________________
ખંડ - ૧ : ઢાળ - ૧૦
૪૫
* તું કોણ? કસ્ય સુતાભિધા,? પૂછે કુમાર સવિકાર;
ચંદ્રવદની મદનારા, બોલે વચન રસાલ../૧લી. કુંવરનાં વચનો સાંભળી પવનચંડ પંડિતજી ઘણા જ ખુશી થયા. હર્ષિતવદન (હસતે મુખે) પંડિતજી કુમારને પોતાના ઘરે બહુમાનપૂર્વક લઈ ગયા. (તેડી ગયા) I/II કુમારને સ્નાન-પાન-ભોજન વગેરે કરાવી, સ્વચ્છ વસ્ત્રો પહેરવા આપ્યાં. આ રીતે આદર સત્કાર કર્યો. પછી કહે છે કે “હે વત્સ ! પિતાના ઘરે રહીને જેવો વિલાસ કરતો હતો તેમ અહીં રહીને તારા પિતાનું ઘર છે એમ માનીને આનંદથી રહેવું.” તે રીતે કુમાર પંડિતજીના ઘરે રહેવા લાગ્યો. રા/
પંડિતજીની કૃપા પોતાના ઉપર ઘણી છે તે આભાર માનતો કુમાર, ગુરુના વચનને પ્રમાણ કરતો ત્યાં રહ્યો અને માતપિતાની માફક ગુરુદેવની સેવા કરવા લાગ્યો. ૩વિનયી કુમાર ગુરુ પાસે શસ્ત્રકળા શાસ્ત્રકળાનો અભ્યાસ કરવા લાગ્યો. પરમકૃપાથી તે કળાનો પારગામી થયો. એક દિવસ તે ગુરુના ગૃહઉદ્યાનમાં રમવા (ફરવા) માટે ગયો છે. ||૪||
મંદ મંદ પવનની લહેરો, ફૂલોની સુગંધ લઈને વહી રહી છે. મનને આનંદ પમાડનાર ફૂલોની સુગંધ ક્યાંથી આવે છે ? તે જોવા માટે દૃષ્ટિ સ્થિર કરી ચારે કોર જોઈ રહ્યો છે. જે દિશાથી લહેરો આવતી હતી તે દિશામાં તે તરફ લક્ષ રાખીને રમતા કુમારે હવામાં બાણ છોડ્યું. અમોઘ બાણ છોડતાં તરત જ કુસુમનો દડો (નાજુક નમણો) છિન્ન ભિન્ન થઈ જમીન ઉપર પડ્યો. કુંવરની નજર તેના ઉપર પડતાં ચમક્યો. અહો ! આ શું ઉત્પાત ! સ્ત્રીના કેશકલાપને શોભે એવો આ તો પુષ્પગુચ્છ છે. III
કુમાર અગડદત્ત અને મદનમંજરીનો મિલાપ અને વાર્તાલાપ :- નક્કી કોઈ સુંદરી નજીકમાં હોવી જોઈએ. પાછળ જુવે છે તેટલામાં તો જાણે અપ્સરાનો તિરસ્કાર કરતી, પોતાના મૃદુ અધરને મંદમંદ સ્કૂરાવતી, વસંતઋતુમાં વનવિહાર કરવાને વનદેવી ન આવી હોય! તેવી નવયૌવના બાળાને જોઈ. શા સાક્ષાત્ શક્તિ જ જાણે સ્ત્રીનું રૂપ કરીને આવી હોય, તેવી તે બાળાને જોઈ કુમાર સ્તબ્ધ થયો અને મોહ પામ્યો. બાળા પણ કામદેવ સરખા કુમારને જોઈ મોહિત થઈ. તેણીએ પોતાના ભૃકુટીરૂપી ધનુષમાંથી શરસંધાન કરીને નેત્રકટાક્ષરૂપી બાણો મૂકવા શરૂ કર્યા. Iટી
અને આંખને નચાવતી કહેવા લાગી કે “હે કુમાર ! તૃણને કાપવા માટે કુહાડાના ઘા ન જોઈએ. જુઓ ! મારો કિંમતી ફૂલનો દડો તમે છિન્ન ભિન્ન કરી નાખ્યો.” તે સાંભળી કુમાર બોલ્યો - “તમારા નયનમાંથી છૂટેલાં કામદેવનાં બાણથી હું વિંધાયેલો જ છું. તેથી મરેલાને હવે વિશેષ ન મારો. લી. હે ચંદ્રમુખી ! તું કોણ છે? કોની પુત્રી છે? તારું નામ શું?” આ પ્રમાણે કુંવર સવિકાર દષ્ટિથી તે રમણીને પૂછતો હતો. તે સાંભળી કામાતુર થયેલી તેણી પણ મીઠાં વચનોથી કહેવા લાગી. /૧૦ગા.
ઢાળ દશમી
(ફતમલની..એ દેશી) ચિત્તહર ! તું મુજ મુકુટ સમાન, મનસાખે હું તુજ વરી; ચિત્તહર ! મહેલથી દર્શન દીઠ, નેહદોરે રે ખેંચી ઉતરી. /૧