________________
ખંડ - ૩ : ઢાળ - ૬
૧૯
આ બાજુ રૂપસેનનું શું થયું ? સાંભળજો. રૂપસેન પણ સુનંદામાં પૂરેપૂરો પાગલ થયો છે. ચાર ઘડી રાત વીતી હશે ત્યાં તો રૂપસેનનું ચિત્ત ચગડોળે ચડવા લાગ્યું. શું કરું ? શું લઈને જવું ? વગેરે વગેરેંમાં વિચારતો તેણે સુવર્ણવર્ણનો ઘુઘરીયાળો, કસબીનાડાવાળો જેમાં જુદા જુદા ઘણી જાતના નંગ જડ્યા હોવાથી તે ઝગમગ-ઝગારા મારતો હતો. તેવો ચોયણો લીધો . II૨૨।। વળી કસબી કપડાનો કંચુઓ લીધો. જેમાં તે કસબી કંચુઆની કોરે કોરે હીરા મૂક્યા હોવાથી તે હીરા હસી રહ્યા છે. મેવા-મીઠાઈ, સુગંધિક જાત-જાતનાં અત્તરો, વળી પાવડર વગેરે સાથે લીધા છે. જુદા જુદા સુગંધી વિલેપન પણ સાથે લઈ જવા એકઠા કર્યાં છે. ઝગમગીયાની જેમ ઝગારા મારતી સુંદર ઓઢણી જે ઓઢણી રાતે સ્ત્રીઓને વધારે ગમતી હોય છે તેવી ઓઢણી, ઝાંઝર-કંદોરો નાકની (નાકે ૫હે૨વાની) નથણી, (વાળી), દામણી - ગળાનો હાર, આદિ ઘણાં મૂલ્યવાળા અલંકારો સાથે લીધા. ॥૨॥
કુંડલ-વેણી-ફૂલના હાર (ગજ૨ા) વગેરે સઘળું હાથમાં લઈને પ્રિયતમાને મળવા ચાલ્યો. રાજમાર્ગ છોડીને રૂપસેન આડીઅવળી ગલીમાં ગયો. જે માર્ગે જતાં પોતાને કોઈ જોઈ ન જાય તે માર્ગે જતા રૂપસેનના હૈયામાં સુનંદાને મળવાના ઘણા મનોરથ છે. II૨૪॥ રૂપસેન અનેક સપનાને સેવતો જઈ રહ્યો છે. તેવામાં તે માર્ગે જતાં જૂના મકાનની ભીંત ઓચિંતા પડી. અને તે ભીંત રૂપસેન ઉપર જ પડી. કોડ ભરેલા હૈયાવાળો રૂપસેન દબાયો અને ત્યાં જ બિચારો મરાયો. મરી ગયો. હે ભાગ્યશાળી ! આ સંસારમાં રાગની વિટંબના તો જુઓ. મૃત્યુ થયું. પણ તેના હૈયામાં ૨મણી પ્રત્યેનો રાગ ગયો નહીં. એવા વિષયરાગના અધ્યવસાયે કરીને તેનો જીવ સુનંદાના ઉદરમાં ગર્ભપણે ઉત્પન્ન થયો. કેમ કે તે જ વખતે સુનંદા રતિક્રિયા માણીને સૂતેલી હતી. ॥૨૫॥
જુઓ ! દૈવની ગતિ કેવી વિપરીત છે. જીવ ધારે શું ? અને થાય શું ? આ ઉપર એક દષ્ટાંત છે. એક કબૂતરનું જોડલું (કબૂતર-કબૂતરી) વૃક્ષ ઉપર આનંદથી સાથે બેઠું છે. તે વૃક્ષ નીચે એક શિકારી બાણ લઈને ઊભો છે. તે જ સમયે બાજપક્ષી ઉપર ઊડી રહ્યું છે. તે વેળાએ કબૂતરી પોતાના કંતને કહે છે કે “હે સ્વામી ! હમણાં આપણે બંને મરવાનાં છીએ. જુઓ ! સ્વામી ! નીચે શિકારી છે. ઉપર બાજપક્ષી છે. આ બાજુ ભિલ્લે (શિકારી) વિચાર્યું કે આ બાજપક્ષી કબૂતરને લઈ જશે. તે પહેલાં હું બાજપક્ષીને બાણથી મારી નાંખું. આ પ્રમાણે વિચારી તે શિકારી તીરને તૈયા૨ ક૨ીને બાજપક્ષીને મારવા, નિશાન તાકીને ઊભો છે. તેવામાં વૃક્ષના બીલમાં રહેલો નાગ બહાર આવ્યો અને શિકારીના પગે ડસ્યો. ડંખ મારતાં જ ભિલ્લના હાથમાંથી તીર છૂટી ગયું. ને પોતે નીચે પડી ગયો. શિકારી મર્યો. તે પણ નાગની ઉ૫૨ જ પડ્યો. નાગ મરાયો. તીર છૂટતાં તે બાજપક્ષીને વાગ્યું. તે પણ નીચે જમીન ઉપર પછડાયો. અને મરાયો. જુઓ દૈવગતિ કેવી વિચિત્ર છે ? જેને મૃત્યુ દેખાતું હતું તે કબૂતર યુગલ બચી ગયું. જીવિત રહ્યું. જે મારવા તૈયાર થયેલા તે જીવો મરાયા. ॥૨॥
ભ્રમર (ભમરા)ની જેમ ચિંતવેલું કંઈ કામ આવતું નથી. એક ભ્રમરો સંધ્યા સમયે કમળ ઉપર બેસીને રસ લઈ રહ્યો છે. ચિત્તની અંદર વિચારે છે કે આજે રાત્રિ અહીં વીતાવવી. જ્યારે સવારે સૂર્યોદય થશે. કુસુમવન (કમળવનનું) નું કમળ ખીલશે ત્યારે ઊડી જઈશ. રાતે રસ પીવામાં મઝા આવે. આ પ્રમાણે વિચારીને કમળના કોશમાંથી રસ ચૂસી રહ્યો છે. રાત થતાં સૂર્યવંશી કમળ સૂર્યઅસ્ત થતાં બીડાઈ ગયું. ભ્રમરભાઈ તો કમળના કોષમાં પૂરાઈ ગયા. પણ રસ પીવાની મસ્તી માણી રહ્યા છે. સવાર થતાં વનનો હાથી સરોવ૨ના પાણી પીવા માટે આવ્યો. જળ પીધું. નજીકના વનમાં હાથી પહોંચ્યો. કમળને
૧૩