________________
૨૦૮
ધર્મિલકુમાર રાસ
અનિહાં રે પ્રેમ લાગ્યો તિહાં એહનો રે, મુઝ સાથે બાહ્ય સનેહ, વર્ષા વીત્યે જાજયો તુમે રે, મનમેલે બોલી તેહ...સ્વા...॥૩૨॥ અનિહાં રે વર્ષાકાળ વીતી ગયો રે, જવા મદન થયો હુશિયાર વિદ્યુલ્લતા કહે નાથજી રે, કેમ રહીશું અમે સંસાર..સ્વા...॥૩॥ અનિહાં રે મદન વદે અમે આવશું રે, દિન થોડે નહી તુઝ હોડ,
ફૂલ અનેકે ભમરો ભમે રે, પણ બેસે માલતી છોડ..સ્વા...।૩૪। અનિહાં રે સા કહે વહેલા પિયુ આવજો રે, કહી મંત્રી કરંબો દીધ;
લેઈ ગયો એક ગામડે રે, જળઠામ વિશામો કીધ...સ્વા...॥૩૫॥ અનિહાં રે ભોજન વેળા સંભારતો રે, કોઈ આવે અતિથિ આંહી;
દેઈ દાન ભોજન કરું રે, એમ ધ્યાયે મદન મનમાંહી..સ્વા...॥૩૬॥ અનિહાંરે તપસી તાપસ દેખીને રે ભક્તિભર દીધ કરંભ; સરોવર તીરે તાપસ જઈ રે, જબ ખાવે સ્વાદ અચંભ ..સ્વા...॥૩॥ અનિહાં રે મદન સરોવર નાહીને રે, બેઠો ખાવાને જામ;
કવલ લીએ એક હાથમાં રે, તિહાં છીંક્યો હાલી નામ...સ્વા...॥૩૮॥ અનિહાં રે ઠંડી ભોજન ઉઠીયો રે, તવ તપસી થયો અજરૂપ, ઉપગરણાં પડ્યાં ભૂતલે રે, મન ચિંતે મદન ધ૨ી ચૂપ..સ્વા...ll૩લા અનિહાં રે જોઉ એ કિહાં જાય છે હૈ, થયો છાગની પૂંઠે મદન, ચાલ્યો ગયો વિદ્યુલ્લતા ધરે રે, શેઠ જોવે રહીય પ્રચ્છન્ન..સ્વા...l॥૪॥ અનિહાં રે દેઈ કપાટને કુટીયો રે, કહે તે તુઝ માતા દોય, સંભારીને મુઝને તજી રે, કોણ શરણ ઇહાં તુઝ હોય...સ્વા...॥૪॥ અનિહાં રે લોકે મળીને મેલાવીયો રે, સખી વયણે મંત્રી ની૨,
છાંટે તાપસ થઈ કહે રે, કરંભથી છાગ શરીર..સ્વા...॥૪૨॥ અનિહાં રે મદન તે નાઠો દેખી કરી રે, રાત્રે દશ જોજન જાય, પોહોતો હસંતીપુ૨૫રિસરે રે, જોઈ જિનઘર આણંદ થાય...સ્વા...॥૪॥ અનિહાં રે ચોથે ખંઢે પુરણ થઈ રે, ઢાળ નવમી ચઢતે રંગ,
વીર કહે ધન્ય તે ન૨ા રે, જેણે મેલ્યો મહિલા સંગ...સ્વા...॥૪॥ અરિહંત પરમાત્મા કહે છે કે આ સંસારમાં સર્વને સ્વાર્થ વહાલો લાગે છે. સંસાર મીઠો પણ સ્વાર્થથી ભરેલો છે. બાળ અવસ્થામાં માતા પ્રિય હોય છે. યુવાવસ્થામાં પુરુષને પોતાની સ્ત્રી-પત્ની વહાલી હોય છે. જેની પાસેથી સ્વાર્થ સરતો હોય તે તેને પ્રિય લાગે છે. ॥૧॥ મિત્રને ત્યાં ખેદ ભરેલો મનમાં પણ બાહ્યથી આનંદ વ્યક્ત કરતાં સવારે પોતાના આવાસથી નીકળી ધમ્મિલ યુવરાજના મહેલે