________________
૧૬૮
ધમ્મિલકુમાર રાસ
તૈયાર થઈ જા.” ત્યારે સુનંદાએ માતાને કહ્યું. હે માતા ! મને માથું ઘણુ દુઃખે છે. આવવાની ભાવના નથી. અમે ધેર રહીશું. I॥૧૪॥ સુનંદા માથુ દુઃખવાનું બહાનું બતાવી પોતાની સખી સાથે રાજમહેલમાં રહી. પોતાનું ધાર્યુ પાર પડવાને કારણે બંને સખીઓ ઘણા આનંદમાં છે. એમ કરતાં રાત પડી. સુનંદાએ પોતાની પાછળની બારીએથી દોરડાનો છેડો એક બારીએ બાંધ્યો. અને પછી દોરડું નીચે નાખ્યું. દોરડાને નિસરણીની જેમ બનાવીને નાખ્યું છે. બીજી બાજુ તે જ સમયે એક જુગારીઓ ઘણુ ધન હારી જવાથી પોતાને ઘણું દેવું થઈ ગયું હતું. તે દેવું ચૂકવવા માટે તે જુગા૨ી તે રાત્રિએ ચોરી કરવા નગરમાં ફરતો ફરતો આજ મોટી હવેલી નીચે આવ્યો. હવેલી મોટી છે, ઘણું ધન મળશે તેથી આ જ હવેલીમાં ચોરી કરું. તેમ વિચારી ત્યાં જ ફરતો હતો. ॥૧૫॥
હવેલીને ફરતા આંટા મારતા ચોરની નજરમાં લટકતું દોરડું જોવામાં આવ્યું. મનમાં આશ્ચર્ય થયું. દોરડું પકડી હલાવી જોયું. ખેંચ્યું. મજબૂતથી ઉપર બંધાયું છે તે જોયું. મનમાં સમજી ગયો. કોઈકને સંકેતથી બોલાવ્યો લાગે છે. આ દોરડા વાટે હવેલીમાં બોલાવ્યો છે. તો ચોર પોતે જ દોરડા થકી ચડીને હવેલીમાં પહોંચી ગયો. ગોખ પાસે દાસી ઊભી હતી. તે બોલ્યા વિના જ તે ચોરને અંદર લઈ ગઈ. જયારે આ બાજુ સુનંદાએ સ્નાન કર્યું. સુંદર શણગાર સજ્યા. શરીરે ચંદનનું વિલેપન કર્યું. શરીર ઉ૫ર મૂલ્યવાન ઘરેણાંને ધારણ કરવા લાગી છે. ।।૧૬। તે સમયે વનમાં ગયેલી રાણી યશોમતીએ રાજકુંવરીની ખબર કાઢવા પોતાની દાસીને નગરમાં પોતાના મહેલે જોવા માટે મોકલી. અંદર રહેલી સુનંદાની દાસીએ (ઘણી હોંશિયાર હતી) રૂમનો દીપક બુઝાવી દીધો અને આવેલી દાસીને હસીને કહેવા લાગી. “હમણાં જ બેનબાની વેદના ટળી છે અને સુખશાંતિથી સૂતાં છે. ક્ષણ નિદ્રા આવી ગઈ છે. રાણીબાને કહેજો ચિંતા ન કરે. ।।૧૭ના
દાસી રવાના થઈ. જે સમાચાર સાંભળીને આવેલી તે સમાચાર રાણીને કહ્યા. હવે અહીં સુનંદા તૈયાર થઈ. ઘુંઘટ તાણીને શણગારેલા ઓરડામાં ગઈ. ફૂલની શય્યા બનાવી હતી. દીપક બુઝાવી દેવાથી અંધારું તો હતું. ત્યાં રહેલા જુગારીને રૂપસેન માનીને બોલી, “હે નાથ ! કેમ આમ દૂર રહ્યા છો ?’’ ॥૧૮॥ વિષયવાસનાથી વ્યાકુળ થયેલી સુનંદાએ જુગારીને ખેંચીને શય્યામાં લીધો. સુખે ભોગ ભોગવવા લાગી. તેની વિરહવેદના શમી. વાસના તૃપ્ત થઈ. સંભોગના શ્રમ થકી સુનંદા મીઠી નિદ્રામાં ગરકાવ થઈ. તે જોઈને જુગારી ત્યાંથી ઊઠ્યો. અને સુનંદાના ગળામાં રહેલો મુક્તાફલનો હાર લઈને રવાના થઈ ગયો. I॥૧૯॥
ઓરડા બહાર રહેલી સખીઓએ જોયું કે બારી થકી આવેલ પરપુરુષ ત્યાંથી રવાના થઈ ગયો લાગે છે. એટલે બારી પાસે એક સખી આવી દોરડાની નિસરણી લઈને અંદર ઠેકાણે મૂકી દીધી. જ્યારે સુનંદા જાગી ત્યારે કહેવા લાગી. કે “સખી ! પ્રીતમ આવ્યા. પણ તેમની સાથે કોઈ વાત કે વિચારણા થઈ જ નહીં. અચાનક માતાની (રાણીબાની) દાસી આવી ગઈ. એના ભયથી જ મારા પ્રીતમ વહેલા વહેલા ચાલ્યા ગયા લાગે છે. II૨૦ના પૂર્ણ પુણ્ય થકી અમારો સંયોગ થયો. અને તે યોગ ક્ષણમાત્ર જ થયો. તે તો અંધારામાં આવ્યા ને મારા અંત૨માં અંધારું કરી મારું ચિત્ત ચોરીને ચાલ્યા ગયા. હવે ફરીથી મળવું પણ અતિ દુર્લભ છે. બીજીવાર મળવું મુશ્કેલ છે. રાણીએ મોકલેલ દુર્ભાગી દાસીએ મારો સારોયે ખેલ બગાડી નાખ્યો રે ! તેને શું કહેવું ? ॥૨૧॥