________________
૨૮
ધમિલકુમાર રાસ
મંત્રીની વાત સાંભળીને રાજા કહેવા લાગ્યો કે શું વાત કરો છો ? તારા માતા-પિતા-પુત્ર અને પ્રિયા ભલે મરે. પણ (અ)મારી પ્રિય રાણી તો ક્રોડ વરસ જીવે એવી છે માટે તમે આવું ન બોલશો. /૧all આ સાંભળી મંત્રી વિચારવા લાગ્યો કે રાજા ગાંડો પાગલ થયો છે. યુક્તિથી સમજાવવા પડશે. તે પછી મંત્રી રાજાને કહે છે કે “તમે એને રીસવી લાગે છે?” તેથી તે બોલતી નથી. માટે હે રાજા ! આપ થોડીવાર દૂર રહો. એમ કહી રાજાને છેતરીને મૃતક રાણીને અગ્નિદાહ આપ્યો. ૧૪ll
પછી મંત્રી રાજા પાસે આવીને કહેવા લાગ્યો કે એ તો રિસાઈને સ્વર્ગમાં ચાલી ગઈ. રાણીમાં આસક્ત રાજાએ નિયમ લીધો કે “પદ્માવતીને જોઈશ નહિ, ત્યાં સુધી ભોજન કરીશ નહિ.” I/૧પી હઠીલા રાજાને આ રીતે દશ દિવસ પસાર થઈ ગયા. રાજા ભોજન લેતા નથી. મંત્રીએ વળી બુદ્ધિ દોડાવી. એક બ્રાહ્મણને તૈયાર કરીને રાજા પાસે મોકલ્યો. બ્રાહ્મણે આવીને કહ્યું કે હું રાણીની વધામણી લઈને આવ્યો છું. આ સાંભળતાં રાજા હર્ષિત થયો. /૧૬
જયારે રાજાએ બ્રાહ્મણને પૂછ્યું કે “સ્વર્ગમાં કેવું છે?” ત્યારે બ્રાહ્મણ કહેવા લાગ્યો કે “ત્યાં તો ઘણી સુખસાહ્યબી છે. ત્યાં ગયેલાં રાણીસાહેબ થોડાં દિવસમાં આવશે. પણ રાજનું ! રાણી તમારો લેખપત્ર ઇચ્છે છે. [૧ણા બ્રાહ્મણની સઘળી વાત સાંભળીને મનમાં હર્ષ પામેલાં રાજાએ પ્રેમપૂર્વક ભોજન કરીને, બ્રાહ્મણને ભોજન કરાવીને, લખપત્ર લખીને આપ્યો. ./૧૮ ,
રાણીની યાદમાં રાજાના કેટલાક દિવસો પસાર થઈ ગયા. વળી એક બ્રાહ્મણે આવી, સરસ એવાં નારંગીનાં ફળો રાજાના હાથમાં આપ્યાં અને કહેવા લાગ્યો કે રાજન્ ! આ ફળ સ્વર્ગમાંથી રાણીએ મોકલ્યાં છે. જેની તમારી ઉપર અપરંપાર ભક્તિ છે. તેણીએ તમારા માટે જ મોકલ્યાં છે. I/૧૯તા
- હર્ષ પામેલા રાજાએ બ્રાહ્મણને ઘણાં બધાં આભૂષણ આપ્યાં, આ વાત નગરમાં ઘેર ઘેર પ્રચલિત થઈ. આ વાતની જાણ એક ધૂતારાને થઈ તો તે પણ બ્રાહ્મણના રૂપમાં રાજા પાસે આવ્યો. ll૨વા તે ધૂતારા બ્રાહ્મણે રાજાને એક પત્ર આપ્યો. રાજાએ પત્ર વાંચ્યો. તેમાં લખ્યું હતું કે હું તમારી દાસી છું. પણ અહીંથી મારી સાહેલીઓ મને ત્યાં આવવા દેતી નથી. જયારે આપ વિના મારો તો એક દિન, વરસ સમાન જાય છે. ૨૧.
વળી આ દેવલોકની અંદર મેં એક કરોડની પહેરામણી કરી છે. તો મને રોકડ ધન મોકલશો. જેથી દેવું ભરીને હું ત્યાં આવીશ. ૨રા આ વાંચીને રાજા મંત્રીને કહેવા લાગ્યો કે મંત્રીશ્વર ! આ બ્રાહ્મણને ધન, આભૂષણ, કંચૂવો. બીજાં પણ ઘણાં વસ્ત્રો વગેરે ઘણી વસ્તુ આપો. ત્યારે મંત્રીએ વિચાર્યું કે આ ધૂતારો છે. જયારે રાજા ગાંડો છે. તેથી બુદ્ધિશાળી મંત્રીએ રાજાને પૂછ્યું “રાજન ! બ્રાહ્મણ આ બધી વસ્તુ લઈને સ્વર્ગમાં કયા માર્ગે જશે ?” [૨૩
ત્યારે રાજા કહેવા લાગ્યો કે “આની પહેલાં બ્રાહ્મણ ગયો છે, તે માર્ગે આને મોકલો”. મંત્રી કહે - તે અગ્નિ વચ્ચેથી ગયો છે. તો આજે પણ તે પ્રમાણે જવું પડશે. ૨૪ો આમ મંત્રી, સર્વ સામગ્રી સાથે ધૂતારાને લઈને ચાલ્યો. ગામ બહાર જઈને બરાબર તેને બાંધી, અને જે અગ્નિ સળગાવ્યો હતો તેની અંદર પ્રવેશ કરાવ્યો અને કહ્યું કે “ભટ્ટજી!” વહેલા આવજો !” (ધૂતારાની જેમ કોઈકને છેતરવા જતાં મૃત્યુ પણ આવે છે.) ૨૫l
એમ કરતાં કેટલાંક વર્ષ ચાલ્યાં ગયાં. વળી એકદા રાજાએ હઠ પકડી કે “જાવ જલ્દી પદ્માવતીને