________________
ખંડ - ૪ : ઢાળ - ૮
૨૦૩
રાણી યુવરાજના આસને બેઠી. ધમ્મિલની પત્ની વિમળા ધમિલના આસન ઉપર ગોઠવાઈ ગઈ. એ રીતે સર્વ સ્ત્રીઓ ગોઠવાઈ ગયા બાદ કમળા સહુને રસવતી પીરસવા લાગી. મુખ્ય દાસીઓ પીરસવામાં સહાય કરતી હતી. આ રીતે સઘળી નારીઓ મનગમતી મનમાની રસવતી જમતી હતી અને પરસ્પર પ્રેમને ધારણ કરતી, એકબીજાની હાંસીમજાક કરતાં હતાં અને આમ હસતાં હસતાં રમત કરતાં સૌએ ભોજન કાર્ય પૂર્ણ કર્યું. ૧૧ી ભોજન કર્યા બાદ પાનનાં બીડાં લઈને ખાતાં ખાતાં સર્વ સ્ત્રીઓ લતામંડપમાં આવી. ચાર ઘડી આરામ કર્યા બાદ સર્વ દંપતી જલક્રીડા કરવા માટે સરોવરે આવ્યાં. ૧રો
સરોવરમાં ધમ્મિલ અને વિમળા પણ જલક્રીડા કરતાં હતાં. જાણે રેવા એટલે જમુના નદીમાં હાથીહાથણી પાણી સૂંઢમાં ભરીને જલક્રીડા કરે તેમ કરી રહ્યાં હતાં. તેમની જલક્રીડા વિલક્ષણ લાગતી હતી. સર્વ યુગલો તેમની પ્રશંસા કરતાં હતાં. મનમાં શંકા ધરતા તે તો વિચારમાં જ પડ્યાં. યુવરાજ પણ આ યુગલની જલક્રીડાથી ઘડીક વિચાર કરતો થઈ ગયો. ||૧૩ી સર્વ મિત્રયુગલો ધમ્મિલ વિમળાને જોઈને કહે છે કે ધમ્મિલે પૂર્વભવમાં સુંદર ધર્મ આરાધ્યો હશે. જેથી ઘણું પુણ્ય કરીને અહીં આવ્યો છે. તેના પુણ્ય થકી વિમળા જેવી ચતુર સુજાણ સ્ત્રી સાથે તેનો યોગ. સંબંધ થયો. વળી તેની ધાવમાતાનો પણ પરિશ્રમ સાથે સાથે સફળ થયો. જે જુગલ જોડીનું નિર્માણ પણ વિધાતાએ કેવું કર્યું? I૧૪ - અહા ! મહાદેવ અને ગૌરી, ઇન્દ્ર અને ઇન્દ્રાણી, ચંદ્ર અને રોહિણી, કામદેવ અને રતિપ્રીતિ, કૃષ્ણ અને કમલા-(લક્ષ્મી), બળદેવ અને રેવતી, રામ અને સીતા. તેમ ધમિલ અને વિમલાની જુગતી જોડી પ્રશંસનીય છે. ફુરસદે વિધાતાએ આ બંનેને ઘડ્યાં હશે. //પી સર્વ કોઈ ધમ્મિલ અને વિમળાની પ્રશંસા - કરતાં ધરાતાં નથી. સર્વ જલક્રીડા કરી સરોવરમાંથી બહાર નીકળ્યાં. વળી પાછાં સુંદરવસ્ત્રો ધારણ કરીને માંડવા હેઠે આવ્યાં. જયાં સુંદર હિંડોળા બંધાઈ ચૂક્યા હતા. પોતપોતાની પ્રિયા સાથે પતિ હિંડોળે બેસી ઝૂલી રહ્યા હતા. મધ્યમાં વેશ્યાનો નાટારંભ ચાલુ હતો. તે પણ સૌ જોઈ રહ્યાં હતાં. ૧૬ll - સૌ યુગલોની એક નજર ધમિલ-વિમળાના હિંડોળા તરફ મંડાઈ હતી. જ્યારે બીજી નજર મધ્યમાં ચાલતા નાટારંભમાં હતી. જેમ કે મુનિવર (૬-૭ ગુણસ્થાનક હિંડોળા જેવું છે.) બંને ગુણસ્થાનકમાં રક્ત હોય છે. તે રીતે. ll૧૭થી શંકા-આકાંક્ષા દૂર થતાં શુદ્ધ અને પવિત્ર સમકિતની પ્રાપ્તિ થાય છે. તેમ ધમિલ-વિમળા એક મનવાળા જોઈને, સાથે આનંદ-વિનોદ કરતાં જોઈને યુવરાજ વગેરે મિત્રોની શંકા દૂર થઈ. ૧૮
અભુત નાટક - ગીત - ગાન વગેરે પૂર્ણ થતાં, વિમળાએ મુખ્ય નાટક પાત્રને ૧ લાખ ધન ઇનામમાં આપ્યું. સૂર્ય પણ આ સુંદર જલક્રીડા જોઈને અસ્તાચલે ચાલવા લાગ્યો. મળેલું મોટું ઈનામ જોઈને પાત્ર નાટકની મંડળી, ધમ્મિલ વિમળાના ગુણ ગાતાં ગાતાં પોતાને સ્થાને ગઈ. l/૧૯ો સૂર્યદેવ અસ્તાચલ જઈ રહ્યા હતા. વનક્રીડા કરવા ગયેલી મિત્રોની સવારી પણ નગર ભણી ચાલી. કોઈ ઘોડા ઉપર તો કોઈ રથમાં, એમ પોતપોતાનાં વાહનો લઈને ગામ તરફ આવ્યાં. યુવરાજ અને ધમ્મિલ હાથીની અંબાડીએ બેસીને નગર તરફ ચાલ્યા. ધમ્મિલ રથ લઈને આવ્યો હતો તેમાં કમળા-વિમળા પણ પોતાના સ્થાને ચાલ્યાં. પોતપોતાના ઘેર આનંદથી પહોંચ્યાં. // ૨૦ગા.
ચતુરના મેળાપને જણાવનારી ચોથા ખંડની રસાળ એવી આઠમી ઢાળ શ્રી શુભવીરવિજયજીએ કહી. ધમિલ કુંવરનો હવે વિમળાનો મેળાપ થતાં તે બંને સુંદર અને વિશાળ ભોગોને ભોગવતાં આનંદથી ધાવમાતા સાથે રહ્યાં છે. ૨૧
ખંડ – ૪: ઢાળ - ૮ સમાપ્ત