________________
ખંડ - ૫ : ઢાળ - ૪
૩૨૩
ઢાળ ચોથી (વિમલજિન વિમલતા તાહરીજી..એ દેશી) ધમિલ રહેતા માલણ ઘરેજી, ધરત પરમેષ્ઠીનું ધ્યાન, પંખો વીરણતણો ગુંથીયોજી, મંત્ર સુકલાએ વિજ્ઞાન ગુણનિધિ ઉત્તમ પદ વરે જી...એ આંકણી../ તે વચ્ચે રોગહર ઔષધિજી, ગુપ્ત ધરી ચિત્રિત સાર માલણ હાથ દઈ એમ કહેજી, વેચણ જાઓ બજાર...ગુણ..રા મૂલ્ય કરયો સવા લાખનું જી, પૂછે ગુણ તુમ જબકોય, મુઝ ઘર આવ્યો પરદેશીયોજી, કહો ગુણજાણ છે સોય...ગુણ..all માલણ લઈ ચહુટે ગઈ જી, સાંભળી લોક કરે વાત; દેવરૂપી કોઈ આવીયોજી, માલણ ઘર નરજાત...ગુણ...૪ તીર્થપરે લોક કરે જાતરાજી, દેખી તસ તેજ ઝલકાર, પૂછતાં લોક પાછા વળે જી, કુંવર નહી વચન ઉચ્ચાર..ગુણા.../પા તેણે સમે પુરોહિત નંદિનીજી, તસ શૂલરોગ સવિશેષ, વૈદમંત્રાદિ નિઃફળ થયાંજી, બહુલકમને ઉપદેશ....ગુણ..ll વાત પંખા તણી સાંભળીજી, મોકલે તેડવા તાસ; કુંવર કહે કૂપ નવિ આવશે જ, આવે તરશો કૂપ પાસ...ગુણ..lણા પુરોહિતે પુત્રી રથમાં ઠવીજી, જાય માલણ તણે ગેહ; પંખો જળ ભીંજવી છાંટીઓ જી, તતક્ષણ સજ્જ થઈ દેહ..ગુણ..l૮. લાખ શરપાવ પુરોહિત કરેજી, નવિ ધરે કુંવર તે હાથ, નૃપ ગુરૂ પુત્રી શણગારીને જી, મોકલે જનકની સાથ..ગુણ..લા તેણે સમે રાય સુદત્તની જી, વસુમતી રાણીની જાત, નામે પદ્માવતી કન્યકા જી, કળા વિજ્ઞાન વિખ્યાત....ગુણ../૧લી કર્મે બહુ રોગે પીડિત તનુજી, બહુવિધ કીધ ઉપચાર; દેશી પરદેશી વૈદે મળીજી, નવિ થયો ગુણ તે લગાર...ગુણ..ll૧al. તેહ ચિતાએ નૃપ પીડિયાજી, રાણી મન દુઃખ અપાર, વાત સવિ કુંવરની સાંભળીજી, કૃત દ્વિજપુત્રી ઉપગાર...ગુણ../૧રી રાય પરધાનને તેડવાજી, મોકલ્યા માલણ ગેહ, બેસી સુખાસન પાલખીજી, આવી નૃપને મળ્યો તેહ....ગુણ..//૧all