________________
ખંડ - ૪ : ઢાળ - ૪
૨૪૫
ચંચળ જંળ તરંગો જે ઉછાળા મારીને ફરી પાછા તેમાં જ જઈને પડે છે. ૧ લઘુ બાલિકા પોતાની - માને કંઠે રૂમઝુમ કરતી વળગવા માટે જેમ ધસે છે તેમ ચંદ્રાવતી નદી નાના બાળકની પેઠે પાસે રહેલી ગંગાને મળવા માટે ઉત્કંઠાપૂર્વક ઉતાવળી વહી રહી છે. રા.
આ બંને નદીનો જયાં મેળાપ થાય છે ત્યાં આગળ કુમાર તે નદીના સંગમને જોતો બે ઘડી ત્યાં જ રહ્યો. નદીમાં આમ તેમ ફરતાં રમતાં જલકમળોને જોઈ રહ્યો છે. આનંદને પામતો કુમાર ક્ષણવાર કુશળતાપૂર્વક તે નદીના નીર સાથે ક્રીડા કરવા લાગ્યો. ક્રીડાની કળામાં પ્રવીણ (હોંશિયાર) કુમાર કમળોને છેદતો તેને ચિત્ર વિચિત્ર (કમળોને) બનાવીને નદીના વહેણમાં મૂકતો હતો. ફિll વળી ઝાડની સૂકી છાલ લઈને આવીને, તે કમળોને તેમાં વીંટતો હતો. જાણે પાનનાં બીડાં ન હોય તેવી રીતે બનાવતો હતો. ચંદ્રાવતી નદીનું પાણી ગંગાનદીમાં પડતું હતું. ત્યાં જ કુમાર આ બીડેલાં કમળોને મૂકતો હતો. તેથી પાણી સાથે કમળનાં બીડાં પણ વેગથી ગંગા નદીના પ્રવાહમાં આગળ જવા લાગ્યાં. જો
આ પ્રમાણે ચિત્રવિચિત્ર પાનનાં બીડાં બનાવીને મૂક્યા કરતો હતો. અને આનંદ પામતો હતો. તે જ વેળાએ તે ચંદ્રાવતીના તટે બે પુરુષો આવ્યા અને આ પ્રમાણે ક્રીડા કરતા એવા આ પરદેશીને તે બંને પુરુષો જોવા લાગ્યા. પા આગંતુક બંને પુરુષો રમતા કુમારને પૂછે છે કે હે ચતુર સુજાણ ! આ કમળોના પત્ર છેદક અને તેનાં બીડાં બનાવનાર કોણ મહારથી પુરુષ છે? આવી કુશળતા કોનામાં રહેલી છે? કુમાર કહે છે કે, તમે જે જોઈ રહ્યા છો તે સઘળાં કમળોનાં પત્રને, છેદન કરીને, બીડામાં ગોઠવીને, નદીના વહેતા નીરમાં તરતાં અમે મૂક્યાં છે. હું તો અહી રમત કરતાં આ પ્રકારે રમી રહ્યો છું. બોલો ! આપને આ વાત પૂછવાનું પ્રયોજન શું? ||૬||
તે પુરુષ કહેવા લાગ્યા. તે ચતુર શિરોમણિ ! અમારે આ પૂછવાનું પ્રયોજન મોટું છે. જે કહું તે સાંભળો. આ નદીના કાંઠે વસેલી ચંપા નામે મહાનગરી છે. આ નગરીના મહારાજાશ્રી કપિલ નામે છે. જે નગરની પ્રજાને સંભાળે છે. આ અમારા રાજાને રવિશેખર નામના રાજકુમાર છે. તેના મિત્રવર્ગથી પરિવરેલો રવિશેખર રાજકુમાર આજે ગંગા નદીએ ક્રીડા કરવા માટે આવ્યો છે. જુદાં જુદાં ચિત્રામણ કરેલાં કમળપત્રો જોઈને તે અમારા યુવરાજ ઘણા આશ્ચર્ય પામ્યા છે. I૮
ગુણપરીક્ષક યુવરાજને આવા કમળપત્ર બનાવનારની કળાની કદર કરવી છે અને કળાને જાણનારને જોવો છે. તેથી અમને બે જણાને અહીં તપાસ કરવા મોકલ્યા છે. અને અમે બંને જણાએ આપને જોયા ને અમને ઘણો આનંદ થયો. હે કલાવાન મહાપુરુષ ! આપને અમારા યુવરાજ બોલાવે છે. માટે ઉલ્લાસપૂર્વક અમારી સાથે ચાલો. ચતુરની સાથે ચતુરનો મેળો જો થાય તો બંનેની આશા ફળીભૂત થાય છે. ૧૦ગા.
ઉક્તી :- કહ્યું છે કે ગંગાનો સતત આશ્રય, પાર્વતીનો સંગ, અને ચંદ્રની શીતળતા મળવા છતાં શિવજી પીડિત છે. અને આ ત્રણેનાં તારૂપી અગ્નિથી મારું મન પીડિત છે. જો તે બંનેનો સંગમ થાય તો ઉભય પક્ષે કાર્યસિદ્ધિ થઈ જાય છે. ૧૫
વળી તે યુવાન ! મંત્રી, યુવરાજ, દાનેશ્વરી, ધાર્મિક, જયોતિષી, કવિરાજ, પંડિત, ધનવાન અને મિત્ર આ નવ પાસેથી વાંછિત કાર્ય સાધવું જોઈએ. /૧૧ાા બંનેની વાત સાંભળી કુમાર તેઓની સાથે જવા તૈયાર થયો. યુવરાજ જ્યાં હતા ત્યાં ધમ્મિલ પહોંચી ગયો. વિવેકી કુમારે યુવરાજને પ્રણામ કર્યા. યુવરાજે પણ હાથ જોડી પ્રણામ કર્યા અને બહુ આદરપૂર્વક તેનું સ્વાગત કર્યું. ૧૨