________________
ખંડ - ૧ : ઢાળ - ૧૩
૧
તેને-કોઈપણ જાતની શંકા ન પડે તેવો ઉપાય કરું. અવસરે હણીશ. એવું વિચારીને ઊઠ્યો. બિછાના (જે કંઈ પાથર્યું હતું તેની) ઉપર પોતાનું (ઉત્તરીયવસ્ર) વસ્ત્ર પાથર્યું. ખડ્ગને ગુપ્ત રાખીને વડના કોટરમાં જઈને, સંતાઇ ગયો. ચારે બાજુ શાંત વાતાવરણ ને અંધાર હતો. કંઈ જ દેખાતું નથી. સૌ જંપ્યા...ઉંઘી ગયા. એટલે ચોર ધીરે રહીને પોતાનું ખડ્ગ હાથમાં લઈને ઊભો થયો. (કોટરમાં રહેલો કુમાર જોતો હતો.) ભારવાહકો બીચારા નિર્દોષ ભરનિંદરમાં સૂતા હતા. આ ચોરે તેઓની ઉપર ઘા કર્યો. કેવો કર્યો ? એક જ ઘાએ બધા હણાઇ ગયા. ॥૧૮॥
કુમારનો પડકાર :- તે પછી કુંવરની પથારી જ્યાં પડી હતી. ત્યાં પણ તેણે ઘા કર્યો. પથારીના બે ટુકડા થઈ ગયા. ચોર ચમક્યો. પથારી શૂન્ય જોઈ આમતેમ જોવા લાગ્યો. અરે ! ધૂર્ત ક્યાં ભાગી ગયો ? ત્યાં તો કોટરમાંથી કુમાર પોતાનું ખડ્ગ ખેંચીને (મ્યાનમાં તલવાર બહાર કાઢતાંની સાથે ચોર સામે આવ્યો.) ચોરની સામે ધસ્યો. પડકાર ફેંક્યો. રે ચોરટા ! પાતકી ! વિશ્વાસઘાતી ! કેસરી-સિંહ આગળ હરણિયું રાંક છે. તેમ મારી આગળથી હવે તું ક્યાં જઇશ ? અચાનક ઘા થવાથી ચોર મૂંઝાયો. હવે ત્યાંથી નાસી છૂટ્યા વિના છૂટકો નથી. નહીં તો જીવવું મુશ્કેલ છે. પણ કુંવરના પકડમાં આવી ગયો હતો. છૂટવાનો ઘણો પ્રયત્ન કર્યો. મજબૂત હતો. છતાં છૂટી ન શક્યો હતુ તેટલું બધું જ જોર ભેગું કરીને છૂટવા પ્રયત્ન કર્યો. જેવો નાસવા જાય છે, ત્યાં તો સામે જ (કુમારના હાથમાં) ચળકતી વીજળી જેવી તલવાર ઝળકી ઊઠી. પળનોય વિલંબ કર્યા વિના કુમારે તેના પગના (બંને) સાથળ છેદી નાખ્યા. ૨૦
ચોર હણાયો :- ચોરનો પોતાનો પાપનો ઘડો ભરાઇ ગયો હતો. ખેલ ખલાસ થઈ રહ્યો હતો. જીવનયાત્રાની છેલ્લી ઘડીઓ હવે પૂરી થતી હતી. પોતે મરશે અને બધું અંધારામાં રહી જશે. એમ વિચારી ચોરે પોતાની ગુહ્યવાત તેણે કુંવરની પાસે પ્રગટ કરી. “હે સાહસિક !” તારા ગાંભીર્ય ગુણથી ખરેખર હું તારી ઉપર પ્રસન્ન થયો છું. હે બુદ્ધિશાળી ! હું પોતે ચોર હતો પણ ગુણીયલના ગુણને હું ગ્રહણ કરું છું. મારી એક વાત સાંભળ. “આ શૂન્ય દેવાલયની પાછળ સામે એક વડવૃક્ષ છે. જે એક કોશના વિસ્તારમાં ફેલાયેલું છે. ।।૨૧।
ચોરનાં આવાસે :- તે વડલાના કોતરમાં જઈને જોશો તો એક મોટી શિલા છે. તેને તું જોજે. · તે શિલાને દૂર કરજે. પછી અંદર પ્રવેશ કરજે. ત્યાં રત્નજડિત મારું ભુવન (આવાસ) છે તે ભુવન (મહેલમાં) માં મારી બેન નામે વીરમતી રહે છે. તે હમણાં જ નવીન યૌવનને આંગણે આવીને ઊભી છે જો કે હજી તો તે કુંવારી છે. તો તે મારી બેન અને મારો બધો સામાન મારું બધું ધન દોલત તને હું અર્પણ કરું છું. ૨૨॥ હે વત્સ ! વળી આ બધું દ્રવ્ય અને મારું આ ખગ ત્યાં જઈને તેને બતાવજે. એટલે તે સંકેતથી તને પરણશે. “વીરમતી” એ પ્રમાણે નામ દઈને બોલાવશો એટલે તે દ્વાર ખોલશે. હવે તેના (ચોરના) છેલ્લા શ્વાસોશ્વાસ ચાલતા હતા. રે ! વીર ! આ મારું મૃત્યુ...બચનાર નથી. હે રામ...બોલતાં તેના ૨ામ ૨મી ગયા. જગતમાંથી વિદાય થયો. કુંવરે મૃતકારજ કર્યું. રા
હવે જે પ્રમાણે ચોરે કહ્યું હતું તે પ્રમાણે અગડદત્તકુમર (ચોરે આપેલી નિશાની) મેળવીને તે વટવૃક્ષ પાસે પહોંચી ગયો ને કહેવા મુજબ ભોંયરામાં પ્રવેશ કર્યો. રત્નભુવન ઝળહળતાં રત્નોથી જડેલું હતું. તે કુમાર આવો વાસભુવન જોઈને ચિત્તમાં ચમક્યો. વીરમતીનાં રૂપ અને વેષ જોઈ તેની આંખો કૌમુદીની જેમ આનંદિત થઈ. વીરમતી પણ પોતાના બંધુને બદલે અન્ય એવી સ્વરૂપવાન વ્યક્તિને અણધારી રીતે આવા ગુપ્ત સ્થાનમાં આવેલી જોઈને ચમકી. કુંવર બોલ્યો. “વીરમતી !” તારા ભાઈના