________________
૨૦૪
ઘમિલકુમાર રાસ
- દોહા :સુખ ભોગવતાં સ્વર્ગનાં, વિમલા ધમ્મિલ સંગ, રતિ સુખ નૃપને લહી ઘણાં, વિકસ્યાં અંગ ઉપાંગ./૧ પ્રેમ ભરે પ્રીતમ પ્રિયા, રમણી ક્ષણભર જાય; દેવદુગંદુકની પરે, સુખમાં કાળ ગમાય. રા. એક દિન રતિસુખ સંધિએ, રિસાણી પિયુ સાથ, ન દીએ બોલ મનાવતાં, તરછોડે વળી હાથ. Ilal તવ હસતાં ધમિલ કહે, ન ઘટે તુઝને એહ, કંકટુક વયણાં કહે, જાણે પ્રમદા નેહ. Ilઝા રમણની સાથે ૨ષણું, ન કરે નિપુણા નાર; નમણી ખમણી બહુણી, સુખ દેવે ભરતાર. //પા વસંતતિલકા એક જગ, નારી ગુણભંડાર, કદીય ન દીઠી રૂષણે, મુઝ રૂઠે ધરે પ્યાર Ill વયણ અપૂરવ સાંભળી, લાગું વળતાં બાણ, સર્વ સહે પણ નારીયો, ન સહે શોક્ય વખાણ શો અધર ડસંતી ક્રોધભર, કેશથી કુસુમ ઉછાળ નાખે દૂર મેખલા, મુદ્રા નેઉર હાર. ૮ * રક્ત અશોક કમલદલે, તુલ્ય ચરણ સુકુમાલ, પાયલે ધર્મિલ હણી, વચન વદે ઈર્ષ્યાલ. લા વસંતતિલકા દિલ વસી, જાઓ વસો તસગેહ, કહે વિમલા તે વલ્લભા, સાચો જાસ સનેહ /૧ી. નારી વચન ઇષ્ય તણાં, સાંભળી હસત વદન,
કંવર ઘરથી નીકળ્યો, રવિ ઉદયે પ્રચ્છન્ન ૧૧૫ વિમળા ધમ્મિલના સંગે અપૂર્વ સ્વર્ગીય સુખો ભોગવે છે. વિમળાના દિલમાં સંપૂર્ણ આનંદ છવાયો હતો. બંને આ રીતે એકમેક બનીને સુખ માણી રહ્યાં હતાં. રતિસુખે સુખી વિમળાનું શરીર ઘણું ઉલ્લસિત હતું. તેનાં સર્વ અંગોપાંગ વિકસવા લાગ્યાં હતાં. ૧|ધમિલે ન ધારેલો એવો અપૂર્વ પ્રેમ વિમળા પાથરતી હતી. સ્નેહસભર પ્રીતમ-પ્રિયાની રાત્રિ અને દિવસ પણ ક્ષણમાત્રમાં ચાલ્યા જાય છે. આ રીતે દોગંદક દેવની જેમ સુખમાં ઘણો કાળ ગયો. //રા
પ્રેમકલહ :- ધમિલ વિચારે છે કે દેવવાણી થઈ હતી તે પુણ્યપ્રભાવ આજે મને પ્રત્યક્ષ દેખાય છે. ગુરુએ દર્શાવેલ તપ અને તે તપનો પ્રભાવ કેવો અચિંત્ય છે? જેથી સર્વત્ર મને વિજય મળે છે. મનસ્વી વિમળાનું દઢ મન પણ ભેદવાનું સામર્થ્ય મને આ તપથી પ્રાપ્ત થયું છે. ઉપકારી ગુરુ દેવને