________________
ખંડ - ૪: ઢાળ - ૭
૨૬૯
જેવી ખીલી તૂટી કે તરત કાષ્ઠનાવ-વિમાન નીચે પડ્યું. બરોબર સરોવરની ઉપર જ નાવ તૂટતાં, સરોવરની મધ્યમાં જઈને પડ્યું. મહામહેનતે તે ત્રણ જણાં સરોવરની બહાર નીકળ્યાં અને રાજા-રાણી ઘણો પસ્તાવો કરવા લાગ્યાં. /૧૬ll હવે કોકાસ રાજાને કહે છે. રાજન્ ! આપ આ પાળે બેસો. હું નજીકના ગામમાં જઈને સુથાર શોધી કાઢ્યું. આ જહાજને બરાબર કરવા નાનાં-મોટાં સાધનો જે જોઈએ તે લઈને આવું છું. /૧ણા
- રાજારાણીને સરોવર પાળે બેસાડી કોકાસ સલીપુર નગરમાં પહોંચ્યો. પૂછતાં પૂછતાં સુથારને ઘેર પહોંચ્યો. અને વિનયપૂર્વક હાથ જોડીને કહ્યું કે આમાં જરૂર પૂરતાં સાધનો આપો. હું મારી નાવ સજાવીને તરત આવીને પાછા આપી જઈશ. I૧૮ ત્યારે તે સૂત્રધાર કહે છે કે રે પરદેશી ! હમણાં તમને હું મારાં સાધન આપી શકું તેમ નથી. કારણ કે અમારા રાજાનો રથ છે તેને સજ્જ કરવાનું કાર્ય ચાલુ છે. માટે લાચાર છું. ન આપી શકું. તો કોકાસ કહે કે મને બતાવો. હું સજ્જ કરવામાં મદદ કરીશ. કોકાસ કળામાં હોંશિયાર છે. થોડા સમયમાં ચક્ર ચઢાવીને રથ વ્યવસ્થિત તૈયાર કરી દીધો. તે જોઈને સૂત્રધાર આશ્ચર્ય પામ્યો અને આનંદ પણ પામ્યો. ૧૯
પણ મનમાં શંકા પડી. આટલો બધો કળામાં હોંશિયાર છે તો કોકાસ જ હોવો જોઈએ. પૂછપરછ કરતાં વાત પાકી થઈ કે કોકાસ છે. કળામાં હોંશિયાર હોવાથી તેની પ્રખ્યાતિ દેશ-વિદેશમાં ઘણી થઈ હતી. આ સંબાવતીનો કોકાસ છે, તેથી કહ્યું કે સુંદર અને સારાં સાધનો હું ઘરે જઈને લઈને આવું છું. કોકાસ ! તમે અહીં બેસો, If૨વી “પોતાને આંગણે આવ્યો કલાકાર પાછો જવા દેવાય ?” એ ગણતરી મૂકતાં સૂત્રધાર ઘેર ન જતાં, ઓજારો લેવા ન જતાં, સીધો જ રાજદરબારે પહોંચ્યો. રાજા કાકજંઘને કહે છે કે “હે મહારાજા ! –બાવતીનો કોકાસ અહીં આવ્યો છે. અને સારો વૃત્તાંત કહી સંભળાવ્યો. સત્રધારની વાત સાંભળીને રાજાએ પોતાના સભટોને સત્રધારને ઘેર મોકલ્યા. આદરબહમાનપુર્વક કોકાસને રાજદરબારે લઈ આવ્યા. રાજદરબારે આવેલા કોકાસને રાજાએ પડ્યું. રે પરદેશી ! તું કોકાસ છે ને ? બોલ. ત્યારે તેણે કહ્યું. હે રાજન્ ! હા ! હું કોકાસ છું. ||૧|| . . તરત કાકજંઘ બોલ્યો. તો તારો રાજા ક્યાં? મને ખબર છે કે જયાં કોકાસ ત્યાં તેનો રાજા. જયાં રાજા અરિદમન ત્યાં કોકાસ હોય જ. તું અહીં આવ્યો છે તારી સાથે રાજા હશે. બોલ. રાજા ક્યાં છે? કોકાસને ખબર નથી કે રાજા કેમ પૂછે છે? સહજ રીતે કહી દીધું કે સરોવરની પાળે રાજા-રાણી બેઠાં છે. પહેલાંની અદાવત અરિદમન રાજા સાથે હતી. તેથી તરત જ સુભટોને સરોવરપાળે મોકલી રાજા-રાણીને બાંધીને કાકજંઘની આગળ લઈ આવ્યા. રાજાને કેદખાનામાં નાખ્યાં અને રાણીને અંતઃપુરમાં મોકલી આપી અને કોકાસને કહ્યું કે ખરેખર તું ગુણવાન અને કલાનિધિ છે. N૨૨ હવે રાજા કાકજંધ કોકાસની પાસે પ્રાર્થના કરવા લાગ્યો કે હે મહાનુભાવ! તારી કળાની હું કદર કરું છું. તારી તે અપૂર્વકળા મારા રાજકુંવરને શીખવ. ત્યારે કોકાસ કહે છે રાજન્ ! રાજકુંવરને સુથારીકામ શીખવું, તે શોભાસ્પદ નથી. છતાં રાજાએ કોકાસ ઉપર ઘણો બળાત્કાર કર્યો. કોઈપણ ભોગે મારા કુંવરને તારે કળા શીખવવી જ પડશે. ફરજ પાડી. તો કોકાસ પણ રહસ્ય વગરની કળા શિખડાવવા લાગ્યો. રાજકુંવર સુથારીકામ શીખે છે અને બાજુ ઉપર કોકાસે પણ બે સુંદર મજાના ઘોડા બનાવ્યા. યંત્ર તેમાં ગોઠવ્યાં. કળ ચાવી પણ ગોઠવાઈ ગયાં. પછી કુંવરોને કહે કે આ ઘોડા તમારે માટે તૈયાર કર્યા છે. તમે કળા શીખી જાવ. પછી ઘોડા તમને ભેટ.