________________
૩૫૪
ધમિલકુમાર રાસ
તો પૂછે છે બેન ! આ શું કરો છો? પાણી કેમ છાંટો છો? જોગણી કહે છે “જુઠ્ઠા માણસોના પગ આ ભૂમિ ઉપર પડેલા છે. તેથી તે ભૂમિને શુદ્ધ કરીને હું ચાલું છું. વળી યોગિણીના ખભે જડીબુટ્ટી ભરેલી એક ઝોળી રાખી છે. ભગવા વસ્ત્ર ધારણ કરેલાં છે. એક હાથમાં સોનાનો દંડ છે અને બીજા હાથમાં જપમાળા છે જે નગરીની શેરીઓ વટાવી રાજમાર્ગે ચાલી જતી જોગણ ધીમે ધીમે રત્નાવતીના મહેલે પહોંચી. /all
રત્નપતીને ત્યાં યોગિણી - રાજમહેલના ચોકમાં યોગિણીને જોતાં રત્નાવતી કુંવરીએ કુશળતાના સમાચાર પૂછડ્યા. રત્નાવતીને યોગિણી કહે “આ યોગ ધારણ કર્યા પછી તો સદાયે કુશળ છીએ.” તો કુંવરીએ પૂછ્યું. “હે મા ! આપ ક્યાં વસો છો ?” યોગિણી કહે – દીકરી ! અમે તો આતમરામમાં સદાયે રમીએ છીએ. પંખીની જેમ ફરતાં ફરીએ છીએ. “અમારે નથી ગામ કે નથી કોઈ ઠામ.” Hall
કુંવરીએ જાણ્યું કે જોગણ નિઃસંગી લાગે છે તેથી કહ્યું. “મા ! પધારો ! પધારો ! મારે ઘેર પધારો !” યોગિણી રૂપે મંત્રીશ્વરને તો એટલું જોઈતું હતું. રત્નાવતીએ પોતાના ઘરે રાખ્યાં. ઘણી આગતા-સ્વાગતા કરી. મનગમતાં ભોજન આપે છે અને યોગિણી નિરાંતે ભોજન આરોગે છે. સમય જવા લગ્યો. બંને વચ્ચે સખીભાવ સધાયો. બંને વચ્ચે પ્રીતિ જામતી ગઈ. હવે બંને વચ્ચે જરાયે અંતર રહ્યું નથી. એકદા કુંવરી પૂછે છે. રે ! સખી? આ જોગ કયા કારણે લેવાયો? કેમ આ નાની વયે ભગવાં કપડાં પહેર્યા ? ત્યારે તેણી કહે. હે સખી ! અમે આ યોગ કેમ ધારણ કર્યો ? તે તારે સાંભળવો છે. તો મારી વીતક વાત સાંભળ. //૪
યોગિણીની ઓળખાણ :- ગજપુર નામે નગર છે. સૂર્ય નામે તે નગરીનો રાજા છે. હું સુમતિ નામે તે રાજાની રાજકુંવરી છું. જયારે યૌવનઆંગણે હું આવી ઊભી ત્યારે મારા ભાઈ – માતા - પિતા અને મામા એમ ચાર જણા જુદા જુદા ચાર ગામના ચાર મુરતિયા સાથે સગાઈ કરી આવ્યા. એકબીજાને ખબર નહોતી. તે પછી પણ વાત કોઈએ કરી નહીં. લગ્ન લેવાયાં. લગ્નદિવસે ચારે ગામની જાન ચાર વરરાજા લઈ આવ્યા. ખબર પડતાં ચારેયના સુભટો અંદરોઅંદર લડવા લાગ્યા. મને વિચાર આવ્યો. મારા માટે આટલો બધો ક્લેશ ! એમ વિચારી હું તો કાષ્ટમાં પડી બળી મૂઈ. ત્યારે તે ચારેય શાંત થયા. //પી આ ચારમાંથી એકને મારી ઉપર અતિ સ્નેહ હતો. તેથી અતિ સ્નેહે કરીને તે મારી ભેળો બળ્યો. મારા મોહમાં પડેલો બીજો દેશાંતર ચાલ્યો ગયો. એક તો મારા બળી ગયા બાદ મારાં હાડકાં રૂપી ફૂલો લઈને ગંગા નદીમાં પધરાવવા ચાલ્યો ગયો અને ચોથો હતો તે તો ત્યાં જ મારી રાખવી ઢગલી પાસે બેસી રહ્યો. ભોજન સમયે દરરોજ મારી રક્ષા કરતો હોય તે રીતે ભોજનપિડ મારી રાખમાં મૂકે. પછી જમતો. All
હવે બન્યું એવું કે દેશાંતરે જે ગયેલો તે પુરુષે કોઈ એક ગામમાં એક બેનને ઘેર રસોઈ કરાવી. પછી જમવા બેઠો. તે જ વખતે તે બેનનો નાનો બાળક ખૂબ રડવા લાગ્યો. શાંત કરવા ઘણો પ્રયત્ન કર્યો. પણ રોતો બંધ ન થયો. રસોયણ બેન તે બાળક ઉપર કોપે ભરાણી અને રડતાં બાળકને ઊંચકીને પેલો પુરુષ જોતો રહ્યો ને બાઈએ સળગતા ચૂલામાં નાંખો. Ifશા આવું કરુણાજનક દશ્ય જોઈને પેલો તો ભોજન કરતાં ઊઠી ગયો. જમી શકે ખરો? બિચારો ઊભો થઈ ગયો. ત્યારે તે બાઈ કહેવા લાગી કે ભાઈ ! આ સંસારમાં બાળક વિના કોઈ કિંમત નથી. “સંતાન વિના ઘર વાંઝિયું કહેવાય” મારો પુત્ર મને મારા પ્રાણ કરતાં અધિક વહાલો છે. પણ કટાણે કનડે તેથી હમણાં શિક્ષા દીધી છે. તમે તો સુખે ભોજન કરી લ્યો. પછી તે મારો પુત્ર બતાવું. ll૮ll