________________
ખંડ -૫ : ઢાળ - ૮
હરણો હરણી તિહાં રહે રે, લાગી અતિ માયા, હાં હાં રે લા. ખાએ પીએ ઉઠે ફરે રે, જેમ દેહને છાયા, હાં હાં રે જેમ. ઇચ્છાએ સુખલીલમાં રે, જેમ જુગલા કાલે, હાં હાં રે જેમ. તેણે સમે તિહાં સીતાપતિ રે, મુનિ રામ નિહાળે. હાં હાં રે મુ..॥૧૭॥ વૈરભાવ છંડી કરી રે, પશુ પંખી મિલાવે, હાં હાં રે પશુ. દશરથ સુત મુનિ તેહને રે, જિનવાણી સુણાવે, હાં હાં રે જિ. એક દિન કઠિયારો કહે રે, મુનિ ધર્મ સુણાવો, હાં હાં રે મુ. રામ કહે જિનધર્મને સેવ્યે સુખ પાવો હાં હાં રે સે...॥૧૮॥ નિત્ય ન કરો તો દશતિથિ રે, વિરતિ પ્રતિબધ્ધો હાં હાં રે વિ. એમ નિસુણી સદ્ગતિ ભણી રે, તેણે તે વ્રત લીધો, હાં હાં રે તે. મુનિવયણા અમૃત સમા રે, સુણી લીઓ મૃગજુગલે, હાં હાં રે સુ. ચવિહાર ઉપવાસનો રે, નીમ પર્વણી સઘળે. હાં હાં રે ની............॥૧૯॥ મુનિમુખ પરમેષ્ટી સુણી રે, નિત જાપ જપંતાં, હાં હાં રે નિ. રાજકુળ હું અવતરી રે, દોય મરણ ક૨તાં, હાં હાં રે દો. સ૨ખે ૧૨મે સમતિ રે, તેણે તે નૃપ હોઈ, હાં હાં રે તે. પૂર્વ પતિ વિણ આ ભવે રે, નવિ કરવો કોઈ. હાં હાં રે ન...ા૨ા પૂર્ણ શિશ મંડલ વચ્ચે રે, જોઈ હરણ વખાણ્યો, હાં હાં રે જો. જાતિસ્મરણ ઉપનો રે, તેણે પરભવ જાણ્યો, હાં હાં રે તે. વાત સવિ ચિત ગોપવી રે. નવી નર મુખ જોતી, હાં હાં રે ન. લોક કહે નદ્રેષિણી રે, સુણ પુણ્ય પનોતી. હાં હાં રે સુ.....॥૨૧॥ કામદેવ સેવા કરૂ રે, મન ધરી વિશ્વાસો, હાં હાં રે મ. જો તુમ જાણો શાનથી રે, તો વાત પાંચમે ખંડે આઠમી રે, એ ઢાલ શ્રી શુભવીર વચન સુણી રે વ્રત ભાવ ધરીજે. હાં હાં રે વ્રત....॥૨૨॥
પ્રકાશો, હાં હાં રે તો.
કહી
જે, હાં હાં રે એ.
હવે મંત્રીશ્વર વિજયપુર નગરના તે વનને તથા હારબંધ વૃક્ષોને જોતાં આશ્ચર્ય પામ્યા. મંત્રીએ તો ત્યાં જ વિદ્યાને યાદ કરીને રૂપપરાવર્તન કરી જોગણનું રૂપ ધારણ કર્યું ઃ હાથમાં હેમ-સુવર્ણનો દંડ રાખ્યો છે. મસ્તક ઉપર વાંકડી સુંદર મજાનાં ફૂલોની વેણી નાંખી છે. જે ઘણી શોભી રહી છે. એક હાથમાં ઘણી ચૂડીઓ પહેરી છે. ।।૧।।
મંત્રીશ્વર યોગિણીના વેશમાં :- વન-ઉદ્યાન છોડી યોગિણી નગરમાં આવ્યાં. નગરની શેરીએ જ્યાં જ્યાં પગ ઠવે છે ત્યાં પગ ઠવતાં પૂર્વે પાણીને છાંટતી છાંટતી ચાલી રહી છે. લોકો જતાં આવતાં જુએ છે. કોઈક
343