________________
ખંડ - ૩ : ઢાળ - ૩
૧૪૫
રૂપ એવું હતું કે તેની આગળ અપ્સરા પણ હારી હતી. એવી રૂપવાન હતી. તેના બંનેનો સંસાર સુખી હતો. બંનેની વચ્ચે પ્રીતિ અપરંપાર હતી. પ્રેમકટારીથી પરસ્પર વીંધાયાં હતાં. સંસારરસિક તેઓને એક પુત્રની પ્રાપ્તિ થઈ. તે હજુ નાનો દૂધ પીતો બાળક હતો. //રા
કામલતાનું ચરિત્ર :- એક દિવસ તે નાના બાળરાજા કેશવને ઘરમાં બેસાડી કામલતા ગામને ગોંદરે કૂવાએ નિર્મળ એવું પાણી ભરવા ગઈ. સરખે સરખી સાહેલડીઓ સાથમાં હતી. પોતાને માથે પાણી ભરેલું બેડુ છે. તેની ઉપર ઝારી મૂકી છે. તે ઝારી ઝળકી રહી છે. એવી માથે બેડુ મૂકીને રૂમઝુમ રૂમઝુમ કરતી ચાલે છે. પોતાનો વેશ એટલે સાલ્લો વગેરે સરખો કરી રહી છે. સરખી સાહેલીઓ પણ ટોળે વળીને માર્ગમાં જતી પોતપોતાના પતિની વાતો કરતી કરતી ચાલી જાય છે. કહ્યું છે કે આઠ સ્થાનકે સ્ત્રીઓ ભેગી થાય ત્યારે અલકમલકની કથા-વિકથાઓ ચાલતી હોય છે. આઠ સ્થાન એવાં છે ત્યાં વિકથાઓ થતી હોય છે. ૪lી ગરબે રમતાં, જમણવારમાં, નદીએ કપડાં ધોતાં, કથા સાંભળતાં, મંદિરે દર્શન કરવા જતાં, બાહિર ભૂમિ જતાં (જંગલ જતાં) જયાં વાત કરાય જ નહિ.) //પી પાપડ વણતાં, ને પાણી ભરવા જતાં કે આવતાં. આ આઠે સ્થાનકે વિકથા લગભગ ચાલતી હોય છે. કામલતા પણ આ રીતે વાતો કરી રહી છે. વળી પોતાનો પુત્ર યાદ આવતાં, ઘેકો કરીને હાથ પસારીને બોલી. “ચાલ બાઈ! હું મારા લાડકવાયા દીકરાને સૂનો મૂકીને આવી છું.” આગળ એકલી ચાલવા લાગી. સખીઓ પાછળ રહી ગઈ. હજુ તે નગરની બહાર હતી. નગર બહાર કોઈ ફોજે આવી છે. તેમાં કેટલાકની પાસે
ભાલાં હતાં. તે ભાલાં ઝળકી રહ્યાં છે. ૬ll. : સખીથી વિખૂટી પડેલી કામલતા લટકા ચટકા કરતી આવતી હતી. રંભા સરખી રૂપાળી એવી
આ કામલતાને લશ્કરના યોદ્ધાએ જોઈ. ચારેકોરથી યોદ્ધાઓ ઘેરી વળ્યા. તેને લૂંટી લીધી. સુભટો તેને પકડીને રથમાં બેસાડીને ચાલી ગયા. લશ્કર સાથે રથમાં બેસાડી, સવારી કપિલપુર પહોંચી ગઈ. આશા
કામલતા રાજાને ત્યાં - કામલતાને સુભટોએ કંપિલપુરના રાજાને સોંપી. રાજાએ પટ્ટરાણી કરી અને અંતઃપુરમાં બેસાડી દીધી. કામલતા પણ પતિ-પુત્રને ભૂલી જઈને રાજામાં રક્ત બનીને સુખપૂર્વક રહેવા લાગી. રાજાને ત્યાં સુખસામગ્રીનો તોટો નથી. એમાં વળી પટ્ટરાણીપદે શું બાકી રહે? વિષયોમાં પૂરેપૂરી આસક્ત બની ચૂકી. વ્યભિચારિણી થઈ ચૂકી. રાજામાં આસક્ત થયેલી પુત્રને પણ ભૂલી ગઈ. IIટા આ બાજુ ઘરમાં બાળક રહેલો હતો તે મોટો થવા લાગ્યો. પિતાએ ભણવા ગુરુ પાસે મૂક્યો. કેશવ ભણવામાં હોંશિયાર, જોતજોતામાં ચૌદ વરસનો યુવાન પુત્ર થઈ ગયો. પિતાના ધંધામાં જોડાયો. અઢળક લક્ષ્મી ઉપાર્જન કરી. ધનવાન થતાં તે નગરમાં પ્રસિદ્ધ પણ થયો. ll
એકવાર પિતા માધવને કોઈએ સમાચાર આપ્યા કે તમારી પત્ની કંપિલપુર રાજાની રાણી થઈને રહી છે. કેશવપુત્રને ઘર-લક્ષ્મી વગેરે ભળાવીને પત્નીની ભાળ લેવાને, માધવ બ્રાહ્મણ કપિલપુર નગરે પહોંચ્યો. ૧૦ના - માધવની શોધ - ત્યાં આવીને બધાંને પૂછવા લાગ્યો કે “આ પ્રકારની સ્ત્રી તમે કોઈએ જોઈ છે?” રાજાના મહેલની આસપાસના લોકોને પૂછવા લાગ્યો. તે સ્ત્રી ક્યાં છે? એકવાર રાજમહેલના ગોખ આગળ માધવ કોઈને પૂછતો હતો કે તમે કામલતાને જોઈ છે? તે અરસામાં ગોખમાં બેઠેલી કામલતાએ પોતાના પતિને જોયો. (બંનેની પ્રીતિ ઘણી જ હતી.) ઘણા વખતે પતિને જોતાં જ એકદમ * આનંદમાં આવી ગઈ. હૈયામાં હેત ઉભરાયું. ૧૧||