________________
ખંડ - ૨ : ઢાળ - ૩
૮૫
ગામનું બરાબર સંચાલન કરે એવા યોગ્ય અધિકારીઓ નીમ્યા. ઘણા અધિકારીઓ ઉપર એક મુખ્ય મુખીની નિમણૂંક કરી. આ સર્વ વ્યવસ્થા પતાવી પછી પવનચંડ ઉપાધ્યાયને તેડાવ્યા. વિનયથી નમીને પોતાના સ્વદેશગમનની વાત કહી જણાવી. //ર ૧ પૂ. ગુરુદેવ ! મને પિતાજીએ તેડાવ્યો છે. આપની આજ્ઞા શું છે ? ત્યારે ગુરુજીએ તરત જ આજ્ઞા આપી કે, “પિતાજીનો પુત્રવિયોગ દૂર કરવા માટે તમારે જવું જરૂરી છે. ll૨૨l
વત્સ! કામ-અર્થ બંને પરિપૂર્ણ સાધ્યા, પણ ધર્મ સાધ્યા વિના તે શોભતા નથી. ધર્મથી જ પુરુષનો જયકાર થાય છે. માટે હે વત્સ ! તું ધર્મને સાધજે. અને પ્રજાને પણ ધર્મ સધાવજે.” ૨૩l ગુરુનાં વચનો સાંભળીને, કુમારે જિનાલયમાં આઠ દિનપર્યત અઠ્ઠા મહોત્સવ કરાવ્યો. જિનચૈત્યને વિશે જિનપૂજા-આંગી અનેકવિધ ધર્મસાધના કરી. નગરના ચાર રસ્તે વગેરે સ્થળોએ જુદા જુદા ઉત્સાહ સાથે નાટક વગેરે થવા લાગ્યા. તે જોવાને નગરજનો એકઠાં થયાં...// ૨૪ll
કુંવરે પોતાના ઘરઆંગણે સ્વામીવત્સલ અને પ્રભાવના કરી. છએ રસના પાક તૈયાર કરીને, ભોજનમાં પીરસ્યાં. ધનિક, ગુણવાન તેમજ યોગ્ય જનોને વસ્ત્રની પહેરામણી આપીને સૌને સત્કાર્યા. રપા પ્રાણપ્યારી મદનમંજરીને સુંદર હીરારત્નજડિત કસબી કંચૂઓ, હૈયાનાં હેત સાથે આપ્યો. તે જ વખતે જવાનું મુહૂર્ત પણ જણાવી તૈયાર થવાનું સૂચન કર્યું. ૨૬ll
બીજા ખંડને વિશે સોહામણી એવી બીજી ઢાળ શ્રી વીરવિજયજી મહારાજ સાહેબે કહી. કુંવરના રસભર વચન સાંભળીને મદનમંજરી સખીઓને વધામણી આપવા લાગી. /૨૭થી.
| દ્વિતીય ખંડની ઢાળ : ૨ સમાપ્ત
-- દોહા :પવનચંડ પ્રિયા સતી, રત્નાવતી તસ નામ; કુંવર ઘરે ગુરુને જઈ; બોલે કરીય પ્રણામ. ૧ી. માત તમે સુલસા સમા, દીયો આશીષ સનેહ; તાતનું તેડું આવીયું, જઈશું હવે નિજગેહ. મેરા સા કહે વત્સ વિજોગનાં, મેં એ દુઃખ ન ખમાય; ત્રિવિધ વીર સુલસા સતી, તેણે એ દુઃખ સહાય. all કુંવર કહે નર ઉત્તમે; સાસરીએ ન રહાય; માતા પિતા સજ્જન પ્રમુખ, એણી વાતે લજવાય. ૪ ગુણી કહે કુશલા રહો, છો મુજ ચિત્ત મઝાર;
કુંવર દીએ દશ ગામ તસ; લીએ આશીષ અપાર. //પા. ગુરુમાતાના આશીર્વાદ - - હવે કુંવર પોતાનાં સઘળાં કાર્ય પૂર્ણ થયા પછી પવનચંડ ગુરુદેવની પ્રાણપ્રિયા કે જેનું સતી રત્નાવતી નામ છે તેમને ઘેર ગયો. ત્યાં જઈને ગુરુમાતા રત્નપતીને પ્રણામ કર્યા. ૧ll માતા ! તમે તો માતા