________________
૩૨૪
ધમિલકુમાર રાસ
આદર દેઈ બહુ માનશું જી, રાયે બેસારીયો પાસ; ભાઈ અમ ભાગ્યે તુમે આવીયા જી, મરૂધરે સુરતરૂ વાસ...ગુણ..ll૧૪ એમ કહી કુમરી દેખાડતાજી, રોગે વિરૂઈ થઈ દેહ, સજજ કરવી નજરે પડીજી, સજજન લક્ષણ એહ...ગુણ../પી. કુંવર કહે ચિંતા દૂરે ગાઈજી, શ્રીજિનધર્મસુપસાય; પુરોહિત તેડી મુહૂરત લીયોજી, તિથિ કરણ શુદ્ધ ખેલાય...ગુણ..//૧૬ll તે દિને બહુલ આડંબરેજી, ધૂપ ધૃત દીપની માલ; મંડલ મધ્યે પંખો ધરીજી, હવન કરતો કરમાલ...ગુણ../૧ણા જાપ પરમેષ્ઠી મનમેં જપેજી, તીર્થજળ વીંજણે પાય; શિર ઠવી પંખો નવરાવતાજી, રોગ પોકારતાં જાય. ગુણ..૧૮ અંબરવાણી વ્યંતર કરેજી, સુણજો ધરી કાન ગુણવંત, સાતમે ભવે મુનિ હેલિયાજી, તેણે અમે કુમરી વલગત...ગુણ../૧લી ધર્મિલકુંવર પુણ્યશાળીએ જી, છોડાવ્યા તર્જની આજ; કનક ઘડી પૂતળી સારસીજી, કુંવરી થઈ બેઠી ધરી લાજ ગુણ../૨વા રાજવÍ પુરજન સહુજી, અચરિજ દેખી હરખાય; કરીય વિવાહ બહુ ઓચ્છવેજી, કુંવરને પુત્રી દીએ રાય. ગુણ..ર૧// પંચ વિષય સુખલીલમાંજી, રહત પદત્ત આવાસ, એક દિને રાય વાત કરે છે, બેસી જામાતને પાસ...ગુણ..//રરા પાંચમે ખંડે પૂરણ થઈજી, ચોથી ચિત્તરંજનની ઢાળ વીર કહે ધર્મથી સુખ હુએજી, દુઃખ થાયે વિસરાલ ગુણ..ર૭ll
હવે ધમિલ માળીને ઘેર નિરાંતે રહ્યો છે. ખાવું-પીવું-રહેવું બધું જ માળીને ત્યાં વ્યવસ્થિત રીતે ગોઠવાઈ ગયું. હવે ધમ્મિલ વિચારે છે કે કોઈક કળા અજમાવવી. નવું સર્જન કરવું. એમ વિચારતાં પંખો બનાવવાનો વિચાર કર્યો. પંખાને યોગ્ય વનસ્પતિ જોઈએ તે માટે માલણને કહ્યું. “બેન ! વીરણ નામે વનસ્પતિ મને લાવી આપો.' માલણ પણ તરત જોઈએ તે વનસ્પતિ લઈ આવી. ધમિલે સુંદર મજાના પંખાનું સર્જન કર્યું. અને એ પંખા વચ્ચે વિશેષ જ્ઞાનકલાયુક્ત એક મંત્રની પણ ગૂંથણી કરી. કહેવાય છે કે જે મનુષ્ય પાસે જ્ઞાન અને ગુણનો ખજાનો હોય તો તે જયાં જાય ત્યાં ઉત્તમ પદ (ઉત્તમ સ્થાન)ને પામે છે. અર્થાત્ શ્રેષ્ઠ સ્થાન મેળવે છે. [૧]
ધર્મિલે પંખો તૈયાર કર્યો. પંખાની મધ્યમાં મંત્રની રચના કરી. વળી વચ્ચે રોગને હરનાર ઔષધિ ગુપ્ત રીતે ગોઠવી દીધી, જેમાં ચિત્રામણ દેખાય, રંગબેરંગી સુશોભિત. જોતાં જ મન મોહી જાય તેવો. પંખો બનાવ્યો. પછી માલણને કહે - “બેન ! આ પંખો લે અને બજારમાં જઈને વેચવાનો છે. લ્યો જોઈ લ્યો’ માલણ તો પંખો જોઈ આશ્ચર્યચકિત થઈ. //રા.