________________
ખંડ - ૧ : ઢાળ - ૧૨
પપ
તે સાંભળી રાજા બોલ્યા - મહાજન ! શું થયું છે એવું કે આ નગરી ઉજ્જડ થતી જાય છે? મહાજન કહે છે કે રાજન ! કોઈ ચોર અદશ્ય રહીને આખી નગરી લૂંટી રહ્યો છે. કોઈની લાજ રહી નથી. અમીર કે ઉમરાવ ! શેઠ કે સેવક ! બધી પ્રજા ધનધાન્યથી નિર્ધન થઈ રહી છે. કોઈનો ગર્વ રહ્યો નથી. ૩] આપ સરખા સ્વામી અમારે હોતે છતે નગરજનોને ભય શેનો હોય ? પણ અહીં તો જાણે સૂર્ય છતાં અંધકાર વ્યાપ્યો છે. આ તે કેવી વિપરીત વાત ? Ill
વાત સાંભળી રાજા ક્રોધાયમાન થયો. તરત જ કોટવાલને બોલાવીને કહેવા લાગ્યો. અરે ! ચોર જો નગરજનોને લૂંટી રહ્યો છે તો તમે શું રખેવાળી કરી રહ્યા છો ? /પા કોટવાળ કહેવા લાગ્યો. રાજન્ ! આપ શાંત થાઓ. અમારી વાત સાંભળો. હું શું કરું? રાતદિવસ સુભટોને સાથે રાખીને તેને પકડવાનો પ્રયત્ન કરું છું. પરંતુ તે માંત્રિક ચોર અદૃશ્ય રીતે ચોરી કરીને જ્યારે ભાગી જાય છે તે ખબર પડતી નથી. અને રોજ નવા નવા ખેલ કરતો જાય છે. દી રાતદિવસ તેને પકડવા માટે હે સ્વામી ! મારા પ્રયત્નો ચાલુ છે છતાં તે પકડાતો નથી. ત્યારે રાજાએ મંત્રી સન્મુખ જોઈને કહ્યું. હવે આ ચોરને પકડવાનો કંઈ ઉપાય કરવો જોઈએ. શા
ઢાળ બારમી (જુઓ અગમગતિ પુણ્યની રે...એ દેશી) મંત્રી સેનાપતિ ભૂપતિ રે, પુરોહિતને કોટવાલ રે; પાંચે પાટી તિહાં મળી રે, ચિતે થઈ ઉજમાલ રે...
જુઓ ! અકળ ગતિ ચોરની રે....એ આંકણી..વા. પંચતિહાં પરમેસરૂ રે, લૌકિક વાત વિચાર રે; ભૂપ પૂરવારે રહે રે, મંત્રી ઉત્તર દ્વાર રે..જુ..રા પુરોહિત દાહિર દિશે રે, પચ્છિમેં સેના ભૂપાલ રે; સુભટ સહિત અહોનિશિ રહે રે, ફરતો રહે કોટવાલા રે...જુ.lal ઇચ્છિત થાનકે સહુ રડ્યા રે, તસ્કર કરીએ વિચાર રે; ધોબી ઘરવાસો વસી રે, અંગ ધરી શણગાર રે... જુ..૪ નયરીમાંહે નીકળ્યો રે, જનમુખ સુણીય વિચાર રે; રમતાં દીઠો જૂવટે રે, જાલય કોટવાલ રે... જુ.સાપા રમવા બેઠો તે વચે રે, આભૂષણ પણ કીધ રે; આરક્ષક કર મુદ્રિકા રે, નામાંકિત જીતી લીધ રે... જુ. IIll ઊઠી તલાર પુરે ભમે રે, વેશ્યા રજક કલાર રે; કઈતવ માલિ પ્રજાપતિ રે, મઠ સોની ઘરભાલ રે... જુ.llણી.