________________
ખંડ - ૫ : ઢાળ - ૮
૩૫૧
જલં છંટકાવ કરત ચલે રે, પૂછત કરે સોઈ, હાં હાં રે પૂછત. જૂઠા નર પગ ભૂમિકા રે, શુચિ કરત ચલેઇ, હાં હાં રે શુચિ. જડી બુટી ઝોલી ભરી રે, ચલી ભગુએ વેશે, હાં હાં રે અલી. જપમાલા જપતી થકી રે, ગઈ કુમરી નિવેશે. હાં હાં રે ગઈ.../૨ રતનવતી પાયે પડી રે, પૂછે કુશલાઈ, હાં હાં રે પૂછે. સા કહે યોગ લીયા પો રે, છે કુશલ સદાઈ, હાં હાં રે છે. કુંવરી કહે તમે કિહાં રહો રે, હમ રમતે રામ, હાં હાં રે હમુ. પંખી પરે ફરતા ફરે રે, નહિ ગામને ઠામ. હાં હાં રે નહિ...//all નિત્સંગી જો ગણ લહી રે, કુંવરી ઘર રાખે; હાં હાં રે કુંવરી. ભોજન મનગમતા દીએ રે, નવિ અંતર રાખે, હાં હાં રે નવિ. કન્યા કહે જીવન સમે રે, કેમ જોગ સધાઈ, હાં હાં રે કેમ. સા કહે અમ વિતક સુણો રે, ચેતન રંગાઈ હાં હાં રે ચેતન...૪ો. ગજપુર સુર નૃપકન્યકા રે, હું સુમતિ નામે, હાં હાં રે હું. ભાઈ પિતર માતુલે કીયો રે, વિવાહ ચઉ ગામે, હાં હાં રે વિ. લગન દિને ચઉ તે મળી રે, સુભટે ઝૂઝતા, હાં હાં રે સુ. હું કાઠે બળી ક્લેશથી રે, તવ તે ઉવસંતા. હાં હાં રે તવ....પણ એક વર મુઝ ભેગો બળ્યો રે, અતિનેહે નડીયો,, હાં હાં રે અતિ. બીજે દેશાંતરે ગયો રે, મોહજાળે પડીયો, હાં હાં રે મોહ. હાડકસમ એક લેઈ ગયો રે, ગંગા વહેવરાવે, હાં હાં રે ગંગા. ચોથો તિહાં અશનાદિકે રે, પિંડ મેહલી ખાવે. હાં હાં રે પિંડ...દી દેશાંતરી એક ગામમાં રે, રાંધણી ઘર પેઠો, હાં હાં રે રાં. અશન કરાવી તે કને રે, જમવાને બેઠો, હાં હાં રે જમ. તસ બાળક લઘુ રોવતો રે, નવિ રહેવે વાર્યો હાં હાં રે નવિ. રાંધણી રૂઠી તેહને રે, ચહલ્લામાં બાલ્યો. હાં હાં રે ચુ....ll દેખી અશન ઠવી તિહાં રે, તે ઉઠવા લાગી. હાં હાં રે તે. તવ સા કહે બાળક વિના રે, આ ભવ છે નાગો, હાં હાં રે આ. પ્રાણથી અવિકો પુત્ર છે રે, પણ શીખ દેવાઉ હાં હાં રે પણ. ભોજન તમે સુખમાં કરો રે, પછે પુત્ર દેખાઉ હાં હાં રે પછે...૮ શીઘ અશન કરી ઉઠીયો રે, સા ઘરથી લાવે, હાં હાં રે સા. અમૃત કુપો છાંટીને રે, તે બાળક દેખાવે, હાં હાં રે તે.