________________
ખંડ - ૧: ઢાળ - ૧૦
૪૭
- ચિત્તહર! મહાદેવ ના જુએ દોષ, આશ્રિતને નવિ પરિહર્યો; ચિત્તહર ! આકૃતિ રાજકુમાર, ઓલખીને મેં આદર્યો. ૧૯ll ચિત્તહર ! શરણાગત કરે દૂર, નહીં કોઈ ક્ષત્રી જાતમાં; ચિત્તહર ! પ્રાર્થના કરશો ભંગ, તો મરશું આજ રાતમાં. ./૧૭ી. ચિત્તહર ! કામણગારે નેહ, નયણે મુજ કામણ કર્યો; ચિત્તહર ! પલક ન છોડ્યો જાય, ચિત્ત સાંકલીએ સાંકલ્યો.૧૮ - ચિત્તહર ! મરણ જીવન નાથ હાથ, સાથ ન છોડું તુમ તણો, ચિત્તહર! મોહ્યો કુમર સુણી વાત, દેખી રૂપ અતિ ઘણો. ૧૯તા ચિત્તહર ! મોહનાં લાગ્યાં બાણ, પ્રાણ સમાણીને એમ કહે; ચિત્તહર ! હું રે વસે પરદેશ, ક્લેશ કરણ તું કિંતા રહે. ll૨૦ના ચિત્તહર ! જઈશું અમે નિજ દેશ, તે દિન તુજ તેડું કરું; ચિત્તહર ! પટ્ટરાણી પદ તુજ, સાચું વચન એ મારું. ૨૧ ચિત્તહર ! વાલ્વમ સુણી રે વચન, માલતી કુસુમેં વધાવતી; ચિત્તહર ! વિકસિત નયનવદન કંચૂક છાતી ન માવતી. ૨૨ા. ચિત્તહર ! હાથમાં લઈ કરકોલ, મુદિત થઈ ગઈ નિજ ઘરે; ચિત્તહર ! કુંઅર ગયો ગુરુગેહ, નજર મેલાવા નિત્ય કરે. ૨all ચિત્તહર ! ધમ્મિલ રાસે ઢાલ એહ, દશમી અમીરસ વેલડી;
ચિત્તહર ! અહીં છીપ સ્વાતિનીર વીર વચન રસ શેલડી. ર૪ો હે મારા ચિત્તડાના ચોર ! તું તો મારા માથાનો મુગટ છે. મનની સાક્ષીએ હું તને વરી ચૂકી છું. મહેલના ઝરૂખા (ઉપરથી) તમારું દર્શન થયું અને સ્નેહદોરીથી ખેંચાઇને મારા કંતની સમીપ હું ઊતરી આવી છું. //લા મારું મન મુંઝાઈ ગયું છે. પણ મારાં પિયુડે પ્રેમ ધરીને પૂછ્યું છે, તો મારા વ્હાલાની આગળ સઘળી વાત જરૂર કહીશ. મારા હૈયાના હાર ! તમને વાત કરતાં મારાં હૈયામાં મારાં સઘળાં દુઃખ ઉલ્લસી આવ્યાં છે. //રા - શેરડીના રસની સુગંધ જેમ છાની ન રહે તેમ બે હૈયાની વચ્ચેની પ્રીતનો પડદો ક્યાંથી રહે ! ઓ મારા વ્હાલા ! સઘળી વાત કહું છું તે સાંભળો. /all આજ નગરીમાં (કાશી-વારાણસીમાં) બંધુદત્ત નામે ધુરંધર શેઠ વસે છે અને સામે જો દેવવિમાનને પણ હસવું આવે તેવો તેનો મહેલ છે. જો
હંમેશાં જેને લક્ષ્મી પગમાં પડેલી છે. તેવી લક્ષ્મીવતી તેની પ્રિયા અને મારી માતા છે. તેમની હું મદનમંજરી નામે દીકરી છું. વિધાતાએ મને સૌંદર્યવાન ઘડી છે. આપણી પિતાનું વાત્સલ્ય અને ગુરુના યોગને પામીને, સ્ત્રીઓની જે ચૌસઠ કળા છે તેમાં પ્રવીણ થઈ છું. હે પ્રાણેશ્વર ! આ એકાંત યૌવન