________________
ધર્મિલકુમાર રાસ
(નવી પરણેલીને) પુત્ર થયો. મોટો થયો – પરણાવ્યો. પુત્રવધૂ આવી. તેને પણ સંતાનપ્રાપ્તિ થઈ. આ રીતે પૂર્વવત્ પોતાનું હર્યુંભર્યું ઘર વળી પરિવારથી ધમધમી ઊઠ્યું પણ ઉપકારી માતા-પિતા જે ચાલ્યાં ગયાં, તે ફરીવાર મળી શકે તેમ નથી. તેથી શેઠને આખી જિંદગી હૈયામાં માત-પિતાનો વિયોગ સાલ્યા કરે છે. એ જ રીતે હે ભદ્રે ! બધું જ ફરીવાર મળી શકે છે પણ મા-બાપ મળી શકતાં નથી. ।।૧૯।। પાઠક (પંડિતજી)ની વાત સાંભળીને કુમા૨ પ્રણામ કરી કહે છે..ગુરુરાજ ! આજ તમે મને સાચી હિતશિક્ષારૂપ પ્રતિબોધ પમાડ્યો. મારાં ઇચ્છિત કાર્ય સફળ થયાં છે તેમ માનું છું. ૨૦
તાત ! હું તમારી આપેલી શિખામણ માથે ચડાવું છું. પણ મને શાસ્ત્રકળા મેળવવાની ભાવના છે, ભણી ગણીને પછી તાતની સેવા કરવા, તમારી આજ્ઞા લઈને જઈશ. I॥૨૧॥ ધમ્મિલકુમારનાં રાસની આ નવમી ઢાળ કહી. કર્તાકાર શ્રી શુભવીરવિજયે આપેલી શિખામણને હે વિનયી લોકો ! તમે પણ ગ્રહણ કરવા વધુ ઉજમાળ બનો. ।।૨૨।।
૪૪
પ્રથમ ખંડની ઢાળ : ૯ પૂર્ણ -: Elel :
કુંવર વચન સુણી, રીજીયો, પવનચંડ ઉવજ્ઝાય, દૃષ્ટિવદન સદને ગયો, તેડી કરી સુપસાય. ॥૧॥ સ્નાન અશન વસનાદિકે, કરતો તસ મનોહાર; કહે પિતુ ઘર સમ મુઝ ઘરે, વિલસો શ્રિય દિલધાર,. ॥૨॥ કુંવર તિહાં રહેતો થકો, કરી ગુરૂવચન પ્રમાણ; આરાધે નિત્ય વિનયથી, માતપિતા સમ જાણ. ॥૩॥ શાસ્ત્ર ને શસ્રકલા તણો, પામી સુગુરૂ પસાય; પાર લહી ગૃહ ઉપવને, એક દિન રમવા જાય. ॥૪॥ કુસુમ સુગંધ પવન લહી, રહી સ્થિર દૃષ્ટિનિશાન; બાણાવલી બાણે કરી, વેધે તાણી કબાન. ॥૫॥ એણે સમે કુસુમ દડો પડ્યો, પૂંઠે લાગ્યો ઘાત; ચક્ષુ લક્ષથી ઓસરી, ચિંતે શ્યો ઉતપાત. ॥૬॥ પૂંઠે દીઠી અછરા, સમ નવદૈવન નાર; શક્તિ વસંતઋતુ વન સુરી, આવી ચિંતે કુમાર. III તવ સા નિર્દય હૃદય તસ, વેધનકૃતચિત્ત લક્ષ; ભ્રધનુમુક્ત શરે કરી, ભેદત નયન કટાક્ષ ॥૮॥ સા કહે સંવૃત્તુ લોચને, તૃણ લવે ન ધર કુઠાર; હું સ્મર માર્ગણે પીડીયો, ઉચિત ન મૃતકને માર. ॥લા