________________
૧૬
ધમ્મિલકુમાર રાસ મુજ ઇચ્છા નવિ ઉપશમી, નવિ પામો નિર્વેદ અધવચ સુખથી નીકળો, તે દિલ ભરિયો ખેદ. Ilal તરૂછાયા બેસણ દીયે, પત્ર દીએ ફલ ભા તુમ છાયા શીતલ લહી, વંછુ સુખ પ્રત્યક્ષ જો. કલ્પતરૂની જાચના, ઠંડી જુગલિક લોક, અવર તરૂવર પામીને, કેમ જાચે તે ફોક //પા. તેણે સ્વામી તુમને કહ્યું, કરીએ મુજ ઉપગાર;
નદીનાળાં ઘન જલ ભરે, તુંબ ભરણ કિસિ ધાર. All હે મુનીશ્વર ! જગતમાં દેખાતી જે સ્ત્રીઓ છે. તે એક સરખી હોતી નથી. ધનશ્રી જેવી સતી સ્ત્રીઓ સંસારમાં ઘણી હશે. “બહુરત્ના વસુંધરા”. તો સામે કુલટા નિંદનીય સ્ત્રીઓ પણ આ સંસારમાં ઘણી હશે. [૧હાથી, ઘોડા, લોખંડ (ધાતુ), જડ (મૂળિયાં), કાષ્ઠ (લાકડુ) ઉપલ(પત્થર), પુરુષ,
સ્ત્રી અને વસ્ત્ર આ નવ વસ્તુમાં (અંદરોઅંદર) ઘણું બધું અંતર હોય છે. એટલે હાથીની જાતમાં, ઘોડાની જાતમાં લોખંડ જાતિમાં તેમ આગળ બધામાં અંદર અંદર ઘણા અંતર હોય છે. પુરુષ પુરુષમાં, સ્ત્રીસ્ત્રીમાં, ઘણા જુદા પ્રકારનાં જોવામાં આવે છે. વળી જોવા જોવામાં તરતમતા હોય છે. વૈરાગીજનો સ્ત્રીને દોષના ધામરૂપ સમજે છે પણ મારા જેવા રાગી પુરુષો સ્ત્રીને સારભૂત લાગે છે. રા.
પૂજ્યશ્રી ! મારી ભોગઇચ્છા હજી પણ ઉપશાંત-શાંત પામી નથી. મારા ભોગસુખોને અધવચ્ચે મૂકીને નીકળ્યો છું. તે કારણે મારું હૈયું ખેદથી ભરાએલું છે. હજુ આ સંસાર પ્રત્યેનો રાગ છૂટતો નથી. યા કંટાળો પણ મારા હૈયામાં આવતો નથી. ફl હે ગુરુદેવ ! વૃક્ષ પોતાની છાયામાં સૌને બેસવા દે છે. અને તે વૃક્ષ પોતાનાં પત્ર-ફળ વગેરે ભક્ષણ માટે આપે છે. તે વૃક્ષ કેટલું ઉપકારી છે. તેની જેમ પૂ. ગુરુદેવ ! આપની છાયામાં કેવી છાયા ! શીતળ છાયા મેળવીને પણ, હું પ્રત્યક્ષ આ ભવમાં જ મારા ભોગસુખોને ઇચ્છું છું. કેવો સંસારરસિક ધમિલ છે. જો
યુગલિયાઓ તો કલ્પવૃક્ષ પાસે જે માંગે તે સઘળું મળે છે. તો પછી શા માટે બીજા વૃક્ષ પાસે માંગે ? અથવા માંગે તો તે ખોટું છે. પણ મેં તો મનની સઘળી વાત કહી સંભળાવી. તો તે સ્વામી ! મારી ઉપર ઉપકાર કરો. કંઈક ઉપાય બતાવો. રે મુનીશ્વર ! જે મેઘરાજા પોતાના પાણીથી નદી-નાળાં તળાવ વગેરેને જલ્દી ભરી દે છે. તે મેઘને તુંબડું ભરતાં શી વાર? અથવા તે મેઘ તુંબડાને જલ્દીથી ભરી દે છે. llll.
ઢાળ અગ્યારમી
(નવમી નિર્જર ભાવના - એ દેશી) મુનિવર વળતુ એમ કહે, ચિત્ત ચેતો રે, સુણ ધમ્મિલ કુમાર ચતુર ચિત્ત ચેતો રે. ઉપદેશ આશ્રવદ્વાનો, ચિત્ત ચેતો રે, નહિ મુનિનો આચાર ચતુર ચિત્ત ચેતો રે. ૧ી . પણ આશ્રવ સંવર હુવે, ચિત્ત ચેતો રે, આચારાંગ વખાણ; ચતુર ચિત્ત ચેતો રે.. તેણે તઝ વંછિત સિધ્ધિએ, ચિત્ત. કહું સિદ્ધાંત પ્રમાણ. ચતુર. .રા.