________________
૮૬
બસ્મિલકુમાર રાસ
સુલસા સરખાં જ છો. મારે તાતનું તેડું આવ્યું છે. એટલે હવે હું મારા ઘેર જઈશ. તો તમે શુભ આશિષ મને આપો.” ||રા
“વત્સ ! શું તું હવે સ્વદેશ સિધાવીશ?પણ એ તારા વિયોગનું દુઃખ અમારાથી કેમ સહેવાશે ? એ સુલતાસતી તો ધન્ય છે કે જેણી ત્રણે રીતે વીરતાને પામેલી છે. તારા જેવા વીરપુત્રની તે માતા છે. તેથી તે તારા વિયોગનાં દુઃખને સહન કરી શકે. પણ હું?” આ રીતે રત્નવતી દુઃખી દિલે કહેવા લાગી. આવા “માતા ! ઉત્તમ પુરુષો સાસરિયે ન શોભે ! માતાપિતાની સ્વજન - કુટુંબ પ્રમુખની પણ શોભા ન વધે. માટે આપ અનુજ્ઞા આપો. આશીર્વાદ આપો.” li૪ો
ગુરુમાતા બોલ્યાં કે “બેટા ! કુશળ રહેજો . દૂર છતાં તમે અમારા હૃદયમાં નિરંતર વસેલાં છો. હંમેશાં તારું કલ્યાણ થાવો.” આ રીતે કુંવરને શુભ આશિષ આપી. કુંવરે તે જ વખતે તેઓને દશ ગામ ભેટ-અર્પણ કર્યા. પા.
ઢાળ - ત્રીજી
(ચિત્રોડા રાજાની...એ દેશી) ગતિ લલિત વિલાસે રે, અવનીપતિ પાસે રે, કુંવર પ્રકાશે, આવી એણી પરે રે; આવ્યું તાતનું આણું રે, ઘરનાં દેઅ ટાણું રે, મુજ મન ઊજાણું, માત મિલણભણી રે. /૧ અમને બોલાવો રે, હવે વાર ન લાવો રે, શંખપુરી જાવો, પંથ દૂર ઘણો રે; મનચિંતે રાજા રે, નિત્ય કોડી દિવાજા રે, કંવર દિન ઝાઝા, રહ્યા પણ ઘડી સમા રે. મેરા પુત્રી જે જાઈ રે, તે અંતે પરાઈ રે, એહથી શી વડાઈ, ઘરવસ્તી તણી રે; બદામનું નાણું રે, ઘેંશ છાશનું ખાણું રે, કાંસાકુટ ભાણું, લહી ધન મંદ કરે રે. all તમરાનું ગાણું રે, છાલીનું દુઝાણું રે, પરઘરનું ઘરાણું, પહેરી સુખ ગણે રે; ત્રિપંડીનું ટાણું રે, ચણોઠીનું ઘરાણું રે, બોરકૂટ અથાણું, ભોજનમાં નહીં રે. ૪l વાદળની છાયા રે, કપટી નર માયા રે, તૃષ્ણા જલધાયા, જલ નવિ પામતા રે; પરદેશીની પ્રીતિ રે, બલી ભૂમિએ ખેતી ૨, પરોણે ઘરવસ્તી કેતી માનીયે રે. //પા એમ ચિતી રાય રે, અંતે ઉર જાય રે, પુત્રીની માયશું વાત સવે કરી રે; ઊઠે કુંવર રજાઈ રે, નૃપ કરત સજાઈ રે, રથ ઘોડા નવાઇ, આસન બેંસણાં રે. //દી દીયે ભુષણ વાસ રે, ઘણાં દાસી દાસ રે, દેઈ કુંવરને પાસ રહી એ વિનવે રે; પુત્રી ઉછરંગે રે, ઉછરી ઉછરંગે રે, ગુણવંતને સંગે, તુમ ખોલે ઠવી રે. llણા દેશો ન વિસારી રે, નવિ પરણો નારી રે, પણ એ દિલધારી, કદીય નંદુહવો રે; સુણી કુંવર સજેલા રે, થઈ ભોજનવેળા રે, સવિ સાજન ભેલાં, રતનવતી તેડતી રે. IIટા ઘર આસન માંડે રે, સુત ભક્ત જમાડે રે, સુગંધ વસાવે, ધૂપ ઉખેવતાં રે; : શણગાર સુહાવી રે, માયે તિલક વધાવી રે, કહે વચ્છ વોલાવી, વહેલા આવજો રે. વેલા