________________
ખંડ - ૧ : ઢાળ - ૧૧
૪૯
હે નાથ ! મારું મરણ અને જીવન તારા હાથમાં છે. તારો સાથ છોડી શકું તેમ નથી. કુંવર પણ તેણીની સ્નેહભરી વાણી અને સૌંદર્ય જોઈને મોહિત થયો. ૧૯લા તેણીની વાત સાંભળી કુંવર કહેવા લાગ્યો. હે સુવદને ! જેવી તું મને ચાહે છે તેવો હું તને પણ ચાહું છું. હૈયું જ હૈયાની સાક્ષી પૂરે છે. પ્રિયમંજરી ! આજથી તું મારી પ્રાણપ્રિયા છે. પણ હમણાં હું પરદેશમાં છું. તને ક્યાં રાખું ? માટે તારે તારા પિતાના ઘેર રહેવું ને સ્નેહ સાચવવો. /૨૦માં
જયારે અમે અમારા દેશ જઇશું, ત્યારે તને તેડી જઇશું. અને તને પટ્ટરાણીપદ આપીશ. આ મારું વચન તું સત્ય માન. //રા
કુમારે આપેલું વચન :- વ્હાલાનું વચન સાંભળીને મંજરીએ તે બગીચાનાં ફૂલ લઈને માળા ગૂંથી. “હે પ્રાણેશ! આપણા પ્રેમની નિશાની રૂપ આ પુષ્પની માળા (વરમાળ) આપને પહેરાવું છું.” એમ કહીને માળા પહેરાવી. અને પુષ્પોથી (છૂટાં ફૂલો) વધાવ્યા. આંખો નૃત્ય કરવા લાગી. મુખ હર્ષિત થયું. હૈયું હર્ષથી ઉભરાયું. કંચૂક ફાટફાટ થવા લાગ્યો. સ્નેહભીનાં હૃદય એકબીજા તરફ આકર્ષાયાં. અથડાયાં મળ્યાં. મિલન પછી આનંદ અવર્ણનીય હતો. ૨રા હાથમાં હાથ લઈ વચન આપી સુંદરી પોતાના ઘેર ગઈ. કુંવર ગુરુઘરે ગયો. ત્યાર પછી હંમેશાં બંનેની નજરોનો મેળો થાય છે એટલે બંને જણાં લગભગ મળે છે. ૨૩
અમૃતવેલડી સરખી, ધમ્મિલકુમારના રાસની આ દશમી ઢાળ કહી. સ્વાતિ નક્ષત્રનું નીર (પાણી) સાપના મુખમાં અને છીપમાં બંનેમાં પડે છે. એવી રીતે શેરડીરસ સરખાં વીરવચનો જાણવાં. અર્થાત્ મિથ્યાત્વી અને સમ્યકત્વી બંને આ વચનોને ગ્રહણ કરે છે. મિથ્યાત્વી શૃંગારરસ અને સમ્યકત્વી વૈરાગ્યને ગ્રહણ કરે છે. (સાપના મુખમાં પડેલા પાણીથી ઝેર નીપજે. છીપમાં પડેલા પાણીનું બિંદુ મોતી રૂપે પ્રગટ થાય છે. ૨૪
પ્રથમ ખંડની ઢાળ : ૧૦ પૂર્ણ
-- દોહા :એક દિન વનક્રીડા કરી, અશ્વારૂઢ કુમાર; નયરીમાં જબ આવીયો, તવ દેવાણા દ્વાર. ૧. કોલાહલ દીઠો બહુ, પુરજન ભરીયા શોક; મેડીમાલ તરૂવર ચઢે; નરનારીના થોક મેરા જનસંમર્દનથી પડે, કેઈ પંથે ભયભ્રાંત; પિહિરદ્વાર ઘર હાટમાં, પેઠ વણિક મહંત. Hall સુભટ ઘણાં ભાલા ધયાં, ખગ મુશલ કરજોડ; પગભાંગે મુખ ઘેરજે, કરતા દોડાદોડ. Iકા ચહુટે જોતો તે ગયો, વિસ્મય ચિત્તકુમાર; ઉંચે ઘરનર ગોખડે, પૂછે તાસ વિચાર. /પા