________________
ખંડ - ૫ : ઢાળ - ૮
૩૫૫ તે પરદેશી પુરુષે જલ્દી જલ્દી ભોજન કરી લીધું. રસોયણબાઈ ઊઠીને ઘરના ઓરડામાં ગઈ. અમૃતનો કુંભ લઈ આવી. તે બાળક ઉપર અમૃતલ છાંટ્યું. એટલે તરત તે ચૂલામાંથી તે બાળક જીવતો થઈ હસતો રમતો બહાર આવ્યો. માતાએ તરત ઊંચકી લીધો. વ્હાલથી ખોળામાં રમાડવા લાગી. પરદેશી પુરુષ આ જોઈને ઘણો આશ્ચર્ય પામ્યો. તે પછી તે બેનને ઘેર પોતે રાત્રિ રોકાયો. ઘરના બધા ગાઢનિદ્રામાં પોઢ્યા. ત્યારે તે પુરુષે મધ્યરાત્રિ થતાં તે અમૃતકુંભ લઈ લીધો. અને ઘર બહાર નીકળી ગયો. લા
સુમતિ કુંવરી સજીવન - હવે તે પરદેશી વરરાજા અમૃતરસનો શીશો લઈને પોતાના ગામે ગજપુરે પહોંચી ગયો. ગામમાં જઈને કન્યાના માતાપિતાને બોલાવીને, તે સ્મશાનમાં સૌને લઈને ગયો. કન્યા જયાં બળી મારી હતી તે જગ્યાની રાખ ઉપર માત-પિતા પરિવાર સઘળાની હાજરીમાં અમૃતરસનું સિંચન કર્યું. જેવો રસ રાખ ઉપર પડ્યો કે તરત જ તે કન્યા અને ભેળો બળેલો એક વરરાજા એમ બંને જીવંત થયા. કન્યા જીવતી જોઈને વળી પેલા ચારેય વરરાજા, તે કન્યા માટે ઝઘડવા લાગ્યાં. કેમ કે તે કન્યા સાથે પરણવું હતું. I/૧૦Iી પહેલાની જેમ ચારેય ઝઘડ્યા. ઘણું વઢતાં જોઈને કન્યાના પિતાએ પંચને બોલાવ્યું. પંચાયતીઓએ ભેગા થઈને ચારેયને બોલાવ્યા. અને કહ્યું કે “અમે જે કહીએ તે તમારે માન્ય કરવાનું રહેશે.” ચારેય જણા સંમત થયા. ચારેયની સહી લીધી. સૌ ત્યાં બેઠા. પંચના મોટાએ ન્યાય તોળ્યો.” કન્યાને સજીવન કરી તે કન્યાનો પિતા કહેવાય. કેમ કે નવો જન્મ આપનાર તે તેનો પિતા થયો. બીજો વર જે સાથે મૃત્યુ (બળી ગયો.) પામ્યો અને સાથે સજીવન થયો તે તેનો સહોદર) ભાઈ કહેવાય. હવે જેણે હાડકાં અસ્થિફૂલ લઈને ગંગામાં પધરાવ્યાં તે તેનો પુત્ર થાય. શ્રદ્ધાંજલિ તો પુત્ર જ આપે. |૧૧ - હવે જે ચોથો વર છે તે નિયમિત પિંડ (ખોરાક) આપીને તેની રક્ષા કરતો હતો. તે તેનો પતિ કહેવાય. કેમ કે હંમેશા પતિદેવ સ્ત્રીનું ભરણપોષણ કરનાર હોય છે. આ ન્યાય સાંભળી ચોથો વર ઘણો આનંદ પામ્યો. ત્રણ વરરાજા પોતપોતાના ઘેર ગયા. ચોથો વરરાજા કુચંદ્ર આ કન્યાને પરણ્યો અને સ્ત્રીને લઈને પોતાના દેશમાં ગયો. પિતાએ પુત્રનો રાજ્યાભિષેક કર્યો. રાજગાદી ઉપર બેસાડ્યો. જયારે સુમતિ સ્ત્રીને પટ્ટરાણી પદે સ્થાપી. હવે એકવાર આ નગરમાં માતંગી (ભંગી કન્યા) આવી. કિંઠ સારો હતો. શેરી શેરીએ જુદા જુદા મહોલ્લાઓમાં ચોરે અને ચૌટે ગીતો ગાતી ફરી રહી હતી. l/૧૨ાા (યોગિણી આ કથા રત્નાવતી કન્યા પાસે કહી રહી છે.) એકવાર તે મારા પતિ (રાજા)ને માતંગી જોવામાં આવી. મધુરકંઠે ગાતી જોઈને મારો પતિ તેની ઉપર મોહિત થયો. લોકોને જાણ થતાં કહેવા લાગ્યા કે “આ તો નીચકુળની કન્યા છે. વર્ષે તો તદન કાળી. કાદવમાંથી તેનું શરીર ઘડાયેલું લાગે છે. રાજાને વળી આનો શો મોહ? તો રાજા કહે. “કસ્તુરી પણ કાળી હોય છે. છતાં સુરભિગંધાદિક હોવાથી તેને ગ્રહણ કરાય છે.” માટે આ કન્યાને ગ્રહણ કરવામાં કોઈ વાંધો (દોષ) નથી. /૧૩
સુમતિનો વૈરાગ્ય :- આ રીતે લોકની સાથે સમાધાન કરતા રાજાએ માતંગી કન્યાને પોતાના મહેલમાં બોલાવી. તે રાત્રિએ માતંગી સાથે રાજાએ ભોગ ભોગવી સુખ માણ્યું. નીચની સાથે રાજાએ ભોગ ભોગવ્યા જાણી સુમતિ પટ્ટરાણીના હૈયામાં વૈરાગ્ય જાગ્યો. રે ! આ સંસારથી સર્યું અને જોગણનો વેશ ધારણ કર્યો. તે જોગણ હું પોતે જ તારી સામે બેઠી છું. જાત્રા કરતાં કરતાં અહીં આવી છું. પણ હે કુંવરી ! હે બાળા ! તું નરષિણી કેમ થઈ ? તે મને કહી સંભળાવીશ? જેથી મને પણ આનંદ , થાય. |૧૪ો.
યોગિણીની સારીયે વાત સાંભળીને કન્યા હસવા લાગી. કહેવા લાગી કે હે સખી ! હું નરષિણી