________________
ખંડ - ૩ઃ ઢાળ - ૯
૧૦૧
ગયું? રૂપસેન તો બિચારો અહીં આવતાં રસ્તામાં જ મરી ગયો. ત્યારે અહીં કોણ આવી ગયો ? ગમે તે કોઈ રખડતો હલકી કુળનો ચોર લફંગો કે શઠ આવી ગયો લાગે છે. અંધારામાં મેં તો તેને ઓળખ્યો પણ નહીં. ૩ રે સખી! હવે જોઉં તો ખરી કે ધૂર્ત કે ચોર તો કંઈ લઈ ગયો નથી ને ! અને પોતાની સર્વ વસ્તુ જોવા લાગી. તો પોતાના ગળામાં હાર જ નહોતો. રે ! સખી ! તે ધૂતારો મારો હાર લઈ ગયો. ને વળી રૂપસેન યાદ આવતાં, તે મૃત્યુ પામ્યો તે પણ વાત યાદ આવતાં સુનંદા મોટેથી રુદન કરવા લાગી. //૪ll.
સુનંદા રૂપસેનના શોકમાં, યાદમાં દિવસો વીતાવવા લાગી. અને તેના ઉદરમાં રહેલો ગર્ભ વધવા લાગ્યો. બે માસ થયા. આ જાણીને સખીઓ વ્યાકુળ થઈ. જો રાજાને ખબર પડશે તો ! આપણી શી હાલત થશે? //પી સુનંદા પણ મૂંઝાણી. મૂંઝવણને દૂર કરવા સખીઓને પૂછ્યું. ઉપાય બતાવો. સખીઓએ ઔષધ લાવીને આપ્યું. તે ઉપાય કરતાં સુનંદાનો ગર્ભપાત થઈ ગયો. સૌની મુંઝવણ દૂર થઈ. સમય જતાં સુનંદા પણ હવે વળી સાજી તાજી થઈ ગઈ. રાજાએ પોતાની પુત્રી યૌવનમાં પ્રવેશેલી જોઈને રથપુર નગરીના રાજાની સાથે પરણાવી. | Ell
ઢાળ સાતમી.
| (ચોપાઈની દેશી) પરણી ગૃપ રથપુર લઈ ગયો, રૂપસેન તિહાં પન્નગ થયો, ત્રીજે ભવ નરભવ હારીયો, સુનંદા નજરે ધારીયો. આવા ફણ વિસ્તારી રાગે નડ્યો, ધાઈ સુનંદા કેડે પડ્યો; હાહા કરતાં ૫ આવીયો, લેઈ ખડ્રગ પૂંઠે ધાવીયો. રા. માર્યો અહિ ચોથે ભવ ગયો, તે વનમાંહે વાયસ થયો; એક દિન દંપતી વનમાં ગયાં, રાગરંગરસ રીજે રહ્યાં. ૩ વાયસ તે તરૂ ઉપર ચડ્યો, સુનંદાને રાગે નડડ્યો; કિરણ કટુક શબ્દ તે ભણે; તામ નરેશર બાણે હણે. જો હંસ થયો તે ભવ પાંચમે, હંસ તણા ટોળામાં રમે; રાજા રાણી સરજલ જુએ, હંસ સુનંદા દેખી રૂએ. પી. ઉડી બેઉ પાંખે આફશ્યો, નૃપ સુભટે ખગે કરી હણ્યો; તેહિ જ વન છઠ્ઠો, હરણી ઉદરે હરણો થયો. llll દેખી રાણી રાગે ઠર્યો, ઝુરે ઊભો આંસુ ભર્યો; આહેડી નૃપ બાણે હણી, લીયો શિકાર તે ભક્ષણ હણી. all પાક પચાવી તે અગત, ખાતાં રાણી વખાણે ઘણું; અવધિનાણી મનિ દોય જતાં, તે દેખી મસ્તક ધૂણતા. ૮ પૂછે રાણી મુનિને તિસે, સ્વામી મસ્તક ધૂણે કિસે; સાધુ કહે કારણ છે ઈહાં, આવી સુણો અમો વસીમેં જિહાં. લા