________________
ખંડ - ૧ : ઢાળ - ૬
સુખ વિલસતાં રસ ભરે, ભમશે બહુ સંસાર રે, રાગે વિરાગે કેવલી, સિદ્ધિવધૂ ભરતાર રે. મુ...૩ના ધમિલ કુંવરના રાસની, છઠ્ઠી ઢાલ રસાલ રે;
શ્રી શુભવીર રસિકજના, સુણજો થઈ ઉજમાલ રે. મુ...li૩૧al અગડદત્ત મુનિરાજનો મેળાપ :
જેમ ભમરો માલતીનાં રસને ચૂસે, તેમ અશોકવૃક્ષની નીચે રહેલા દેવ-નર-નારીઓનો સમૂહ છે. તે મુનિવરની વાણીને ઉત્કંઠાથી પી રહ્યાં છે. ૧. તેમ વળી સોનાના સિંહાસન ઉપર બેઠેલ અગડદત્ત મુનિને ધમિલે જોયા અને વિનયપૂર્વક ગુરુનાં ચરણકમલમાં નમસ્કાર કરી યોગ્ય સ્થાનકે બેઠો. રા
સુંદર એવા ધર્મને, મુનિ ભગવંત સમજાવી રહ્યા છે. અને કહે છે કે હે ભવ્યો ! દુર્લભ એવા મનુષ્યભવને પામી, મોહજંજાળને છોડી, ધર્મનું આરાધન કરો. ૩l વળી હે ભવ્યો ! જેમ કોઈ ગમાર (મૂર્ખ) માર્ગ છોડીને જયાં ત્યાં ફરે છે, તેમ મોહથી મૂંઝાઈને તમે ફરશો નહીં. મોહની મદિરાનો કેફ રાગદશાને ઉત્પન્ન કરનારો, અને સંસાર વધારનારો છે. ||૪|| - રાગથી રંગાએલ મનુષ્ય કુમારનંદી સોનીની જેમ ઘર છોડીને પરદેશ ભમે છે. અને બળતી એવી જવાલામાં પણ પ્રવેશ કરે છે. //પી (કુમારનંદી સોની છે તે હાસા-મહાસા દેવીમાં લુબ્ધ થયેલો, તેને મેળવવા માટે ચામડાંની મશક બનાવીને અંદર પેઠો. ભારંડપક્ષી તેને (મશકને) રત્નદ્વીપમાં લઈ ગયું. ત્યાં દેવીએ કહ્યું કે “નિયાણું કરીને અગ્નિમાં પ્રવેશ કરો ?” અને તે સોનીએ દેવીઓને મેળળવા માટે, તે પ્રમાણે (અગ્નિમાં પ્રવેશ) કર્યો.)
રાગરંજિત કોઈ વિષભક્ષણ કરે છે, તો કોઈ કૂવે પડે છે. કોઈ વળી પર્વતના શિખર ઉપરથી નૃપાપાત કરે છે, અરે ! આ રાગદશા તો જીવને અગિયારમા ગુણઠાણાથી પછાડીને છેક પહેલે ગુણઠાણે પણ લાવે છે. આદી દૃષ્ટિરાગથી અંધ થયેલા સ્વપરનો વિચાર કરી શકતા નથી. જેમ વિજયપાલરાજા અતિરાગે પાગલ થયો તેમ. //. * અતિરાગ, ઉપર વિજયપાલની કથા :
ત્યારે પ્રેમપૂર્વક સભાજનોએ પૂછ્યું. તે સ્વામી! તે વિજયપાલ રાજા કોણ? તે વાત કહો. ત્યારે અગડદત્તમુનિ બોલ્યા કે પુરિમતાલ નગરનો વિજયપાલ નામે રાજા હતો. તેને રંભા સરખી રૂપવાન રાણી હતી. [૮] તે નગરમાં એક શેઠને રૂપના નિધાન સરખી પદ્માવતી નામની પુત્રી હતી. એકવાર રયવાડી જતાં એવા રાજાએ, ગોખમાં બેઠેલી પદ્માવતીને જોઈ અને તેના ઉપર મોહિત થયો.
શેઠના ઘરે કન્યાની માંગણી કરી. અને રાજા પદ્માવતીને પરણ્યો. પદ્માવતીના પ્રેમમાં પાગલ બનેલો તે રાજા, રાજસભામાં પણ જતો નથી. પદ્માવતીના પ્રેમમાં જ સમય ગાળવા લાગ્યો. ૧૦ના
કેટલાક દિવસો સુખપૂર્વક પસાર થયા. પછી બન્યું એવું કે રાણી પદ્માવતીને શૂળરોગ ઉત્પન્ન થયો. ઘણા ઉપાયો કરવા છતાં રાણી મૃત્યુ પામી. તેના વિયોગથી હૃદયમાં ખિન્ન થયેલો વિજયપાલ તો પાગલ થયો. ll૧૧મા અને પાગલરાજા, પદ્માવતીના મૃતદેહની પાસે બેસી રહ્યો. તેણીનો અગ્નિદાહ પણ કરવા દેતો નથી. જ્યારે મંત્રી કહે છે કે હે મહારાજ ! રાણી તો મરણ પામી છે. હવે તેની આશા છોડી દો. /૧ર.