________________
૧૦૨
ધમ્મિલકુમાર રાસ
તિહાં ગયા નૃપ રાણી મલી, મુનિ મુખ્ય વાત સકલ સાંભળી રાગી નરનું માંસ જ ભખો, જ્ઞાન વિના તુમે નવિ ઓળખો. I૧૦ના રાણી કહે રૂપસેન કુમાર, આગળ શો થાશે અવતાર, તવ બોલ્યા જ્ઞાની અણગાર, સાતમે ભવ હાથી અવતાર. ॥૧૧॥ તુઝ ઉપદેશે સમતા વરી, સમકિત પામી વ્રત આદરી; સહસારે સુરસ્વામી જ થશે; નરભવ પામી મુગતે જશે. ૧૨॥ એમ કહી મુનિ ઉપદેશ જ દીયો, સાંભળી દંપત્તી દીક્ષા લીયો; રાજઋષિ ગુરૂ સાથે ગયા, સંયમ પાળી સુખિયા થયા. ॥૧૩॥ ગુરૂણી પાસે સુનંદા ભણે, અરિમિત્ત તૃણ મણિ સરીખા ગણે; લીયે આતાપના તાપે જઈ, અવધિજ્ઞાની સુનંદા થઈ. ॥૧૪॥ રૂપસેન હસ્તી જિહાં ફરે, સુનંદા તિહાં વસતી કરે; એણે અવસર હસ્તીમદ ચડ્યો, કંચનપુર કોર્ટ જઈ અડ્યો. ૧૫/ લોક કોલાહલ કરતા ભમે, સુનંદા આવ્યાં તેણે સમે; રાજા સુભટે ઘણું એ દમ્યો, પણ સાધવી દેખી ઉપશમ્યો. I॥૧૬॥ સાધવી કહે સુણ મત્ત ગમાર, દુઃખના દહાડા તુઝ સંભાર; રાગ વિલુધ્ધો પામ્યો ઘાત, પાતકી તેં કીધા ભવં સાત. ||૧૭ના રૂપસેન (૧) ગર્ભે (૨) ફણિધાર (૩) વાયસ (૪) હંસ (૫) અવતાર - સાતમે ભવ તુમે હાથી થયા, ધર્મ વિના ભવ એળે ગયા. ॥૧૮॥ તે સુણતાં ગજ મૂર્છા લહી, જાતિ સમરણ પામ્યો સહી; લોક વચ્ચે ઉભો રહી રહ્યો, સુનંદાને પાયે પડ્યો. ૧૯લા સમકિતવ્રત ગજ ધ૨તો જિહાં, લોક અચ્છેરૂ દેખે તિહાં; ગુરુણી કહે નૃપને એ ખરો, સાધર્મિગજ સેવા કરો. ૨વા આદર કરી નૃપ તેડી ગયો, નેહ સુનંદાએ સફળ કિયો; સુનંદા આનંદિત થયાં, કેવલ પામી મુક્તે ગયાં. ॥૨૧॥ ખેટ મુનિ કહે રાજકુમાર વૈરાગ્ય રાગ તણી ગતિ ધાર; સુખ માની વિષયે જે રમે, તે ભવનાટક કરતાં ભમે. I॥૨૨॥ માતાપિતા બાંધવ સુત ના૨, સ્વારથિયો સવિ એ સંસાર; આયુ જોવન લખમી મળી, મેઘઘટા ચંચલ વીજળી ॥૨૩॥ બાલપણે મલમૂત્રે ભર્યો શીલી ઓરીએ સંહર્યો; પરણ્યો તો આમય ખય થઈ, જોબનવેળા નિઃફળ ગઈ. I॥૨૪॥