________________
૧૪૬
ધમ્મિલકુમાર રાસ માધવ વૈધના વેશે - સંકેત આપીને બોલાવ્યો. વૈદ્યનું રૂપ કરવાનું કહ્યું. વૈદ્યની વાત કરીને રવાના કર્યો. પોતાને જાણે શૂળ ઊપડી હોય (પેટમાં દુઃખાવો) તે પ્રમાણે ચાળા કરવા લાગી. દાસીને કહેવા લાગી. જો પેલા વૈદ્યરાજ જાય છે. જલ્દી બોલાવી લાવ. દાસી ઉતાવળી જઈને વૈદ્યને લઈ આવી. શરીરને તપાસવાના બહાને, મહેલમાં બંનેએ અરસપરસ વાર્તાલાપ કરી લીધો. તેણીએ જણાવ્યું કે “મારે તમારી સાથે આવવું છે. પણ આ રાજમહેલમાંથી એકદમ આવવું જોખમ છે. કાળીદેવીના મંદિરે હું અમુક દિવસે આવીશ. દિવસ નક્કી કરીને કહી દીધો. સાથે ઘણું ધન લઈ આવીશ, કાલીદેવીના મંદિરમાં તમે સંતાઈને સાવધાન થઈને રહેજો . ||૧૨|
નક્કી કરીને પોતાના પતિ માધવને જવા દીધો. કામલતાને હવે રાજા પ્રત્યેથી મોહ ઊતરી ગયો છે. એનું મન માધવમાં લાગ્યું છે. જે દિન સાંજે જવાનું નક્કી કર્યું હતું, તે દિન સાંજે દાગીના વગેરે દાબડામાં ભરી દીધા. પેટી ભરીને તૈયાર કરી. રાજા આવે તે પહેલાં સૂઈ ગઈ. થોડીવારમાં રાજા આવે તે પહેલાં રાડો પાડવા લાગી. પેટમાં ચૂંક બહુ આવે છે રે ! રહેવાતું નથી. ઓ બાપ રે ! મરી ગઈ. ૧૩
ચારે બાજુથી દાસદાસીઓ ભેગી થઈ. ઓષડિયાં કર્યા પણ સારું થયું નહીં. રાજાને બોલાવવા દાસી ગઈ. તરત જ રાજા આવ્યા. રાજાએ પણ સારા, જાણકાર, હોંશિયાર, રાજવૈદ્યને બોલાવ્યા. ગુરુની શિખામણ કુશિષ્યને અસર ન કરે, તે રીતે સારા વૈદ્યના ઔષધથી પણ પટ્ટરાણીને સારું થતું નથી. કંઈ થયું હોય તો અસર થાયને ? રાજા પાસે જ બેઠો છે. ચિંતિત થયો છે. ત્યાં રાણીને વાત યાદ આવીને ધીમે ધીમે બોલતી કહેવા લાગી. હે સ્વામી ! ઉહ ! હા! મને કારણ યાદ આવ્યું. હું કેમ માંદી પડી. તે હવે યાદ આવ્યું. મને પેટની પીડા કેમ થઈ ? રાજનું જાણું હવે. રાજા કહે..પ્રિયે ! બોલ ! શું કારણ છે ! રાણી કહેવા લાગી. સ્વામી ! તમે માંદા પડ્યા હતા. ત્યારે મેં કાલીદેવીની માનતા માની હતી. /૧૪ો.
રાજા કહે શું માનતા હતી? રાણી કહે...હે મા ! મારા સ્વામીને જયારે સારું થઈ જશે. ત્યારે અમે બંને સાથે તારે મંદિરે રાતે આવશું અને બલિબાકુલા વગેરે આપી તારી પૂજા કરશું. પછી તારે ચરણે એક હજાર સોનામહોર મૂકશું. (ચડાવશું) ૧પો.
કાલી માના મંદિરે - હે મહારાજા ! આ વાત હું તદ્દન ભૂલી ગઈ. તમે સાજા થઈ ગયા. માની માનતા કરી નથી. એટલે જે કાલીમા રીસાઈ ગઈ. અને મને પીડા ચૂંક ઊપડી. રાજા બોલ્યો - પ્રિયા ! તારી માનતા આજે જ આપણે પૂરી કરશું. (આજ રાતે માધવપતિને કાલીમાના મંદિરે બોલાવ્યો હતો.) રાજા જયાં આ વચન બોલ્યો અને તરત જ રાણીની પીડા ગાયબ. ચૂંક ખસી ગઈ. નિરાંતે ઊંઘ આવી ગઈ. ચાર ઘડી નિરાંતે ઊંઘ પૂરી થઈને તે જાગી. /૧૬ll રાણીસાહેબે નીંદ લીધી. ત્યાં સુધીમાં રાજાએ દાસીઓ થકી બધી તૈયારી કરાવી દીધી. સોનામહોરનો થેલો ભરાવ્યો. બલિબાકુલા-પૂજાના થાળ તૈયાર કરાવ્યા. પછી રાણીબાને રાજાએ જગાડ્યાં. રથમાં બેસીને બંને જણાં કાળીમાતાના મંદિરે રાત્રિએ આવ્યાં. માતાને ચરણે પોતે પગે લાગી. રાજાને કહેવા લાગી. તે સ્વામી ! માતાને નમસ્કાર કરો. લાવો મારા હાથમાં તલવાર. રાજા માતાજીને જેવો નમવા જાય છે ત્યાં જ રાણીએ પોતાના હાથમાં રહેલી તલવારનો ઘા રાજાના ગરદન ઉપર કર્યો, રાજા તો પરલોકે પહોંચ્યો. લોહીની છોળો ઊછળી. કઠણ કલેજાવાળી કામલતાને હૈયે કંઈ જ અસર ન થઈ. પોતાનો સ્વામી માધવ બ્રાહ્મણ ત્યાં સંતાઈને સૂતો હતો. અડધીરાત હતી. બિચારો ઊંઘી ગયો હતો. રાજાને મારી કામલતા માધવ બ્રાહ્મણને ઉઠાડવા લાગી. ત્યાં તેને સર્પે દંશ દીધો. તે પણ પરલોક પહોંચી ગયો. જીવ હોય તો ઊઠે ને ! I/૧૭થી