________________
૨૪૬
ધમિલકુમાર રાસ સ્નેહથી યુવરાજ કહે છે હે ચતુરશિરોમણી ! આ ચંપાનગરીમાં તમે ક્યાંથી આવી ચડ્યા? કુમારે જવાબ આપ્યો. અમે સૌ કુશાગ્રનગરથી આવીએ છીએ. દેશ-વિદેશ જોવા - ફરવા નીકળ્યા છીએ. ફરતાં ફરતાં તમારી આ ચંપાપુરીમાં આવી ચડ્યા. [૧૩] હે પરદેશી પરૂણા ! અહીંયાં તમે એકલા છો ? સાથે પરિવાર હશે જ ને? એ સૌને હાલ ક્યાં આગળ મૂકીને આવ્યા છો ? ક્યાં વિશ્રામ કરાવ્યો? ધમિલે કહ્યું..ચંપાપુરીની બહાર નદીના કિનારે જયાં જિનમંદિર છે ત્યાં તે ચંપકવનમાં અમે સૌ રહ્યા છીએ. (૧૪)
નગરમાં મકાનની સગવડ કરવા જતો હતો. માર્ગમાં સુંદર કમળો જોઈ તેની સાથે રમણ કરવાનું મને મન થયું. કુમારની વાત સાંભળી યુવરાજ ઘણો આનંદ પામ્યો. અને તરત પોતે હાથી ઉપર બેઠો. બાજુમાં ધમિલને બેસાડ્યો. હાથીયુક્ત ધમિલને લઈને યુવરાજ, ચંપકવનમાં નદીના પટમાં કમળા અને વિમળા જયાં રહ્યાં છે ત્યાં આગળ સૌ આવ્યા. //પી
રવિશેખર યુવરાજે પોતાના મિત્રોમાંથી એક મિત્રને નગરમાં મોકલ્યો અને સુંદર મઝાનો રહેવાને માટે આવાસ જોવરાવ્યો. જયાં ધમ્મિલને રહેવાનું છે. ત્યાં બધી રીતે તૈયારી કરવાનો યુવરાજે આદેશ આપી દીધો. /૧૬ll યુવરાજ પોતે ધમિલની સાથે વનમાં ગયો. કમળા-વિમળાને મળ્યો. વિમળા વગેરેને બહુમાનપૂર્વક બોલાવ્યા. આદર સત્કાર કર્યો. રથ તૈયાર કરીને સર્વને નગરમાં લઈ ગયો. સુંદર મઝાનો મહેલ હતો. ત્યાં સૌને ઉતારો આપ્યો. સેવામાં ઘણાં દાસદાસી પણ મૂકી દીધાં. ૧થી
આ પ્રમાણે યુવરાજે ધમિલ આદિ સૌને રહેવાની સુંદર વ્યવસ્થા કરી દીધી અને પ્રેમપૂર્વક અશન વસન, ખાન-પાન ને વળી વસ્ત્રો પણ આપ્યાં. સરભરામાં કંઈ ખામી જ ન દેખાય. વળી પોતાના એક મિત્રને સૂચના કરી કે, આવનાર નવા મારા મહેમાનોને બરાબર સાચવજે. તેઓને અગવડ પડવી ન જોઈએ. ઘણી ભલામણો કરી કુમાર વિશેખર પોતાના મહેલે ગયો. {/૧૮ થાકેલા સૌ પરિજનોએ આરામ કર્યો. એક દિન પસાર થઈ ગયો. રાત નિંદમાં ગઈ. બીજે દિવસે પ્રાતઃકાર્ય પતાવી કમળા ધમ્મિલ વાતો કરતાં બેઠાં છે. કમળા કહે છે હે વત્સ ! ગઈકાલે સવારે નદીના કિનારે અમને મૂકીને તું નગરમાં ગયો અને ત્યાંથી તું હાથીની અંબાડીએ બેસીને પાછો નદીકિનારે આવ્યો. તે વચલી વેળાએ (તે સમય દરમ્યાન) અમારી બંને વચ્ચે જે વાત થયેલી તે તું સાંભળ. //૧૯માં
વિમળસેના હાથી આવતો જોઈ મને પૂછવા લાગી. મા ! હાથી ઉપર બેસીને આ કોણ આવી રહ્યું છે? મેં કહ્યું કે “બેટા ! ન ઓળખ્યો? જે આપણી સાથે છે તે ધમ્મિલકુમાર આપણને તેડવા આવી રહ્યો છે. રાજા જેમ ઉદ્યાનમાં પોતાની પત્નીને લેવા આવે તેમ તે આવી રહ્યો છે. ll૨વા “બેટી ! જો તો ખરી ! ક્ષણમાં ભાગ્યનો કેવો ઉદય થયો ? તું તારા મનથી વિચાર કર. તારા ઉપર કેટલો અપાર સ્નેહ છે! તે નજરે દેખાય છે. જગતમાં પરણેલી સ્ત્રી ઉપર પતિનો જે રાગ હોય તેમ તે તારા ઉપર રાગી થયો છે.' ||૨૧કમળાની વાત સાંભળી, વિમળા સહેજ છંછેડાઈ. “માતા ! મારી આગળ તેની વાત કરીશ. જ નહિ. તું જો તો ખરી. એનું કાગડા જેવું રૂપ ! (તપ કરીને કાયા શોષાવાથી શરીર શ્યામ થયું છે અને દૂબળો પણ ઘણો થઈ ગયો છે. તેથી વિમળા વિપરીત બોલે છે.) એ ભિખારી તો મારો દાસ છે. મા ! તેથી તે જયાં જાય છે, ત્યાં બધે પોષાય છે, એમ માનજે. નહીં તો ક્યાંયે રખડતો હોત.” ||રરા
હે વત્સ, ધમ્મિલ ! ભારે કર્મીને ગુરુનો ઉપદેશ ગુણકારી નીવડતો નથી. નિરર્થક થાય છે. તેમ તારી આ બધી ઠકુરાઈ બુદ્ધિથી કરાતાં સર્વ કાર્યો, તારામાં રહેલા ગુણો, જોતાં છતાં હજુ તે રીઝતી નથી. ૨૩