________________
૧૦૦
ધમિલકુમાર રાસ
ઉખેડી ઉખેડી ખાવા લાગ્યો. ભમરો જે કમળમાં હતો તે પણ ભક્ષણ કરી ગયો. ભમર ભાઈ મર્યા. આમ ભ્રમરની મનની મનોકામનાઓ-મનોરથ મનમાં રહ્યાં. ર૭ી દૃષ્ટિરાગની અંદર પડેલા જીવોની હાલત હંમેશાં આવી થાય છે. પરરમણીને સેવવાના સ્વપ્નમાં રાચતો દશ મસ્તકવાળો રાવણ પણ મૃત્યુ પામ્યો. નરકમાં ચાલ્યો ગયો. જ્યારે વ્રત પાલન કરનાર મહાસતી સીતાજી બારમા દેવલોકના અધિપતિ ઇન્દ્ર અય્યતેન્દ્ર થયાં. ભાગ્યવાનો ! ઇન્દ્રિયો ઉપરનો વિજય મહાસુખ આપે છે. Il૨૮
- આ રીતે વિષયના વિનોદ (આનંદ)થી જે સદા દૂર રહે છે. તે જીવો આ ભવે પરભવે ઘણી સુખસંપદાને પામે છે. ત્રીજા ખંડની છઠ્ઠી ઢાળને પૂરી કરતાં શ્રી શુભવીરવિજયજી કહે છે કે હે ભવ્યો ! આ વાત મનમાં ધારણ કરીને શુભવીરવચનરસનું આસ્વાદન કરો. ૨૯
ખંડ - ૩, ઢાળ - ૬ સમાપ્ત
-: દોહા :બીજે દિવસે ગષવા, વસુદત્તના સુત ચાર, ભીંત પડી ઉપડાવતાં, મળીયા લોક હજાર. ૧ મૃતક તિહાં રૂપસેનનું, નીકળ્યું વસ્તુ સહીત, વાત સુનંદા સાંભળી, ચિંતે બન્યું વિપરીત //રા શોક ભરી સખીને કહે, આ શી બની ગઈ વાત; અંધારે નવિ ઓળખ્યો, મળીયો કોઈ કુજાત. Imall વસ્તુ નિહાલત જાણીયો, ધૂર્ત હરી ગયો હાર; * પણ રૂપસેન મરણ સુણી, રૂદન કરે તેણી વાર. ૪ો ' ' તસ શોકે દિન કાઢતાં, ગર્ભ વધીયો દોય માસ; દેખી રાય તણે ભયે, સખીયો પામી ત્રાસ. //પા.
ઔષધે ગર્ભજ પાડીયો, સા થઈ સજ્જિત દેહ;
રાયે રથપુર રાયને, દીધી સુનંદા તેહ. llll. બીજે દિવસે રૂપસેન જોવામાં આવતો નથી. તેથી વસુદેવે તપાસ કરવા પોતાના ચાર દીકરાને (રૂપસેન સહિત પાંચ દીકરા છે) નગરમાં રવાના કર્યા. નગરમાં રૂપસેન શોધવા ચારે કોર ઘૂમી રહ્યા છે. ક્યાંયે જોવામાં ન આવ્યો. પછી નાની ગલીઓમાં શોધવા લાગ્યા. જે ગલીમાં જુના ઘરની ભીંત તૂટી પડી હતી, ત્યાં કાટમાળ માણસો ઉપાડતા હતા. ને ભીંત પડેલીને જોવા માટે ઘણું લોક ભેગુ થયું હતું. રૂપસેનના ભાઈઓ પણ તે જ ગલીમાં ભાઈને શોધવા ત્યાં આવ્યા. ના રૂપસેન તે ભીંત નીચે જ દબાયો હતો. કાટમાળ કાઢતાં જ તેનો મૃતદેહ મળ્યો. જે વસ્તુઓ સુનંદાને આપવા લઈને નીકળ્યો હતો તે વસ્તુઓ સહિત રૂપસેનને, પોતાના ભાઈઓએ ઓળખી લીધો. આ વાત ધીરે ધીરે નગરમાં પ્રસરી ગઈ. આગળપાછળની વાતની કોઈને ખબર જ નથી. આ વાત વહેતી વહેતી સુનંદાના સાંભળવામાં આવી. મુંઝાણી. અરે આ શું થયું?...રે ! કંઈક વિપરીત થઈ ગયું. અંધારે ઉંધું વળી ગયું. //રા
અને એકદમ ખેદ પામી. શોક કરતી સુનંદા સખીઓને કહેવા લાગી. રે ! સખી ! આ શું બની