________________
૪૮
ધર્મિલકુમાર રાસ હૃદયમાં કંઈક ઊર્મિઓ ઉછાળી રહ્યું છે. કુંવર બોલ્યો - હે સુંદરી ! મારું આ હૃદય તડપી રહ્યું છે. પણ (આ બાળા કુંવારી છે કે પરણેલી? કુંવર વેધક દૃષ્ટિએ જોઈ રહ્યો છે) અધૂર વાક્ય સાંભળી કન્યા બોલી. હે વાલેશ્વર ! હવે જ મારું દુઃખ કહું છું. અહીં એક શેઠ રહે છે તેમને યમરાજા સરખી દષ્ટિવાળો એક પુત્ર છે. Iી.
તેની સાથે થોડા દિવસ પહેલાં માતાપિતા અને સગાસંબંધીઓએ મળીને મારો વિવાહ કર્યો. કુવૈદ્ય કડવો ક્વાથ મોકલે પણ રૂચે નહી, તેવી રીતે મારો અને તેનો મેળ મળ્યો નહિ. કર્મરાજાએ ખરેખરી મને દુઃખી કરી નાંખી. IIણા કુષ્ઠરોગી, મૂર્ખ, પરમાધામી જેવા સ્વભાવવાળો, ભૂંડ જેવું રૂપ અને બુદ્ધિનો (જાણે)બળદિયો! ગાડે જોડાયેલ બળદ પણ સારો. કે જે નેળિયું (ટૂંકો રસ્તો, નેરીયું) જે પ્રમાણે જતું હોય તે પ્રમાણે ચાલે, જ્યારે આ મૂર્ખને તો કંઈ ગતાગમ જ નહિ. આવાની સાથે ચોરીની અંદર, ચિત્તની સાક્ષી વિના (મન વિના) પરણી. પરણી તો ખરી. પણ હાથેય બાળ્યા ને હૈયું પણ બાળ્યું. Iટા
હૃદયથી હું ઘણી ખિન્ન થઈ. જ્યારે અમે અમારા (રાત) મહેલમાં (વાસ-ભુવનમાં) મળ્યાં, તો તે બે હાથ જોડીને મારી સામે ઊભો રહ્યો. એના મૂરખપણાની ઓળખાણ આપી. જાણે મારાથી બીતો ન હોય તેમ પોતાના પિતાના આવાસમાં જતો રહ્યો. હું પણ મારા માતાને ઘેર ગઈ. લો કૃપણનાં હાથમાં આવેલી લક્ષ્મી શું કામની ? મંદ બુદ્ધિવાળાં ઉપર પ્રસન્ન થઈને સરસ્વતી શું કરે ? એવી રીતે ચતુર નારીને મૂર્ખ પતિ કરતાં મરણગતિ સુખ આપનારી છે. એમ હું વિચારતી. ./૧૦ના
આમ પિતાના ઘરે વસતાં ઘણા દિવસો વહી ગયા. ઓ પ્યારા ! મહેલમાં ઊભા ઊભા અચાનક આજે તમારાં દર્શન થયાં. જેમ ચંદ્રમાના દર્શને ચકોરીનું હૈયું હરખાય તેમ તમારાં દર્શને હું બહાવરી બની છું. /૧૧il હવે આ ભવમાં તમે જ મારા ભરથાર છો. આપ ચતુરનાં ચરણે તો મારું ચિત્ત ચોંટી ગયું છે. તું તો મારા હૈડાનો હાર ! જ્યારથી જોયો ત્યારથી જ દિલમાં વસી ગયો છે. ||૧૨ા.
હે ગુણિયલ ! તારો સ્નેહ કાચા કેરના કાંટાની જેમ હૈયામાં ભોંકાયો છે. તેને દૂર કરી મને શાંતિ આપો. હે ધવંતરી ! કામરૂપી સર્પના ડંશથી હું ડંશાઈ છું. આજ સુધી તે ઝેર ઉતારનાર કોઈ મળ્યો નથી. /૧૩l હે શરણાગત ! પ્રતિપાલ ! હું તારે શરણે આવી છું. તમારા જેવા જાંગુલી (ગારૂડી) મંત્રના જાણકાર વગર એ ઝેર, એ કાંટો, એ તાપ કોણ દૂર કરે ? હે ગુણવંત ! મારો એ અલ્પદોષ (લગ્ન કર્યાનો) ન જોશો. રોગથી ભરેલી દુર્ગધ મારતી આંગળી કંઈ અળગી કરાતી નથી. ૧૪ો.
કપટી-કલંકી, મિત્ર અવસાને (સૂર્ય અસ્ત થતાં) હાજર થાય છે. (ઉદય પામે છે) એવો દોષની ખાણ સરખો (દોષાકાર) ચંદ્ર પણ શિવજીના મસ્તક ઉપર રહીને તેમને વલ્લભ ન થયો ? (અર્થાત્ થયો) I૧પા મહાદેવે તેનો દોષ ન જોયો. શરણે આવેલાંનો તિરસ્કાર ન કર્યો. ઉત્તમ પુરુષો દોષ જોતા નથી. તે તો ગુણને જ ગ્રહણ કરે છે. તમારે પણ તેમ કરવું. આકૃતિએ રાજકુમાર સમાન જાણીને, મેં તમને મારા નાથ બનાવ્યા છે. ૧૬
ક્ષત્રિયો શરણે આવેલાંનો પ્રાણાન્ત પણ ત્યાગ કરતા નથી. તેમ છતાં જો મારી પ્રાર્થનાનો ભંગ કરશો તો આપઘાત કરીને હું આજ રાતમાં જ મરી જઈશ અને આ અસહ્ય દુઃખથી મુક્ત થઈશ. /૧૭ના હે કામણગારા ! તારા નેહભર્યા નયણે મારી ઉપર કામણ કર્યું છે તેને એક પળ પણ હવે હું છોડી શકું તેમ નથી. મારા ચિત્તની સાંકળે તું બંધાઈ ગયો છે.