________________
४७
ધર્મિલકુમાર રાસ
ચિત્તહર ! આવી હું કંત હજુર, પિઉડે પ્રેમ ધરી પૂછીયું; ચિત્તહર ! વ્હાલાની આગલ વાત; કહેતાં સવિ દુઃખ ઉલસિયું. ॥૨॥ ચિત્તહર ! પ્રીત પટંતર દોય, ન ૨હે ઇક્ષુતણી પરે; ચિત્તહર ! મૂલ થકી અધિકાર, વિવરી કહું પિયુ આગલે Ill ચિત્તહર ! બંધુદત્ત મુજ તાત, શેઠ ધુરંધર ઇહાં વસે; ચિત્તહર ! સન્મુખ એ પ્રાસાદ, દેવવિમાનને પણ હસે. II૪ ચિત્તહર ! લક્ષ્મીવતી મુજ માત, લક્ષ્મી ઘરે પાએ પડી; ચિત્તહર ! મદનમંજરી મુજ નામ, ધાતે રૂપવતી ઘડી. IIપ ચિત્તહર ! પિતૃવચ્છલ ગુરુ જોગ, ચતુરકલા ચોસઠ ભણી; ચિત્તહર ! ઇહાં એક શેઠનો બાલ, કાલવ્યાલસમદંગ ફણી. ॥૬॥ ચિત્તહર ! વિવાહ સાજન સાથ, કાથ કુવૈદ્યે મેલીયો; ચિત્તહર ! કરમેં વિડંબી મુજ, કુષ્ઠરોગ પશુ હેલિઓ. III ચિત્તહર ! નારક સૂકરરૂપ વહેલ વલે લહી નાલીયું; ચિત્તહર ! ચોરીએ વિણ ચિત્ત સાખ, હાથ બાલ્યા ને હૈયું બાલિયું. ॥૮॥ ચિત્તહર ! વાસ ભુવન કરોડ, ઊભો મૂર્ખ ઓલગ કરે; ચિત્તહર ! બીહિનો ગયો પિતૃગૃહ, હું રે ગઈ માતા ઘરે. ॥ા ચિત્તહર ! લક્ષ્મી કૃપણને હાથ, મંદમતિ પુરભારતી, ચિત્તહર ! ચતુર નારી પતિ મૂર્ખ, એથી મરણગતિ સુખવતી ।।૧૦। ચિત્તહર ! તેણે વસતાં પિતૃગૃહ, વીત્યા દિન કેતા સમા; ચિત્તહર ! તુમ દરશને હું આજ, ચમકી ચકોરી ચંદ્રમા. ॥૧૧॥ ચિત્તહર ! આ ભવ તું ભરતાર, ચતુર ચરણ ચિત્ત ઉલસ્યો; ચિત્તહર ! તું મારા હઇડાનો હાર, દીઠો તિહાંથી દિલ વસ્યો. ।।૧૨। ચિત્તહર ! તુજ ગુણવંત સસસ્નેહ, કાંટો ભાંગો રે કાચા કેરનો; ચિત્તહર ! કામભુજંગ ડશેલ, નહીં કો ઉતારણ ઝેરનો. I॥૧૩॥ ચિત્તહર ! આવી હું શરણે આજ, વાલ્વિમવિણ નહિ જાંગુલી; ચિત્તહર ! રોગ ભરી દુર્ગંધ, અલગી ન થાએ આંગુલી. ।।૧૪। ચિત્તહર ! કપટી કલંકી મિત્ર, અવસાને વિહિતોદયો; ચિત્તહર ! દોષાકર પણ ચંદ્ર, શિવશિર વલ્લભતા થયો. ।।૧૫।।