________________
ધર્મિલકુમાર રાસ
ધર્મપિતાને ત્યાં શાસ્ત્ર અને શસ્ત્રનો મારે અભ્યાસ ચાલે છે. અને તેમનું નિવાસસ્થાન તે આપનું જ છે ને ! રાજાએ જાણ્યું કે કુમારને પંડિતજીને ત્યાં રહેવાની ભાવના છે. તેથી હા-ના કહેતાં કહ્યું વત્સ ! ભલે તારી જેવી ઇચ્છા. અવારનવાર આવીને રાજસભાને અલંકૃત કરજે. સુંદર રાજા તારા પિતા છે. તેવો જ મને ગણજે. એમ કહીને રાજાએ કુમારને ઘણાં સુંદર વસ્ત્રો, આભૂષણો આપીને બહુમાન કર્યું. શુભ લક્ષણોથી યુક્ત ઉત્તમ એવો ઘોડો ભેટ આપ્યો. ।।૧૪।।
૫૪
આ રીતે રાજાનું માન પામીને કુંવર પાઠક સાથે પાઠકના ધરે આવ્યો. હવે અહીં રહ્યો કુમાર પોતાની ભુજાને વિસ્તા૨તો આનંદ કરે છે. મનને રૂચતી, મનને આનંદ પમાડતી એવી આ ધમ્મિલકુમાર રાસની અગ્યારમી ઢાળ કહી. શ્રી શુભવીરવિજય કહે છે કે વીરની (પરાક્રમી કુમારની) ચાકરી જેમ પાઠકને ફળી, લાભદાયી નિવડી એમ તમને ફળજો. ।૧૫।।
પ્રથમ ખંડની ઢાળ : ૧૧ પૂર્ણ -: દોહા :
એક દિન રાજસભા વચ્ચે, પ્રાકૃત સંભૃત હાથ, આવી નમી કહે રાયને, મહાજન પુરજન સાથ. ॥૧॥ દેવપુરી સમી આ પુરી, પૂર્વે હતી મહારાજ, તુચ્છ ગામ સમ સંપ્રતિ, થઈ ન રહી કાંઈ લાજ. ॥૨॥ કોઈક ચોર અદૃષ્ટચર, લૂંટે નગરી સર્વ, ધન ધાન્યે નિર્ધન થયા, ન રહ્યો કોઈનો ગર્વ. Iા તુમ સખા સ્વામી છતે, પુરજનને શી ભીત, તિમિરોદય તરણી છતે, વાત વડી વિપરીત. ॥૪॥ . રાય સુણી કોપ્યો તિશેં, બોલાવે કોટવાલ, તસ્કર લૂંટે લોકને, તું ન કરે રખવાલ. ॥૫॥ તે કહે સ્વામી સાંભળો, વિદ્યામંત્ર ભરેલ અદૃષ્ટ ચોર ચોરી કરે, કરતો નવનવા ખેલ III રાત દિવસ જોતો ફરૂં, પણ નવિ ઝાલ્યો જાય. ભૂપ કહે સુણ ! સચિવનેં કરવો કોઈ ઉપાય. ાણા
ઉલંઠ ચોરનો ઉત્પાત ઃ- રાજસભા ભરાણી છે. ત્યાં મહાજનના ડાહ્યા પુરુષો પ્રજાજનોની સાથે આવ્યા. બે હાથમાં ભેટલું છે તે રાજા સમક્ષ મૂક્યું. નમસ્કાર કરીને કહેવા લાગ્યા. ૧|| હે મહારાજા ! આ વારાણસી નગરી પહેલાં દેવનગરી જેવી હતી. અને હમણાં તો જાણે ઉજ્જડ ગામ જેવી થતી જાય છે. આપ જેવા શિરછત્ર છતાં જ્યારે આવું બને, ત્યારે આ વાત શરમજનક છે. II૨