, તો સવિ કાજ કરેશ રે.આપ...૧૪ વરસાંતર એક સુત થયો, વસુદત્તા સમ રૂ૫ રે, તવ નૃપને કહે રાણીયો, તમે પડીયા રૂપ કૂપ રે, તેણે અમે કહીયે શું ભૂપ રે, દેખો પુત્ર સરૂ૫ રે, ભોગવે પરનર ગૂ૫ રે; નરસમ હોએ સુતરૂ૫ રે,
પૂજો પ્રિય કરી ધૂપ રે..આપ.../પા કાહાડી ખડ્રગ ધરી આગલે, સુત આ તિમ પરખાય રે, નિજ સુત મુખ શ્યામ ઉજળું, બાલ તેજ ન ખમાય રે, નયન અધર કર પાય રે; તપનોદય કયું ઝગાય રે, નિજ તનુ દેખે વિચ્છાય રે, કોપ્યો દુષ્ટ તે રાય રે,
પુત્ર હણ્યો દેઈ ધાય રે...આપ.../૧ell. વસુદત્તા શિર મૂડીને મારી નેત્ર પ્રહાર રે, ભિલ્લ સુભટને આપી કહે, બાંધે તરૂ પુર બાર રે, દેખો લોક હજાર રે તેણે જઈ બાંધી તે નાર રે, પંથે તરૂમૂલ શાલ રે, પાસે કંટક ધાર રે,
પાપને ઉદય વિચાર રે...આપ.ll૧ળા